16 ડિસેમ્બરથી બદલાઇ જશે બૅન્કનો નિયમ, મફતમાં મળશે આ સુવિધા

News18 Gujarati
Updated: December 7, 2019, 2:14 PM IST
16 ડિસેમ્બરથી બદલાઇ જશે બૅન્કનો નિયમ, મફતમાં મળશે આ સુવિધા
NEFT અને RTGSનો ચાર્જ સમાપ્ત

RBIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે NEFT હેઠળ ટ્રાન્ઝેક્શનની સુવિધા રજાઓ સહિત અઠવાડિયાના સાત દિવસ મળશે.

  • Share this:
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) 16 ડિસેમ્બરથી 24 કલાક માટે કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે એનઇએફટી હેઠળ ટ્રાન્ઝેક્શનની સુવિધા રજાઓ સહિત અઠવાડિયાના સાત દિવસ મળશે.

NEFT ટ્રાન્ઝેક્શન સામાન્ય દિવસોમાં સવારે 8 થી સાંજના 7 સુધી અને પહેલા અને ત્રીજા શનિવારે સવારે 8 થી બપોર 1 કલાક દરમિયાન એક કલાકના ધોરણે કરવામાં આવતું હતુ.

24 કલાક માટે નાણાં ટ્રાન્સફર કરો - રિઝર્વ બૅન્કે એક સૂચનામાં કહ્યું કે એનઇએફટી વ્યવહાર 24 કલાક સાત દિવસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્કે તમામ સભ્ય બૅન્કોને વર્તમાન ખાતામાં નિયમિત પૂરતું ભંડોળ રાખવા જણાવ્યું છે જેથી એનઇએફટી વ્યવહારોમાં કોઈ મુશ્કેલી ન આવે.કેન્દ્રીય બૅન્કે કહ્યું કે તમામ બૅન્કોને NEFT વ્યવહારોને સુવ્યવસ્થિત રીતે સુનિશ્ચિત કરવા તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવા સુચના પણ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે બૅન્કો ગ્રાહકોને એનઇએફટીમાં થયેલા ફેરફારો વિશે માહિતગાર કરી શકે છે.

NEFT અને RTGSનો ચાર્જ સમાપ્ત- રિઝર્વ બૅન્કે એનઇએફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન પરના ચાર્જને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.શું હોય છે એનઇએફટી- નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દેશની બૅન્કો દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાની એક રીત છે, એટલે કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા. આ પદ્ધતિનો લાભ લઈને સામાન્ય ગ્રાહકો અથવા કંપનીઓ તેને અન્ય શહેરની શાખા અથવા કોઇ કંપની, કોઈપણ વ્યક્તિને મોકલી શકે છે. આજે લગભગ દરેક બૅન્કે NEFT ટેકનોલોજી અપનાવી છે. આ દ્વારા પૈસા મોકલવા માટે ગ્રાહકોને તમામ પ્રકારની માહિતી મોકલવી પ
First published: December 7, 2019
વધુ વાંચો
अगली ख़बर