Home /News /business /અદાણી ગ્રુપની એન્ટ્રી સાથે જ NDTVનો શેર રોકેટ બન્યો, તમારે શું કરવું શેર ખરીદવા-વેચવા કે હોલ્ડ કરવા?

અદાણી ગ્રુપની એન્ટ્રી સાથે જ NDTVનો શેર રોકેટ બન્યો, તમારે શું કરવું શેર ખરીદવા-વેચવા કે હોલ્ડ કરવા?

એનડીટીવીના શેરમાં 52 સપ્તાહનો હાઈ બન્યો હવે તમારે શું કરવું જોઈએ? એક્સપર્ટ્સ પાસેથી જાણો

મુંબઈની એક જાણીતી બ્રોકિંગ ફર્મના રીસર્ચ વિબાગના હેડે કહ્યું કે, 'અફવઓના આધારે ખરીદી અને પછી તેના કારણે ભાવ વધ્યા બાદ પ્રોફિટ બુકિંગ માટે દોડવાથી શેરમાં ડાઉનવર્ડ પ્રાઈસ જોવા મળશે.' કેટલાક બ્રોકિંગ હાઉસ માને છે કે અદાણી દ્વારા મૂકવામાં આવેલી ઓપન ઓફર સફળ થવાની શક્યતા ઓછી છે જ્યારે કેટલાક માને છે કે તેમણે મૂકેલી ઓફર પ્રાઈસના ભાવ ઓછા છે જે દર્શાવે છે કે અદાણી ગ્રુપે પહેલા જ રોકાણકારો સાથે સોદા પાર પાડી દીધા છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ મંગળવારે અદાણી ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તેમણે પોતાની મીડિયા કંપની મારફત NDTV મીડિયા ગ્રુપમાં 29.18 ટકાની ભાગીદારી ખરીદી છે. જે બાદ જે પ્રકારે શક્યતા જોવામાં આવતી હતી તેમ બુધવારે શેર બજાર ખૂલતા જ એનડીટીવીનો શેર ભાગ્યો હતો 20 ટકાના વધારા સાથે અપર સર્કિટ લાગી હતી. મહત્વનું છે કે અદાણી ગ્રુપે તાજેતરમાં જ પોતાની મીડિયા કંપની સ્થાપી હતી. જેના મારફત તેમણે એનડીટીવીમાં આ ભાગીદારી ખરીદી છે અને બીજા 26 ટકાની ભાગીદારી ઓપન ઓફર સાથે ખરીદવાની જાહેરાત કરી છે. એનડીટીવીના શેરમાં છેલ્લા એક વર્ષથી આ ડીલને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને એક વર્ષમાં આ શેર 393 ટકા જેટલો વધ્યો છે. હવે આ શેરમાં આગળ શું જોવા મળશે? તેમજ શેરને ખરીદવા-વેચવા કે પછી હોલ્ડ કરી રાખવા? આ અંગે Elara Securitiesના SVP રીસર્ચ એનાલિસ્ટ કરણ થોરાણીએ જણાવી સ્ટ્રેટેજી.

  ટેક્સ સેવિંગ કે ટેક્સ ફ્રી સ્કીમ્સ! જાણો તમારે રોકાણ કરવા માટે ક્યું છે ફાયદાકારક

  કરણ તોરાણીએ કહ્યું કે આ એક મોંઘું સંપાદન છે, કારણ કે તે 3.5 ગણા ભાવે થઈ રહ્યું છે. તેવામાં તમારે હવે શું કરવું જોઈએ? શેર ખરીદવા જોઈએ કે વેચી નાખવા જોઈએ કે પછી હોલ્ડ કરી રાખવા જોઈએ? વધુમાં, શું તમારી પાસેર રહેલા શેરને ઓપન ઓફરમાં ટેન્ડર કરવાનો કોઈ ફાયદો છે?

  જોકે બજારના નિષ્ણાતો હાલમાં બે કારણોસર શેરના ભાવી માર્ગ અંગે મૌન છે. એક, બહુ ઓછા એનાલિસ્ટો એનડીટીવી પર કવરેજ ધરાવે છે અને બીજું, અદાણી જૂથના શેરની અણધારી પ્રકૃતિ તેમના માટે પ્રિડિક્શન કરવાનું વધુ મુશ્કેલ બનાવે છે.  મુંબઈ સ્થિત એક અગ્રણી બ્રોકિંગ ફર્મના રિસર્ચ વિભાગના હેડે જણાવ્યું હતું કે અફવાઓ પર ખરીદી અને પછી ભાવ વધતા વેચાણની અસરને કારણે શેરને ડાઉન સાઇડ દબાણનો સામનો કરવો પડી શકે છે. તેમનું માનવું છે કે ટૂંકા ગાળાના રોકાણકારોએ હવે શેર વેચવા જોઈએ.

  તેમણે આગળ કહ્યું કે “લાંબા ગાળાના રોકાણકારો માટે, અદાણી મીડિયા ઉદ્યોગમાં મોટા પગલાં લઈ રહી છે. NDTV ઉપરાંત, જૂથે બ્લૂમબર્ગક્વિન્ટના પ્રકાશકમાં 49 ટકા હિસ્સો લીધો છે. જે આ ઈન્ડસ્ટ્રીમાં કંપનીના રોકાણ અને ભવિષ્ય પર સુમેળ લાવી શકે છે. તેથી જો લોંગ ટર્મ રોકાણકારો પાસે જોખમ લેવાની ક્ષમતા હોય તો તેઓ શેરને હોલ્ડ કરી રાખી શકે છે.” તેમણે ઉમેર્યું હતું કે જોખમ લેવા માટે ઓછી શક્તિ ધરાવતા લોકોએ તેને ટાળવું જોઈએ. તોરાણી એમ પણ માને છે કે એનડીટીવીના શેરનો ભાવ તર્કસંગત રહેશે અને વર્તમાન મૂલ્યાંકન વાજબી ન હોવાથી નીચેની તરફ જશે.

  Hot Stocks: કલ્યાણ જ્વેલર્સ સહિતના શેર્સમાં ટૂંકાગાળામાં બમ્પર કમાણીની તક, આ છે કારણો

  શું ઓપન ઓફર સફળ થશે?

  શેરબજારમાં બીજો સૌથી મોટો મૂંઝવણભર્યો પ્રશ્ન એ છે કે અદાણી ગ્રૂપે ઓપન ઓફરની કિંમત રૂ. 294 પ્રતિ શેર રાખી છે, જે રૂ. 366ના બંધ ભાવથી 20 ટકા ડિસ્કાઉન્ટ પણ છે. ઘણા માને છે કે આનાથી છૂટક રોકાણકારોને શેરના ટેન્ડર માટે પ્રોત્સાહન નહીં મળે.  "ઓફરને વધુ આકર્ષક બનાવવા માટે તેઓ તેની કિંમત વધારે રાખી શક્યા હોત," ઉપરોક્ત વિશ્લેષકે જણાવ્યું હતું. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે આ ઈશ્યુ ભાગ્યે જ સફળ થઈ શકે છે, ખાસ કરીને કંપનીના સ્થાપકો પ્રણવ રોય અને રાધિકા રોયે ટેકઓવરનો વિરોધ કર્યો છે.

  NDTVએ પોતાના રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે, "NDTV ના સ્થાપકો અને કંપની એ સ્પષ્ટતા કરવા માંગે છે કે VCPL દ્વારા રાઈટ્સની આ કવાયત NDTV ના સ્થાપકોની કોઈપણ ઇનપુટ, વાટાઘાટો અથવા સંમતિ વિના કરવામાં આવી હતી, જેમને પણ NDTVની જેમ આજે જે આ ખરીદ વેચાણ અંગે જાગૃત કરવામાં આવ્યા છે. NDTVએ તાજેતરમાં ડ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે તેના સ્થાપકોના શેરહોલ્ડિંગમાં કોઈ ફેરફાર નથી.

  PPF ખાતું ખોલીને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ અને બચત

  બંને સ્થાપકો કંપનીમાં 32.26 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રૂપે અન્ય પ્રમોટર આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના હોલ્ડિંગના 29.18 ટકાની ભાગીદારી પરોક્ષ રીતે હસ્તગત કર્યા છે.  આનો અર્થ એ થયો કે અદાણી જૂથે જાહેર રોકાણકારો પાસેના 38.55 ટકા હિસ્સામાંથી 26 ટકા હિસ્સો ખરીદવો પડશે.

  અન્ય એક બ્રોકિંગ ફર્મના રિસર્ચ વિભાગના હેડે જણાવ્યું હતું કે ઓપન ઓફરની નીચી કિંમતનો અર્થ એવો થઈ શકે છે કે અદાણી જૂથે પહેલાથી જ અન્ય રોકાણકારો સાથે સોદા કર્યા છે અને તેને વિશ્વાસ છે કે ઓપન ઓફર સફળ થશે.  NDTVમાં અન્ય મોટા જાહેર રોકાણકારો LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડ છે જે 9.75 ટકા ધરાવે છે અને વિકાસ ઇન્ડિયા EIFI ફંડ 4.42 ટકા ધરાવે છે. તેઓ સાથે મળીને 14.17% હિસ્સો ધરાવે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Adani Group, Expert opinion, Gautam Adani, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन