Home /News /business /

'Nestle' એ સુપ્રીમ કોર્ટમાં કબુલ્યું : ' હા, Maggi નુડલ્સમાં સીસું હતું'

'Nestle' એ સુપ્રીમ કોર્ટમાં કબુલ્યું : ' હા, Maggi નુડલ્સમાં સીસું હતું'

'નેસ્લે' એ સુપીમ કોર્ટમાં સ્વીકાર કર્યો હતો કે તેની સૌથી વધુ લોકપ્રિય એફએમસીજી પ્રોડક્ટ 'મેગી' માં સીસું હતું

'નેસ્લે' એ સુપીમ કોર્ટમાં સ્વીકાર કર્યો હતો કે તેની સૌથી વધુ લોકપ્રિય એફએમસીજી પ્રોડક્ટ 'મેગી' માં સીસું હતું

    ન્યૂઝ18 ગુજરાતી :

    વૈશ્વિક ફૂડ અને બેવેરજ કંપની 'નેસ્લે ઇન્ડિયા' (Nestle India) એ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કર્યો છે કે તેમની સૌથી લોકપ્રિય એફએમસીજી બ્રાન્ડ 'મેગી' (Maggi) માં લેડ એટલે કે સીસું હતું. કોર્ટમાં આ મામલે સુનાવણી વખતે કંપનીના વકીલોએ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

    કોર્ટમાં આ મામલા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન વકીલોની આ સ્વીકૃતિના લીધે સરકાર વિરુદ્ધ નેસ્લે વચ્ચે ચાલતી લડાઈએ વધુ જોર પકડશે.  કોર્ટમાં 'મેગી' એ સીસાના પ્રમાણને લઈને એનસીડીઆરસી દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી ઉપર સુનાવણી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, આરોગ્ય સુરક્ષાનાં માપદંડ પુરા ન કરી શકવાના લીધે ગત વર્ષે 550 ટન 'મેગી' ને નષ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારે વળતર પેટે રૂ. 640 કરોડની માંગ કરી હતી.

    સુપ્રીમના જજે 'નેસ્લે' ના વકીલને કહ્યું હતું કે, શું તેમણે લેડ (સીસા)ની હાજરી સાથેની 'મેગી' ખાવી જોઈએ ? તેમણે પહેલા જ તર્ક આપ્યો હતો કે મેગીમાં લેડની માત્રા પ્રાપ્ત જરૂરી છૂટછાટ (પરમિસિબલ લિમિટ)ની અંદર હતી અને હવે તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે, 'મેગી' માં સીસું હતું
    Published by:sanjay kachot
    First published:

    Tags: Acceptance, Business, FMCG, Lead, Nestle India, Sc

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन