લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!

News18 Gujarati
Updated: March 25, 2020, 8:21 AM IST
લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!
પ્રતિકાત્મક તસવીર

જો આપને કોઈ કામ માટે રોકડની જરૂર પડે છે અને આપની પાસે રોકડ નથી તો ગભરાશો નહીં, આ બેંકો આપી રહી છે સેવા

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ને રોકવા માટે દેશભરમાં આગામી 21 દિવસો માટે લૉકડાઉન (Locked Down) કરી દેવામાં આવ્યું છે. એવા સમયે જો આપને કોઈ કામ માટે રોકડની જરૂર પડે છે અને આપની પાસે રોકડ નથી તો ગભરાશો નહીં. તમે આ સમયે રૂપિયા ઘરે બેઠા બેંકથી મંગાવી શકો છો. SBI, ICICI, Axis, Kotak જેવી અનેક બેંક ગ્રાહકો માટે આ સુવિધા આપે છે.

આ છે રૂપિયા મંગાવવાની પ્રોસેસ

ICICI બેંકની વેબસાઇટ મુજબ, ઘર પર રોકડ ડિલિવરી માટે બેંકની વેબસાઇટ પર Bank@homeservice લૉગ ઇન કરવાનું હોય છે કે કસ્ટમર કેર પર ફોન કરીને પણ સુવિધાથી જોડાઈ શકો છો. રોકડ મંગાવવા માટે સવારે 9 વાગ્યાથી બપોરે બે વાગ્યાની વચ્ચે અનુરોધ કરી શકે છે. બે કલાકની અંદર આપના જરૂરિયાતના રૂપિયા મળી જાય છે. તેના દ્વારા બે હજારથી લઈને બે લાખ રૂપિયા સુધી મંગાવી શકાય છે. તેની પર 50 રૂપિયા ચાર્જ અને તે ચાર્જ પર 18 ટકા સેવાચાર્જ જોડી લઈએ તો લગભગ 60 રૂપિયા પડે છે.

SBI ગ્રાહક 25 હજાર રૂપિયા સુધી મંગાવી શકશો

40 કરોડ ગ્રાહકોવાળી SBI પણ ડોરસ્ટેપ ડિલિવરી હેઠળ ઘરે રોકડ મંગાવો, પૈસા જમા કરાવવાની સુવિધા ગ્રાહકોને આપે છે. હાલ આ સુવિધા માત્ર સિનિયર સિટીઝનો, દિવ્યાંગો કે વિશેષ રજિસ્ટર્ડ ગ્રાહકો માટે છે. તેનો ચાર્જ 100 રૂપિયા છે. દેશની સૌથી બેંક HDFC પણ ઘરે રોકડ પૂરું પાડે છે. તેની મર્યાદા પાંચથી 25 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. તેના માટે 100થી 200 રૂપિયા ચાર્જ બેંક લે છે. કોટક, એક્સિસ અને અન્ય બેંક પણ કેટલીક શરતોની સાથે આવી સુવિધાઓ આપે છે. અનુરોધ કરવા માટે બેંકની એપનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો, ગૂગલ પે, પેટીએમ, BHIM યૂઝર્સ સાવધાન! ફોન પર આવેલા આ મેસેજ પર ક્યારેય ભરોસો ન કરોજરૂર પડતાં લોન લેવી પણ શક્ય

જો આપની પાસે બેંકમાં રકમ નથી અને તાત્કાલિક રકમની જરૂર છે તો ઇનસ્ટન્ટ લોન આપનારી તમામ ફિનટેક કંપનીઓ પણ આપની મદદરૂપ થઈ શકે છે. મનીટૈપના સીબીઓ કૃણાલ વર્માનું કહેવું છે કે કોઈ પણ ગ્રાહક માત્ર એપ દ્વારા કેવાયસી પૂરી રીતે 12થી 24 કલાકની અંદર લોન લઈ શકે છે. જોકે આ રકમ સીધી ખાતામાં આવશે. જેનો ઉપયોગ કરી ગ્રાહક ઘરે બેઠા બેંકની રોકડ મંગાવી શકો છો કે ડિજિટલ લેવડ-દેવડ કરી પોતાની જરૂરિયાત પૂરી કરી શકો છો.

આ પણ વાંચો, ખુશખબર! 1 એપ્રિલથી લાગુ થશે પેન્શનનો નવો નિયમ, ખાતામાં જમા થશે વધુ રકમ
First published: March 25, 2020, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading