1 લાખ રૂપિયા લગાવી શરૂ કરો 60 લાખની આવકનો બિઝનેસ

તમને જણાવી દઈએ કે, ચંદનના લાકડાનો દેશમાં લગભગ 8થી 10 હજાર રૂપિયા પ્રતિ કિલો ભાવ છે. તો વિદેશમાં આ 20થી 25 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે

તમને જણાવી દઈએ કે, ચંદનના લાકડાનો દેશમાં લગભગ 8થી 10 હજાર રૂપિયા પ્રતિ કિલો ભાવ છે. તો વિદેશમાં આ 20થી 25 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે

 • Share this:
  જો તમારી પાસે જમીન છે અને તમે ખેતી કરી કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા હોય તો, અમે તમને એક એવા જ બિઝનેસ વિશે બતાવી રહ્યા છીએ. આ બિઝનેસ છે સફેદ ચંદનની ખેતી. તમને જણાવી દઈએ કે, ચંદનના લાકડાનો દેશમાં લગભગ 8થી 10 હજાર રૂપિયા પ્રતિ કિલો ભાવ છે. તો વિદેશમાં આ 20થી 25 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. આની ખેતી માટે તમારે માત્ર 80 હજારથી 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે, ત્યારબાદ તમને લગભગ 60 લાખ રૂપિયાનો નફો થઈ શકે છે.

  વિદેશમાં ખુબ છે માંગ
  સફેદ ચંદનમાંથી નીકળતા તેલ અને લાકડુ બંને ઔષધી બનાવવા માટે કામ આવે છે. આના અર્કનો ખાવા-પીવાની ફ્લેવર બનાવવામાં ઉપયોગ થાય છે. સાબુ, કોસ્મેટિક્સ અને પરફ્યૂમમાં સફેદ ચંદનના તેલનો સુગંધ તરીકે ઉપયોગ થાય છે.

  માન્ય છે ચંદનની ખેતી કરવી
  કેટલાક લોકોને લાગે છે કે, ચંદનની ખેતી કરવી ગેરકાયદે છે, જ્યારે એવું નથી. ફાર્મિંગ એક્સપર્ટ અનુસાર, સરકારે સફેદ ચંદનની ખેતી કરવા માટે માન્યતા આપેલી છે.

  ચંદનની ખેતી


  એક ઝાડથી 10 કિલો લાકડી
  ચંદનના એક ભરેલા પૂરા ઝાડથી તમને સરળતાથી 6થી 10 કિલો લાકડી મળી શકે છે. જો તમે એક એકડમાં ચંદનના ઝાડ લગાવો છો તો, તેના બજાર ભાવ હિસાબે તમને સરળતાથી 60 લાખ રૂપિયાનો નફો થશે. જોકે, તેના માટે તમારે લગભગ 10થી 12 વર્ષ રાહ જોવી પડશે. કેમ કે, ચંદનના ઝાડને મોટુ થવામાં ઓછામાં ઓછો આટલો સમય લાગે છે. અને તે પણ ત્યારે જ્યારે તમે પૂરી રીતે ઓર્ગેનિક ખેતી કરશો. જો તમે સામાન્ય રીતથી ખેતી કરશો તો, તમારે 20થી 25 વર્ષની રાહ જોવી પડશે.

  ચંદનની ખેતી કરવા માટે જોઈએ આ વસ્તુ
  જો તમારી પાસે એક બે એકરની ખાલી જમીન છે, તો તેમાં તમે સરળતાથી આ ખેતી કરી શકો છો. આના માટે તમારે છોડ ખરીદવા, સિંચાઈની વ્યવસ્થા કરવી, ખાતર નાખવું અને ખેતરની ચારે તરફ વાડ બનાવવાનો એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. આમ તો ચંદનનો છોડ બાકી છોડની તુલનાએ ઘણો મોંઘો આવે છે. પરંતુ, જો તમે લોટમાં છોડ ખરીદો છો તો, તમને 200 રૂપિયા સુધીની કિંમતમાં મળી જશે. શહેરી વિસ્તારમાં જે લોકોએ પ્લોટ લઈને ખાલી છોડ રાખ્યા છે તેમના માટે ચંદનની ખેતી ખુબ ફાયદાકારક બને છે. જ્યાં સુધી તમારી જમીનની કિંમત વધશે, ત્યાં સુધી તમે ચંદનના લાકડાથી સારી કમાણી કરી શકો છો.
  Published by:kiran mehta
  First published: