Home /News /business /નેટવર્ક 18 Q4 પરિણામો : વાર્ષિક આધાર પર શુદ્ધ નફો 58 ટકા વધીને 61.6 કરોડ પહોંચ્યા

નેટવર્ક 18 Q4 પરિણામો : વાર્ષિક આધાર પર શુદ્ધ નફો 58 ટકા વધીને 61.6 કરોડ પહોંચ્યા

માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં નેટવર્ક 18 મીડિયા માટે ડિજિટલ ન્યૂઝ બિઝનેસ સૌથી ખાસ હતો.

Network 18 Group - ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ અને ડિજિટલ કારોબારે કંપનીની કુલ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જાહેરાતની આવક અને યુઝર્સ ગ્રોથ બંનેમાં ઉછાળો આવ્યો

નવી દિલ્હી : નેટવર્ક 18 એ (Network 18 Group)3 મેના રોજ નાણાંકીય વર્ષ 2022ના અંતિમ ત્રિમાસિક ગાળાના પરિણામો રજૂ કર્યા છે. 31મી માર્ચ, 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીને 61.6 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે વાર્ષિક દ્રષ્ટિએ 58%નો શાનદાર વૃદ્ધિ દર્શાવે છે. Moneycontrol.comના અહેવાલ અનુસાર કંપનીની કારોબારી કોન્સોલિડેટેડ આવક (Consolidated Revenue From Operations) પણ વાર્ષિક ધોરણે 14.6 ટકા વધીને રૂ. 1621.1 કરોડ થઈ છે.

નવા બિઝનેસમાં કરાયેલા રોકાણના રિઝલ્ટ પોઝિટિવ

ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ અને ડિજિટલ કારોબારે કંપનીની કુલ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જાહેરાતની આવક અને યુઝર્સ ગ્રોથ બંનેમાં ઉછાળો આવ્યો છે. કંપનીના ચેરમેન આદિલ જૈનુલભાઈએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, આજના પરિણામો થોડા વર્ષો પહેલા કરવામાં આવેલ નવા કારોબારોમાં રોકાણના અમારા નિર્ણયને યોગ્ય ઠેરવે છે, જેણે હકારાત્મક પરિણામો દર્શાવવાનું શરૂ કર્યું છે.

ડિજિટલ ન્યૂઝ સેક્શનમાં મજબૂત પ્રદર્શન

કંપનીએ ત્રણેય મુખ્ય સેક્શન ટીવી ન્યૂઝ, ઈન્ટરનેટમેન્ટ અને ડિજિટલ ન્યૂઝ, આ ત્રણેય સેગમેન્ટના જોરે વર્ષ 2021-22માં ઈતિહાસનું સર્વશ્રેષ્ઠ નાણાંકીય પ્રદર્શન આપ્યું છે. નેટવર્ક 18 મીડિયાએ જણાવ્યું હતું કે ડિજિટલ ન્યૂઝ સેગમેન્ટ 2021-22માં નફો કરતું થયું છે અને એક વર્ષ પહેલાંના બ્રેક-ઇવન પોઈન્ટથી પણ નીચે રહેલ માર્જિનની સરખામણીએ હવે આ સેગમેન્ટમાં સમગ્ર ગ્રુપના સરેરાશ માર્જિનની લગભગ બરાબરનું માર્જિન હાંસલ કરી લીધું છે.

આ પણ વાંચો - ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન, એપ્રિલમાં સરકારી ખજાનાને મળ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

જોકે મોંઘવારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બિઝનેસ માટે માહોલ ખરાબ થયો છે અને તેના ગ્રાહકની માંગ ઘટી અને પરિણામે જાહેરાત ખર્ચ પર પણ અસર પડી હતી.

બ્રોડકાસ્ટિંગ સેગમેન્ટમાં પણ વધુ સારા પરિણામો

જાન્યુઆરી-માર્ચ 2022ના ક્વાર્ટરમાં બ્રોડકાસ્ટિંગ બિઝનેસે પણ સારી વૃદ્ધિ નોંધાવી હતી. સેગમેન્ટની ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 346 કરોડ થઈ હતી. નેટવર્ક 18 મીડિયાએ જણાવ્યું હતું કે, બિઝનેસ, રીઝનલ અને રાષ્ટ્રીય સમાચારના ત્રણેય સેગમેન્ટમાં જાહેરાતોથી થતી આવકમાં વધારાને કારણે 2021-22માં આવકમાં 14 ટકાનો વધારો થયો છે.

કંપનીએ જણાવ્યું હતું કે, 2021-22માં ઓપરેટિંગ માર્જિન 470 બેસિસ પોઈન્ટ્સ વધીને 20.7 ટકા થયા છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. કારણ કે પડતર ખર્ચ ઘટાડીને 8 ટકાની વૃદ્ધિ સુધી મર્યાદિત રાખવામાં સફળ રહ્યાં છે.

મનોરંજન: ફિલ્મોથી આવક સામાન્ય થઇ

મનોરંજન સેગમેન્ટનું પ્રદર્શન પણ ક્વાર્ટરમાં મજબૂત હતું કારણ કે ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 1150 કરોડ થઈ હતી. કંપનીએ જણાવ્યું હતું કે ઈન્ટરનેટમેન્ટ બિઝનેસે 2021-22માં તેનો અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક ઓપરેટિંગ નફો રૂ. 777 કરોડ નોંધાવ્યો હતો, જે વાર્ષિક 23 ટકા વધુ છે. આ સિવાય 18.2 ટકાનું મજબૂત માર્જિન પણ કંપનીએ જાળવી રાખ્યું છે.

નેટવર્ક 18 મીડિયાએ જણાવ્યું હતું કે 2021-22માં જાહેરાત વૃદ્ધિને લોઅર બેઝરેટની મદદ મળી હતી, પરંતુ 2019-20 (કોવિડ પહેલાની)ની તુલનામાં બિઝનેસે મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન આ સેગમેન્ટની સબ્સ્ક્રિપ્શન આવક ફ્લેટ રહી હતી, જ્યારે બીજા છ માસિકગાળામાં ફિલ્મોની આવક સામાન્ય સ્થિતિમાં પાછી ફરી હતી.

ડિજિટલ ન્યૂઝ : બેસ્ટ પરફોર્મર ઓફ કવાર્ટર

માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં નેટવર્ક 18 મીડિયા માટે ડિજિટલ ન્યૂઝ બિઝનેસ સૌથી ખાસ હતો. જેમાં ઓપરેટિંગ રેવન્યૂ 32 ટકા વધીને રૂ. 80 કરોડ અને ઓપરેટિંગ પ્રોફિટ 77 ટકા વધ્યો છે.

કંપનીના ડિજિટલ બિઝનેસ ન્યૂઝ પોર્ટલ Moneycontrol તાજેતરમાં ભારતમાં સૌથી વધુ વિઝિટ થતું ડિજિટલ બિઝનેસ ન્યૂઝ પોર્ટલ બની ગયું છે. તે તેના નજીકના હરીફ કરતા ઘણું આગળ નીકળી ગયું છે. નેટવર્ક18 મીડિયાએ જણાવ્યું હતું કે, મનીકંટ્રોલે 2021-22માં યુનિક વિઝિટર (યુવી)માં 81 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી અને પ્લેટફોર્મની રીચ (Reach) અને એન્ગેજમેન્ટ (Engagement) ખૂબ જ ઝડપી દરે વધ્યું હતું. 2021-22 માટે ડિજિટલ ન્યૂઝ ડિવિઝનમાં પ્રથમ વખત ઓપરેટિંગ નફો રૂ. 38 કરોડનો કર્યો હતો અને વાર્ષિક ધોરણે 49 ટકાની આવક વૃદ્ધિ પણ જોવા મળી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Business, Network18

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन