Home /News /business /

નિફ્ટી 10360ની પાસે, સેન્સેક્સમાં 71 પૉઇન્ટનો ઘટાડો

નિફ્ટી 10360ની પાસે, સેન્સેક્સમાં 71 પૉઇન્ટનો ઘટાડો

નિફ્ટીમાં 1.25 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 11.71 પૉઇન્ટનો ઘટાડો.

    આજે શેરબજારમાં દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી ઊંચામાં 10429.35 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 33961 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 10347.65 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 33658 સુધી નીચે ઊતરી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 33703.59 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 10360.40 પર બંધ રહ્યો હતો.

    આજે ખાનગી બેન્ક, કેપિટલ ગુડ્ઝ, રિયલ્ટીના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.75 ટકાના ઘટાડા સાથે 24874.4ના સ્તરે બંધ રહ્યો હતો, પણ આઈટી, મીડિયા, મેટલ,પીએસયુ બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં સારીએવી ખરીદી જોવા મળી હતી. નિફ્ટીનો મેટલ ઈન્ડેક્સ 1.1 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો..

    સ્મોલકેપ અને મિડકેપના શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 16149ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સ પણ 19487ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.15 ટકા ઘટીને 17831ના સ્તરે બંધ રહ્યો હતો.

    છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 71.07 પૉઇન્ટ અથવા કે 0.21 ટકાના ઘટાડા સાથે 33703.59ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી 18 પૉઇન્ટ અથવા 0.17 ટકાના ઘટાડા સાથે 10360.40ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઓરબિંદો ફાર્મા, આઈઓસી, એમએન્ડએમના શેરોના ભાવમાં 0.80-2.50 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જ્યારે એશિયન પેઇન્ટ્સ, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વેદાંતા, ઓએનજીસી, એરટેલ, એસબીઆઇ, ટીસીએસ કોલ ઈન્ડિયા, ઈન્ફ્રાટેલના શેરોના ભાવમાં 0.70-3.16 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા.

    સ્મોલકેપ શેરોમાં ઓરિયેન્ટલ વિનિયર, એસ્ટ્રા માઇક્રો, ગીતાજંલી જેમ્સ, એચઈજી અને પ્રેસ્ટિજ એસ્ટેટના શેરોના ભાવમાં 5.90-9.9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઝાયડ્સ વેલનેસ, એપ્ટેક, જિંદાલ સો, ઓરિયન પ્રો સોલ્યુશન્સના શેરોના ભાવમાં 4.81-8.93 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, બાયોકોન, અદાણી એન્ટરપ્રાઇઝીસ, ઈમામી, ટાટા ગ્લોબલ, જીઈ ટીએન્ડડી ઇન્ડિયાના શેરોના ભાવમાં 1.87-3.25 ટકાના ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઇડીબીઆઇ બેન્ક, ઇન્ડિયન બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, સન ટીવી નેટવર્ક, પેજ ઈન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 2.52-4.01 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, Nifty down, Sensex down, Share marcket

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन