Home /News /business /

ESSARને ટેકઓવર કરશે આર્સેલર-મિત્તલ, 42,000 કરોડની ડિલ મંજૂર

ESSARને ટેકઓવર કરશે આર્સેલર-મિત્તલ, 42,000 કરોડની ડિલ મંજૂર

    ન્યૂઝ18 ગુજરાતી :

    ધ નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ, અમદાવાદે રૂ. 42,000 કરોડના ફડચામાં ગયેલી એસ્સાર સ્ટીલ લિમિટેડને ટેકઓવર કરવાના આર્સેલર-મિત્તલના સોદાને લીલીઝંડી આપી દીધી છે.

    "ધ નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ" (એનસીટીએલ) સામે ખોટ કરી રહેલી સ્ટીલ કંપની એસ્સાર સ્ટીલ લિમિટેડને ટેકઓવર કરવાનો આર્સેલર-મિત્તલ કંપનીનો પ્રસ્તાવ પડેલો હતો, જેને આ ટ્રિબ્યુનલની કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ આ છે દુનિયાની સૌથી પૈસાદાર મહિલા, રોજની કમાણી છે 982 કરોડ

    આ પૂર્વે એનસીટીએલ, અમદાવાદ દ્વારા 29 જાન્યુઆરીના રોજ એસ્સાર સ્ટીલના શેરહોલ્ડર્સ દ્વારા રજુ કરવામાં આવેલા 'ડેબ્ટ સેટલમેન્ટ' પ્રસ્તાવને ટ્રિબ્યુનલે નકારી કાઢ્યો હતો. 'ઈંસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ' નો સેક્શન-12 એ અનુસાર ઉલ્લંઘન થતું હોવાના લીધે આ પ્રસ્તાવ ઠુકરાવી દેવાયો હતો.

    એનસીટીએલ દ્વારા જણાવાયું હતું કે એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગ દ્વારા રૂ.54,389 કરોડની ઓફર મુકવામાં આવી હતી, જે આર્સેલર-મિત્તલના રૂ.42,000 કરોડના બીડની સામે ઘણી વધારે હતી. આ ઓફર સેક્શન-12એ સ્વીકારી ન શકાય તેવી અને નિયમોના ઉલ્લંઘનરૂપ હતી.

    એસ્સાર સ્ટીલ હોલ્ડિંગ્સના માલિકો રુઇયા ભાઈઓ દ્વારા આર્સેલર-મિત્તલ કરતા ઊંચો ભાવ રજુ કરવા છતાં બેન્કોએ તેમનો પ્રસ્તાવ ઠુકરાવીને આર્સેલર-મિત્તલની બીડને મંજુર રાખી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Arcelor Mittal deal, Debt ridden Essar, National Company Law Tribunal, NCLT, એસ્સાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन