Home /News /business /

Nestle India Price hike: મેગી, નેસ્લે મિલ્ક, નેસકાફે, કિટકેટનો સ્વાદ હવે મોંઘો પડશે? જાણો શું કહ્યુ કંપનીએ

Nestle India Price hike: મેગી, નેસ્લે મિલ્ક, નેસકાફે, કિટકેટનો સ્વાદ હવે મોંઘો પડશે? જાણો શું કહ્યુ કંપનીએ

નેસ્લે ઈન્ડીયાની વસ્તુઓ મોંઘી થશે?

Nestle India Price hike : નેસ્લે ઇન્ડિયા (Nestle India) એ જણાવ્યું છે કે, અગાઉના ક્વાર્ટરમાં હાઈલાઇટ થયા મુજબ મુખ્ય કાચા અને પેકેજિંગ મટિરિયલની કિંમત 10-વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી રહી છે અને આ ક્વાર્ટરમાં ખર્ચમાં સતત વધારો થયો છે

વધુ જુઓ ...
  FMCGની ટોચની કંપની નેસ્લે ઈન્ડિયા (Nestle India Price hike)એ મુખ્ય કાચા અને પેકેજિંગ મટિરિયલ્સની કિંમત 10 વર્ષની ટોચની સપાટી (Price Hike)એ જોવા મળી રહી હોવાનું કહ્યું છે. તેમાં વધારો ચાલુ જ છે. જેના કારણે નફા (Profit) પર અસર પડી હોવાનું કંપની દ્વારા કહેવામાં આવ્યું છે.

  નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું છે કે, અગાઉના ક્વાર્ટરમાં હાઈલાઇટ થયા મુજબ મુખ્ય કાચા અને પેકેજિંગ મટિરિયલની કિંમત 10-વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી રહી છે અને આ ક્વાર્ટરમાં ખર્ચમાં સતત વધારો થયો છે. જેના કારણે કામગીરીના નફાને અસર કરી છે. ટૂંકાથી મધ્યમ ગાળામાં સતત ફુગાવો મુખ્ય પરિબળ બની શકે છે. અમે સ્કેલ, કાર્યક્ષમતા, મિક્સ અને કિંમતોની વ્યૂહરચના સાથે આ ઉથલપાથલનો સામનો કરવાની તૈયારી ધરાવીએ છીએ.

  ઉલ્લેખનિય છે કે, આ કંપની મેગી, કિટકેટ અને નેસકાફે જેવી લોકપ્રિય બ્રાન્ડની માલિકી ધરાવે છે. તેણે જણાવ્યું હતું કે, 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન નૂડલ્સમાં મજબૂત વૃદ્ધિની ગતિ ચાલુ રહી હતી. કંપની જાન્યુઆરી-ડિસેમ્બર કેલેન્ડર વર્ષને અનુસરે છે. કિટકેટ અને નેસ્લેમાં ત્રિમાસિક ગાળા દરમિયાન બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીએ વધુ જણાવ્યું હતું કે, નેસકાફે ક્લાસિક અને સનરાઇઝે બે-અંકની વૃદ્ધિ પહોંચાડી હતી. જે વપરાશની સીઝનનો લાભ લેવા માટે માંગ ઈનપુટ્સ પેદા કરીને સપોર્ટ કરે છે.

  કંપનીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, ખાદ્ય તેલ, કોફી, ઘઉં, બળતણ જેવી કી કોમોડિટીઝ માટે ખર્ચનો અંદાજ તેજી દર્શાવે છે, જ્યારે સપ્લાયના અવરોધો, વધતા ઇંધણ અને પરિવહન ખર્ચ વચ્ચે પેકેજિંગ સામગ્રીના ખર્ચમાં વધારો થતો રહે છે. વૈશ્વિક અને સ્થાનિક બંને રીતે ઇનપુટ ખર્ચમાં તેજીના વલણની અપેક્ષા છે. માંગમાં સતત વધારો અને ખેડૂતોને ફીડના ખર્ચમાં વધારા સાથે દૂધની કિંમત સ્થિર રહેવાની અપેક્ષા છે.

  નેસ્લેએ ગુરુવારે માર્ચ 2022 ક્વાર્ટરમાં રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તેનું કુલ વેચાણ રૂ. 3,951 કરોડ હતું. કંપનીની કુલ વેચાણ વૃદ્ધિ અને સ્થાનિક વેચાણ વૃદ્ધિ 9.7 ટકા અને 10.2 ટકા રહી હતી. કામગીરીમાંથી નફો વેચાણના 21 ટકા હતો.

  રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ઈંધણના મોંઘા ભાવને કારણે સેગમેન્ટમાં ઊંચા ફુગાવાના કારણે તમામ ક્ષેત્રોમાં ઈનપુટ ખર્ચ વધી રહ્યો છે. રેસ્ટોરન્ટ્સ એમ પણ કહી રહ્યા છે કે છેલ્લા ત્રણ મહિનામાં તેમની કાચા માલની કિંમતમાં 30 ટકા જેટલો વધારો થયો છે.

  ગયા મહિને, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને નેસ્લેએ ચા, કોફી, દૂધ અને નૂડલ્સ જેવા ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો હતો. HULએ બ્રુ કોફી પાઉડરના ભાવમાં 3-7 ટકાનો વધારો કર્યો; બ્રુ ગોલ્ડ કોફીના જાર ત્રણ-ચાર ટકા મોંઘા કરવામાં આવ્યા હતા અને બ્રુ ઇન્સ્ટન્ટ કોફી પાઉચ 3-6.66 ટકા વધ્યા હતા. જ્યારે તાજમહેલ ચાના ભાવમાં પણ 3.7-5.8 ટકાનો ઉછાળો આવ્યો છે.

  આ પણ વાંચોStock Recommendations: માર્કેટ ઉથલ-પાથલ વચ્ચે આ 4 સ્મોલ-કેપ સ્ટોક્સ પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો

  આ મહિનાની શરૂઆતમાં નાણાકીય નીતિ સમિતિનું નાણાકીય વર્ષ 2023 માટેનું પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ નિવેદન રજૂ કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, વૈશ્વિક પુરવઠાની અછતને કારણે ફીડ ખર્ચનું દબાણ ચાલુ રહી શકે છે, જે મરઘાં, દૂધ અને ડેરી ઉત્પાદનોન કિંમતો પર પણ અસર કરી શકે છે. ખાદ્યપદાર્થોની કિંમતો અંગે તેમણે કહ્યું કે સંભવિત રેકોર્ડ રવિ પાક અનાજ અને કઠોળના સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
  First published:

  Tags: Business news, Business news in gujarati, Price Hike

  આગામી સમાચાર