Budget 2018: 'ઇન્કમ ટેક્સ છૂટ સીમા વધારીને 3 લાખ રૂપિયા કરવાની છે જરૂર'

Margi | News18 Gujarati
Updated: January 31, 2018, 3:44 PM IST
Budget 2018: 'ઇન્કમ ટેક્સ છૂટ સીમા વધારીને 3 લાખ રૂપિયા કરવાની છે જરૂર'
નાણામંત્રી અરૂણ જેટલી રાજગ સરકારનું પાંચમું અને અંતિમ પૂર્ણ બજેટ પહેલી ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે રજૂ કરશે.

નાણામંત્રી અરૂણ જેટલી રાજગ સરકારનું પાંચમું અને અંતિમ પૂર્ણ બજેટ પહેલી ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે રજૂ કરશે.

  • Share this:
અમદાવાદ: સાતમા પગારપંચ બાદ વ્યક્તિગત ખર્ચ યોગ્ય આવકમાં વૃદ્ધિની સાથે આવકવેરા સીમા 50,000 રૂપિયા વધારીને 3 લાખ રૂપિયા કરવાની જરૂર છે. આ વાત SBIની એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. આ પગલાંથી
આશરે 75 લાખ લોકોને લાભ થશે.

SBIઇકોરેપ રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જો હાલનું મકાન લોન પર લેનારા માટે વ્યાજ ચુકવવાની સીમા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાંઆવે છે તો તેનાંથી 75 લાખ મકાન ખરીદારોને સીધો જ લાભ થશે. જ્યારે સરકારને તે પાછળ ફક્ત 7500 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

નાણામંત્રી અરૂણ જેટલી રાજગ સરકારનું પાંચમું અને અંતિમ પૂર્ણ બજેટ પહેલી ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે રજૂ કરશે.

રિપોર્ટ પ્રમાણે, સાતમાં પગાર પંચનાં કારણે વ્યક્તિગત ખર્ચની યોગ્ય આવક વધી છે. તેથી અમારું માનવું છે કે આ છૂટની સીમા વધારીને 3 લાખ રૂપિયા કરવી જોઇએ. આવકવેરા સીમા વધારવાથી આશરે 75 લાખ કરદાતાઓને લાભ થશે. બજેટ મારે જારી કરવામાં આવેલા આ રિપોર્ટમાં બેંકનાં બચત ખાતાને પણ પ્રોત્સાહન આપવાની વકાલત કરવામાં આવી છે.

બચતનાં પ્રોત્સાહન આપવાનાં પ્રયાસ હેઠળ સરકાર બેંકનાં બચતનાં વ્યાજ પર છૂટ આપી શકે છે. સાથે જ કર બચત વાળી મર્યાદીત જમા રાશીનો લોક ઇન પિરિયડ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવા જઇ રહી છે.SBIની રિપોર્ટ પ્રમાણે, તેમનું અનુમાન છે કે બજેટમાં કૃષિ, MSME, પાયાનો ઢાંચો તથા સસ્તા મકાન પર ભાર આપવામાં આવે.

સરકાર એવાં કેસમાં ખર્ચમાં વધારો, રાહત દરે વ્યાજ આપી શકે છે. આ ઉપરાંત સંગઠિત ક્ષેત્રમાં રોજગાર નિર્માણ વિશેના માસિક આંકડાઓ પ્રકાશિત કરવાની જરૂર છે કારણ કે આ વિશે કોઇ જ સૂચના નથી.
First published: January 31, 2018, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading