Home /News /business /mutual fund investment: મ્યુચલફંડમાં રોકાણ કરતી વખતે ક્યારેય ના કરતાં આવી ભૂલો

mutual fund investment: મ્યુચલફંડમાં રોકાણ કરતી વખતે ક્યારેય ના કરતાં આવી ભૂલો

મ્યુચલફંડમાં રોકાણ કરતી વખતે ક્યારેય ના કરતાં આવી ભૂલો - પ્રતિકાત્મક તસવીર

જો તમે તેના માટે 5 કે 10 વર્ષનો સમય આપો તો પછી તમને ફાયદો થશે અને તે માટે તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝ (mutual fund)માં રોકાણ કરી શકો છો.

  લોકો પોતાની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે બચત કરે છે. બચત કરવાથી ઈમરજન્સીમાં પૈસાનો ઉપયોગ થઈ શકે છે. સામાન્ય માણસના રિટાયરમેન્ટ બાદ આરામ, બાળકોનાં લગ્ન, રજાઓ, ઘર ખરીદવું, મોટી કાર ખરીદવી કે પોતાનો વેપાર શરૂ કરવા જેવા નાણાકીય ગોલ હોય છે. તેને પુરા કરવા માટે પૈસા અને સમય જોઈએ. જો તમે તેના માટે 5 કે 10 વર્ષનો સમય આપો તો પછી તમને ફાયદો થશે અને તે માટે તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝ (mutual fund)માં રોકાણ કરી શકો છો.

  હાલમાં મ્યુચલફંડ (mutual fund) ઈન્ડસ્ટ્રી ખુબ જ જોરમાં છે, દર મહિને લાખો નવા ઈન્વેસ્ટર્સ દ્વારા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan- SIP) શરૂ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાના ઘણા લાભ હોય છે અને કંપાઉન્ડિંગ ઈન્ટરેસ્ટ તે પૈકીનો એક લાભ છે. હાલ ભલે મ્યુચલફંડનું માર્કેટ ઘણું હાઈ હોય તે છતા પણ ઘણા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝ જટીલ અથવા ડરામણાં હોય છે અને ઘણા લોકોને મ્યુચલફંડ વિશે વધારે સમજણ પણ હોતી નથી. પરિણામે લોકો કેટલીક ભુલો કરી બેસતા હોય છે.

  આજના આ આર્ટિકલમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વખતે કરવામાં આવતી આવા કેટલીક ભુલો વિશે જ આપને માહિતી આપીશું જેથી ભવિષ્યમાં આપ આ ભુલોથી બચી શકો. આ વિશે ચર્ચા કરતા પહેલા ટુંકમાં એ સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું.

  શું છે મ્યુચ્યુઅલ ફંડ?

  મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના (collective investment scheme) છે. જેમાં રોકાણકાર પાસેથી નાણા લઇ શેર (stock), બોન્ડ્સ (bonds) અને ટૂંકાગાળાના નાણા બજારના (money market) સાધનો અથવા અન્ય જામીનગીરી (securities)માં તેનું રોકાણ (invests) કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર (fund manager) હોય છે. જે લોકો પાસેથી એકત્ર કરેલા નાણાનું નિયમિત રીતે રોકાણ (trades) કરે છે. વર્તમાન સમયે વિશ્વભરમાં મ્યુચ્યુઅલ ફંડની કુલ કિંમત 26 ટ્રિલીયન ડોલર કરતાં પણ વધુ છે.

  મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે સામાન્ય રીતે જોવા મળતી ભુલો

  જરૂર કરતા વધારે ડાયવર્સિફિકેશન

  એક જ સમયે એકસાથે ઘણી બધી અલગ અલગ યોજનાઓમાં કરવામાં આવતું રોકાણ એ રોકાણકારો દ્વારા કરવામાં આવતી સૌથી વધુ જોવા મળતી ભુલ છે. એ વાતમાં કોઈ શંકા નથી કે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે તો પોર્ટફોલિઓમાં ડાયવર્સિફિકેશન જરૂરી છે. જોકે, એક સાથે ખુબ વધારે ડાયવર્સિફિકેશન તમારા રિટર્ન પર અસર નાખી શકે છે સાથે જ રોકાણાકાર પર એક કરતા વધારે ફંડ્સને ટ્રેક કરવાનું ભારણ નાખે છે. જેને કારણે ઘણી વાર નિર્ણય લેવામાં ભુલ અથવા તો વિલંબ થતો હોય છે.

  નિષ્ણાંતોના મત અનુસાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે માર્કેટ સર્વે કરી જે સ્કીમમામં સારુ વળતર મળતું હોય તેવી સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. આ સાથે જ તમારા પોર્ટફોલિઓમાં 2-3 સ્કિમથી વધુ ડાયવર્સિફિકેશન ના કરવુ જોઈએ.

  માર્કેટની અટકળો અનુસાર લાંબા સમય રાહ જોવી

  દરેક રોકાણકાર પોતાના રોકાણ પર સારુ વળતર મેળવવા ઈચ્છતો હોય છે. તે ગમે તે ફિલ્ડમાં કે સ્કીમમા રોકાણ કરી નફો કરવો જ તેનો ગોલ હોય છે. તેવું જ કંઈક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં પણ જોવા મળે છે. આ રોકાણકારો ખાસ કરીને માર્કેટના નવા રોકાણકારો પોતાના ફંડ્સ વેચવા માટે લાંબા સમય સુધી રાહ જોતા હોય છે અને જ્યારે માર્કેટ અપ હોય ત્યારે જ ફંડ વેચવાનો વિચાર કરતા હોય છે. પણ દરેક વખતે આપણું ધાર્યુ થાય તેવું જરૂરી હોતું નથી. આવી રાહ જોયા બાદ દરેક વખતે રોકાણકારને સારું જ રિટર્ન મળે એવી શક્યતાઓ ખૂબ ઓછી છે. નિષ્ણાંતો અનુસાર રોકાણકારો દ્વારા કરવામાં આવતી આ સૌથી મોટી ભુલ છે. તેઓ કહે છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત સમયના અંતરે SIP દ્વારા રોકાણ કરવું જોઈએ. જેમાં નિશ્ચિત સમયગાળા દરમિયાન રોકાણનો લાભ મળે છે.

  અસેટ અલોકેશન પર ફોકસ કરવું

  એસેટ એલોકેશન ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ટેકનિક છે. જે રોકડ, બોન્ડ્સ, સ્ટોક્સ, રિયલ એસ્ટેટ અને ડેરિવેટિવ્ઝ જેવી મોટી કેટેગરીમાં અસેટ્સને વહેંચીને જોખમને સંતુલિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. રોકાણમાં અસેટ અલોકેશન જરૂરી છે, પણ રોકાણકારે એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે તે વિવિધ અસેટ ક્લાસમાં રોકાણ માટે પોર્શન નક્કી કરે. આ એલોકેશન ફાઈનાન્શિયલ ગોલ્સ, જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણના બાકી રહેતા વર્ષો વગેરેને આધારે નક્કી કરવાનું હોય છે. નિષ્ણાંતોના અનુસાર રોકાણકારે તેનો પોર્ટફોલિયો ફિક્સ ઈન્કમ, સોનું, રીયલ એસ્ટેટ અને ઈક્વિટીને આધારે વિભાજીત કરવું જોઈએ.

  બધા નાણા એક જ જગ્યાએ રોકવા

  જેમ એક સમયે વધારે ડાયવર્સિફિકેશન કરવું યોગ્ય નથી, તેમ એક સાથે બધા પૈસા એક જ ફંડમાં ઈન્વેસ્ટ કરવા પણ યોગ્ય નથી. વધુ પડતા જોખમને ટાળવા માટે રોકાણકારે સાચી દિશામાં યોગ્ય પ્લાનિંગ કરવું જોઈએ.

  રિસ્ક પ્રોફાઈલની અવગણના

  જેમ એક સામાન્ય માણસ પોતાની કોઈ વસ્તુ કે પૈસૈ ગુમાવવાથી ડરે છે, તેમ જ રોકાણકાર પણ નુક્શાનથી ડરે છે. જોકે, ઘણીબધી વખત તે રોકાણ કરતા સમયે રીસ્ક ફેક્ટરની અવગણના કરી માત્ર સારા વળતર પર ધ્યાન આપે છે. વધુ રિસ્ક ઉંચું રોકાણ ચોક્કસથી આપે છે, પણ જો તમારો ગોલ બચત કરવાનો હોય તો આવા ફંડમાં રોકાણ કરવાથી બચવું જોઇયે.

  પોર્ટફોલિયોની સમીક્ષા ન કરવી

  રોકાણકારે એક વખત રોકાણ કર્યા પછી નિશ્ચિંત થવાને બદલે સમયાંતરે વર્ષમાં એક કે બે પોતાના રોકાણોને ટ્રેક કરવા જોઈએ. મોટાભાગના રોકાણકારો તેવું કરતા હોતા નથી. લાંબાગાળાના ફંડમાં રોકાણ કરવાથી સારી આવક મેળવી શકાય છે, પણ તેની સાથે સમયાંતરે તેની સમીક્ષા પણ કરવામાં આવે તે પણ જરૂરી છે. જેથી કોઈ પણ ફેરફાર કે ફંડના દેખાવમાં કોઈ પણ ઉથલ પાથલ પર ધ્યાન આપી શકાય. આવું કરવાથી ઓછું રીટર્ન આપતા ફંડ્સથી જલ્દી છુટકારો મેળવી સંભવિત નુક્સાનથી બચી શકાય છે
  Published by:kiran mehta
  First published:

  Tags: Mutual fund, Mutual Fund market, Mutual funds, Mutual funds SIP

  विज्ञापन
  विज्ञापन