Home /News /business /New age stocks: ઝોમાટો, નાયકા અને પેટીએમના શેરમાં 5% સુધી રેલી, શું તમારે ખરીદી કરવી જોઈએ?

New age stocks: ઝોમાટો, નાયકા અને પેટીએમના શેરમાં 5% સુધી રેલી, શું તમારે ખરીદી કરવી જોઈએ?

ભારતીય શેર બજાર

New age stocks: મોટાભાગના બજાર નિષ્ણાતો આ ન્યૂ એજ સ્ટૉક્સને લઈને મૂંઝવણમાં છે. શેર બજારના અમુક નિષ્ણાતો આ શેર્સને લઈને સકારાત્મક પણ નજરે પડી રહ્યા છે.

    મુંબઈ. New Age Stocks: ઝોમાટો (Zomato), નાયકા (Nykaa) અને પેટીએમ (Paytm) જેવી ન્યૂ એજ કંપનીઓના શેરમાં છેલ્લા ત્રણ સેશનથી ચાલી રહેલો ઘટાડો બુધવારે અટક્યો હતો. બુધવારે આ કંપનીઓના શેરમાં શાનદાર તેજી જોવા મળી હતી. જોકે, આ કંપનીઓના શેર પર દાવ લગાવવા અંગે મોટાભાગના બજાર નિષ્ણાતો આશંકિત છે. અમુક વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે આ કંપનીઓના શેરની ખરીદી કરી શકાય છે. જોકે, ગુરુવારે શેર બજારમાં કડાકા વચ્ચે આ તમામ કંપનીઓના શેરમાં વેચવાલી જોવા મળી હતી.

    Elixir Equities ના ડિરેક્ટર દીપન મહેતાએ જણાવ્યું કે, આ કંપનીઓના શેરની ખરીદીનો આ સૌથી યોગ્ય સમય છે. કારણ કે આનાથી રોકાણકારો ન્યૂ એજ કંપનીઓના બિઝનેસ મૉડલને સમજી શકવા માટે સક્ષમ બનશે. આ સ્પેસની કંપનીઓ વિશે માનવામાં આવે છે કે તે ભવિષ્યમાં ખૂબ મોટો ફાયદો કરાવશે.

    નાયકા શેર

    બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્સિયલ તરફથી નાયકાના શેર માટે ખરીદીની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજનું માનવું છે કે શેરમાં આવેલા ઘટાડાને પગલે તેમાં રિસ્ક રિવર્ડ ખૂબ વધી ગયું છે. વર્ષ 2022માં કંપનીનો શેર 35 ટકા તૂટી ગયો છે અને તે પોતાના ઓલ ટાઈમ લો પર ટ્રેડ કરી રહ્યો છે. બ્રોકરેજે આ શેરમાં ખરીદીની સલાહ આપતા માર્ચ, 23 સુધી શેરમાં 2120 રૂપિયાનું સ્તર જોવા મળશે તેમ જણાવ્યું છે. આ ટાર્ગેટ શેરની વર્તમાન કિંમતથી 60 ટકા વધારે છે.

    બુધવારે નાયકાનો શેર BSE પર 1.72 ટકા તેજી સાથે 1,355 રૂપિયા પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન શેર 1,405 રૂપિયાના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

    ઝોમાટો શેર

    ઝોમાટોનો શેર દિવસ દરમિયાન 85.20 રૂપિયાના સ્તર સુધી પહોંચ્યો હતો. દિવસના અંતે શેર 5.33 ટકા વધીને 84 રૂપિયા પર બંધ થયો હતો.

    વેલ્થ મેનેજમેન્ટ ફર્મ કે.આર. ચોકસીના દેવેન ચોકસીએ જણાવ્યું કે, "નાયકા અને ઝોમાટો બંનેનું બિઝનેસ મોડલ ખૂબ સારું છે. ગ્રાહકો માટે તે ખૂબ જ મદદરૂપ છે. નાયકા ટકાઉ નફો કેવી રીતે કમાશે તેના પર બધો આધાર છે."

    આ પણ વાંચો: કમાણીના શેર (24 ફેબ્રુઆરી, 2022): આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી

    રોકાણ માટે રાહ જુઓ

    ચોકસીએ કહ્યુ કે, ઝોમાટોના કેસમાં કંપની સારા નફા અને નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, કંપની માટે નફો જાળવી રાખવો સરળ કામ નથી. જ્યાં સુધી વોલ્યૂમમાં મોટો સુધારો ન થાય, નજીકના ભવિષ્યમાં કંપની નફો કરતી થાય તેવી સંભાવના ખૂબ ઓછી છે.

    તેમણે જણાવ્યું કે, "હાલત અને જોખમને જોઈને રોકાણકારો એવી કંપનીઓમાં રોકાણ નહીં કરે જ્યાં નફો નથી. આથી આ કંપનીઓના શેર તૂટે તે સ્વાભાવિક છે."

    આ પણ વાંચો: Russia-Ukraine Conflict વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો, Sensex 2,000 પોઇન્ટ તૂટ્યો

    ચોકસીનું માનવું છે કે નાયકા અને ઝોમાટો ગ્રાહકો માટે સારું બિઝનેસ મોડલ છે, પરંતુ રોકાણકારો માટે પણ આવું જરૂરી નથી. આથી રોકાણ માટે રાહ જોવી જોઈએ.

    પેટીએમ શેર

    પેટીએમના શેરમાં બુધવારે 2.6 ટકા સુધી તેજી જોવા મળી હતી. દિવસના અંતે પેટીએમનો શેર 0.86 ટકા તેજી સાથે 822.50 રૂપિયા પર બંધ રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં શેરની કિંમતમાં 4.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Paytm, Stock market, Stock tips, Zomato

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन