નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે જેટ એયરવેઝ માટે કાલરૉક કેપિટલ અને મુરારી લાલ જલાન (Kalrock-Jalan consortium)ના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. સફળ બોલીદાતાઓને 90 દિવસની અંદર સંબંધિત અધિકારીઓ પાસેથી આવશ્યક મંજૂરી લેવાનું કહેવામાં આવ્યું છે.
ન્યાયિક સભ્ય જનાબ મોહમ્મદ અજમલ અને વી નલસેનપતિની અધ્યક્ષતાની પીઠે સફળ સમાધાન અરજીકર્તા, ઋણદાતાઓ, DCGA અને સહિત તમામ પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
કલરૉક કેપિટલ અને મુરારી લાલ જલાનના કંસોર્ટિયમની બોલીને લેણદારોની સમિતિએ ગયા વર્ષે ઓક્ટોબરમાં મંજૂરી આપી હતી. આ બંનેને એરલાઈન ચલાવવાનો કોઈ જ અનુભવ નથી. કલરૉક યૂકે સ્થિત એસેટ મેનેજમેન્ટ કંપની છે, મુરારી લાલ જલાન એક ઉદ્યમી છે, જે યૂએઈથી બહાર છે. સમાધાન યોજના અનુસાર, સફળ બોલીદાતાઓ દ્વારા કંપનીના પુનરુદ્ધાર માટે કુલ રોકડ રૂ. 1,375 કરોડનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
પુનરુદ્ધાર યોજના (revival plan)માં NCLT દ્વારા પ્લાનના અપ્રુવલના છ મહિનાની અંદર 30 વિમાનોની સાથે પરિચાલન શરૂ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
સ્લોટ માંગવા માટે જેટ એરવેઝ ઈતિહાસનો હવાલો નહીં આપી શકે
કંપનીનું કામકાજ બંધ થયા બાદ તેનો સ્લોટ અન્ય એયરલાઈન્સને આપવામાં આવ્યા હતા. bankruptcy courtમાં હાલમાં દાખલ કરવામાં આવેલ સોગંદનામામાં MCA અને DGCAએ કહ્યું હતું કે સ્લોટ માંગવા માટે જેટ એયરવેઝના ઈતિહાસનો હવાલો આપી નહીં શકે. સરકાર અને DGCAએ કહ્યું હતું કે નિર્ધારિત નિયમ અને ગાઈડલાઈન અનુસાર સ્લોટ લેવામાં આવશે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંદાજે 30 એરપોર્ટે Kalrock-Jalan consortiumના જેટ એયરવેઝ માટે 170 કપલ સ્લોટની ઉપલબ્ધતાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
નવા એયરક્રાફ્ટ માટે એયરબસ અને બોઈંગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે
બિઝનેસ ચેનલ CNBC -TV18 અનુસાર એરલાઈન કંપની નવા એયરક્રાફ્ટ માટે બોઈંગ અને એયરબસ જેવી મોટી કંપનીઓ સાથે વતાચીત કરી રહી છે. તમામ 11 એયરક્રાફ્ટને ફ્લીટથી રિટાયર કરવાની જેટ એયરવેઝની યોજના છે. તેની જગ્યાએ નવા ફ્યુઅલ ક્ષમતાવાળા એયરક્રાફ્ટને લીઝ પર લેવાની તૈયારી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર