નવી દિલ્હી : હવે નવું LPG કનેક્શન (LPG connection) મેળવવા માટે તમારે ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં (lpg distributor near me)નહીં જવું પડે. જો તમે એલપીજી કનેક્શન લેવા માંગતા હોય તો માત્ર એક જ કોલ કરવાનો રહેશે. ત્યારબાદ તમને ગેસ સિલિન્ડર (Gas cylinder)મળી જશે. જોકે, આ સુવિધા હવે માત્ર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પાસેથી LPG કનેક્શન લેવા પર જ મળશે. આ માટે તમારે 8454955555 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે. જો તમે ગેસ સિલિન્ડર ભરાવવા માંગતા હોય તો પણ તે જ નંબર કામ આવશે. તમારે માત્ર તમારા રજીસ્ટર્ડ નંબર પરથી 8454955555 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે.
સોમવારે IOCના ચેરમેને મિસ્ડકોલ આપીને સિલિન્ડર ભરવાની અને નવું એલપીજી કનેક્શન મેળવવાની સુવિધા શરૂ કરી છે. કંપનીએ કહ્યું કે, દેશના કોઈપણ ખૂણામાં રહેતા ગ્રાહકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ સાથે જ IOCએ દરવાજા પર જ એક સિલિન્ડર પ્લાનને બે સિલિન્ડર પ્લાનમાં બદલવાની સુવિધા પણ શરૂ કરી છે. જેમાં ગ્રાહક 14.2 કિલોનો બીજો સિલિન્ડર નથી લેવા માંગતો, તો તે માત્ર 5 કિલોનો બીજો સિલિન્ડર લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ જાન્યુઆરી 2021માં કંપનીએ માત્ર પસંદગીના શહેરોમાં મિસ્ડ કોલ પર નવું કનેક્શન આપવાની અથવા સિલિન્ડર ભરવાની સુવિધા શરૂ કરી હતી. ત્યારે હવે 9 ઓગસ્ટ, 2021થી આ સેવા દેશભરના ગ્રાહકો માટે શરૂ થઈ છે.