Home /News /business /Netflixમાં જલદી જ આવી રહ્યા છે એકદમ સસ્તા મોબાઇલ સબ્સક્રિપ્શન પ્લાન, જાહેરાતો પણ બતાવશે!
Netflixમાં જલદી જ આવી રહ્યા છે એકદમ સસ્તા મોબાઇલ સબ્સક્રિપ્શન પ્લાન, જાહેરાતો પણ બતાવશે!
નેટફ્લિક્સ પ્લાન
Netflix cheap plan : Netflix ના તમામ પાસાઓ ખાસ કરીને, તેના પ્રોગ્રામિંગ અને રેકમેન્ડેશનની ગુણવત્તામાં સુધારો કરીને તેની વ્યૂવિંગ અને રેવન્યૂ ગ્રોથને ફરીથી વેગ આપવાનું પ્લાનિંગ છે.
Netflixમાં દર્શકોને હજી પણ સસ્તા પ્લાન મળવાના સંકેત છે. યુઝર્સ (Netflix Users) માટે જાહેરાતો અને કમર્શિયલથી મુક્ત રહ્યા પછી Netflix કો-CEO રીડ હેસ્ટિંગ્સે (Netflix Co-CEO Reed Hastings) કહ્યું છે કે, વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હવે તેના સબ્સ્ક્રાઇબર બેઝને વધારવા માટે સસ્તા અને એડ-સપોર્ટેડ ટાયર (cheaper and ad-supported tiers) ઓફર કરવા માટેની તૈયારી કરી રહ્યું છે. જોકે, તેમણે ઉમેર્યું કો ઍડ-ફ્રી પ્લાન પ્લેટફોર્મ પર ચાલુ રહેશે.
Netflixને પહેલા ક્વાર્ટરમાં કંપનીને 2 લાખ સબ્સ્ક્રાઇબર્સ (Netflix subscribers)નું નુકસાન થયું છે. 2022ના પ્રથમ ક્વાર્ટરમાં તેના ગ્રોથને અસર કરતા વિવિધ પરિબળો અંગે તેમણે જણાવ્યું હતું કે, એકાઉન્ટ શેરિંગ, સ્પર્ધા અને ધીમો આર્થિક વિકાસ, વધતો ફુગાવો, જેવા મેક્રોઇકોનોમિક પરિબળો અને યુક્રેન પર રશિયાના આક્રમણ જેવી ભૌગોલિક રાજકીય ઘટનાઓ અને કોવિડ-19 થી આવી રહેલા કેટલાક વિક્ષેપ એકબીજા સાથે સંકળાયેલા હોવાથી અસર કરી રહ્યા છે.
કમર્શિયલ પર હેસ્ટિંગ્સે મંગળવારે કહ્યું કે, જેઓ નેટફ્લિક્સ વાપરે છે તેઓ જાણે છે કે હું જાહેરાતોની જટિલતાની વિરુદ્ધ અને સરળ સબ્સ્ક્રિપ્શનના પક્ષમાં હંમેશા રહ્યો છું. પરંતુ હું જેટલો આ બાબતોને માનું છું તેટલી જ ગ્રાહકોની પસંદને પણ પસંદ કરું છું. ઓછી કિંમતના પ્લાન્સ ઇચ્છતા અને એડવર્ટાઇઝિંગ ટોલરન્ટ ગ્રાહકો પણ તેમના સ્થાને યોગ્ય છે.”
જાહેરાતોનો સમાવેશ થતો હોય તેવા લોએર-ટાયર ઓપ્શનમાં કેટલાક ગ્રાહકોને સર્વિસ આપી શકાય છે અને નેટફ્લિક્સને ફંડ માટે અલગ રસ્તો મળી શકે છે. હેસ્ટિંગ્સે જણાવ્યું કે, હુલુને અનુકૂળ આવ્યું છે, ડિઝની પણ તે કરી રહ્યું છે તે એકદમ સ્પષ્ટ છે. HBO એ પણ કર્યું છે. આવું ચાલી રહ્યું હોવાની વાતમાં કોઈ શંકા નથી.
લગભગ 222 મિલિયન ચૂકવણી કરનારા ગ્રાહકો ધરાવતી કંપનીને વર્ષોથી વારંવાર પૂછવામાં આવ્યું છે કે, શું તે ક્યારેય તેના પ્લેટફોર્મ પર જાહેરાતો લાવવાનું વિચારશે? આ અંગે હંમેશા ના પાડવામાં આવી છે.
હેસ્ટિંગ્સ લાંબા સમયથી પ્લેટફોર્મ પર કમર્શિયલ અથવા અન્ય પ્રમોશન ઉમેરવાનો વિરોધ કરે છે પરંતુ, કંપનીના અર્નિંગ કૉલ દરમિયાન જણાવ્યું હતું કે ગ્રાહકોને સસ્તો વિકલ્પ ઓફર કરવામાં તે "યોગ્ય બાબત" છે.
શેરહોલ્ડર્સને લેટર
નેટફ્લિક્સે શેરહોલ્ડર્સને લેટરમાં જણાવ્યું કે, અમારો ધ્યેય ડબલ ડિજીટ આવક વૃદ્ધિને ટકાવી રાખવાનો, ઓપરેટિંગ આવકમાં વધુ ઝડપથી વધારો કરવાનો અને વધતા જતા પોઝિટિવ ફ્રી કેશ ફ્લો (એફસીએફ) પેદા કરવાનો છે. આવકની ધીમી વૃદ્ધિના આ સમયગાળા દરમિયાન ફોરેઇન એક્સચેન્જમાં કોઈ મટિરીટલ સ્વિંગ ન હોવાનું માનીને અમે અમારી નફાકારકતાને સુરક્ષિત રાખવા અને વર્તમાન સ્તરોને અનુરૂપ મિનિમમ ઓપરેટિંગ માર્જિનનું સંચાલન કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. એકવાર અમે આવક વૃદ્ધિને ફરીથી વેગ આપ્યા બાદ અમે અમારા ઓપરેટિંગ માર્જિનને સતત વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
કંપનીએ એમ પણ કહ્યું હતું કે, તે Netflix ના તમામ પાસાઓ ખાસ કરીને, તેના પ્રોગ્રામિંગ અને રેકમેન્ડેશનની ગુણવત્તામાં સુધારો કરીને તેની વ્યૂવિંગ અને રેવન્યૂ ગ્રોથને ફરીથી વેગ આપવાનું પ્લાનિંગ છે. લેટરમાં વધુમાં જણાવ્યા અનુસાર, લાંબા ગાળે અમારો મોટાભાગનો ગ્રોથ યુએસની બહારથી આવશે. યુ.એસ. એન્ટરટેઈનમેન્ટ કંપનીઓ યુ.એસ. કન્ટેન્ટ માટે ઇન્ટરનેશનલને એક્સપોર્ટ માર્કેટ તરીકે જોવે છે. પરંતુ અમે બતાવ્યું છે કે સારી સ્ટોરી ગમે ત્યાંથી હોઇ શકે છે અને બધી જગ્યાએ તેને પસંદ કરી શકે છે. અમે જેમની સાથે કામ કરી શકીએ એવા નિર્માતાઓના પૂલને સારી રીતે વિસ્તૃત કરીને અમારા પ્રોગ્રામિંગની વિવિધતા વધારીને અને સ્થાનિક ટેસ્ટને વધુ સારી રીતે સર્વિસ આપીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર