તમે પણ બાઈક-ટેક્સી દ્વારા કરી શકો છો કમાણી!

પહેલા રિક્ષામાં ઉમેશ 60થી 70 રૂપિયા ભાડુ આપતો હતો, પરંતુ બાઈક ટેક્સીથી હવે 20થી 25 રૂપિયામાં જ ઓફિસ પહોંચી જાય છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 5:39 PM IST
તમે પણ બાઈક-ટેક્સી દ્વારા કરી શકો છો કમાણી!
બાઈક ટેક્સી (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: May 17, 2019, 5:39 PM IST
બાઈક-ટેક્સીનો બિઝનેસ ખુબ ઝડપી વધી રહ્યો છે. પહેલા આ બિઝનેસમાં ઓલા-ઉબેર સાથે જ કેટલાએ સ્ટાર્ટઅપ આ બિઝનેસમાં છે. માત્ર મેટ્રો શહેર જ નહીં હવે નાના શહેર પણ બાઈક-ટેક્સીના બિઝનેસમાં પગ જમાવી રહ્યા છે. કાયદાની અનિશ્ચિતતા હોવા છતા બાઈક-ટેક્સીનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. માત્ર મેટ્રો શહેર જ નહી પરંતુ નાના શહેરોમાં પણ બાઈક-ટેક્સીનો બિઝનેસ વધી રહ્યો છે.

ઉમેશ નોએડાના સેક્ટર 127માં કામ કરે છે અને ઘરેથી નોએડા સીટી સેન્ટર સુધી મેટ્રોથી આવ્યા બાદ અહીંથી ઓફિસ બાઈક ટેક્સીથી જાય છે. પહેલા રિક્ષામાં ઉમેશ 60થી 70 રૂપિયા ભાડુ આપતો હતો, પરંતુ બાઈક ટેક્સીથી હવે 20થી 25 રૂપિયામાં જ ઓફિસ પહોંચી જાય છે. બાઈક ટેક્સીનો એક ફાયદો એ છે કે, ટ્રાફિક જામમાં પણ વધારે ઝંઝટ નથી રહેતી.

બાઈક ટેક્સીનું ચલણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કેટલીએ કંપનીઓ આ બિઝનેસમાં કેદી ગઈ છે. 25 શહેરોમાં રહેલી રેપિડો દર મહિને 10 લાખથી વધારે રાઈડ્સનો દાવો કરી રહી છે. જ્યારે 31 શહેરોમાં રહેલી ઓલા બાઈક 20 લાખ રાઈડ્સ દર મહિને કરી રહી છે. જ્યારે ગુરૂગ્રામમાં બેક્સી, બિક્સી અને વોગો પોતાની ઓળખ બનાવી રહી છે. જોકે, બાઈક-ટેક્સીને લઈ મોટાભાગના રાજ્યોમાં કોઈ પોલિસી નથી. દિલ્હી જેવા શહેરમાં હજુ આને મંજૂરી નથી મળી.

આ વર્ષે બેંગ્લુરૂમાં ઓલા બાઈક પર રોક લગાવવામાં આવી હતી. સુરક્ષા પર પ્રશ્નોના કારણે ઉબર મોટોને પણ કેટલીક વખત કાયદાની મુશેકેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે, કેટલીક રાજ્ય સરકારોએ બાઈક-ટેક્સીના નિયમ બનાવવાનું શરૂ કરી દીધુ છે. આશા છે કે, અગામી દિવસોમાં બાઈક-ટેક્સીનો બિઝનેસ ફૂલશે ફાલશે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...