ઝુનઝુનવાલાના રોકાણવાળો આ શેર 10.5 ટકાના ઉછાળા સાથે રુ.700ને પાર, શું ફરી રુ.1000ને પાર જશે?
ઝુનઝુનવાલાના રોકાણવાળો આ શેર 10.5 ટકાના ઉછાળા સાથે રુ.700ને પાર, શું ફરી રુ.1000ને પાર જશે?
રાકેઝ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં રહેલા આ શેરમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે.
Nazara Technologies Share Price: શેરબજારના બીગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ ધરાવતા Nazara Technologiesનો શેરે ગઈકાલે એક જ દિવસમાં 10.5 ટકાના વધારા સાથે રુ. 700ની સપાટી પાર કરી છે. મહત્વનું છે કે ફેબ્રુરમારીમાં એ શેર રુ. 1000ના સ્તરથી ઉપર હતો જે બાદ તેમાં કરેક્શન આવતા જૂન મહિનામાં 524ના સ્તરને સ્પર્શી આવ્યો હતો.
મુંબઈઃ નાઝરા ટેક્નોલોજી (Nazara Technologies Share Price)ના શેરમાં ફરી એકવાર મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને ગઈકાલે એક જ દિવસના કારોબારમાં આ શેરમાં 10.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. શેરબજારના બીગબુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોમાં રહેલો આ શેર ગઈકાલે 702.60 રુપિયાના સ્તરે બંધ થયો હતો. જે તેના માટે 6 મે પછીનો સૌથી હાઈએસ્ટ બંધ ભાવ છે. ગઈકાલે આ સ્ટોકે ડેઈલી ચાર્ટ પર ભારે વોલ્યુમ સાથે ટ્રેડ થઈને સતત બીજા દિવસે બુલિશ કેન્ડલ બનાવી હતી. ગત કારોબારી સત્રથી જ આ શેરમાં લોન્ડ ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેંડ લાઈન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું હતું અને ત્યારથી જ આ સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. મહત્વનું છે કે ગત વર્ષે આ જ સમયગાળામાં શેરમાં તેજી આવી હતી અને શેર 3 ઓગસ્ટ 2021ના તેની કિંમત રુ. 947.10 ના સ્તરથી વધીને 11 ઓક્ટોબર 2021 સુધીમાં રુ. 1600ના સ્તરને પાર થયો હતો. આમ 3 મહિનામાં જ શેરમાં 600 રુપિયાનો વધારો જોવા મળ્યો હતો. ત્યારે હવે શું ફરી આવી તેજી જોવા મળશે કે કેમ? આવો જાણીએ 5paisa.comના રુચિત જૈન પાસેથી.
રુચિત જૈનનું કહેવું છે કે આ સ્ટોકમાં ઓક્ટોબર 2021ના સ્તરથી પણ ભારે કરેક્શન જોવા મળ્યું છે. બ્રોડર માર્કેટમાં આવેલા ઘટાડાનો શિકાર આ સ્ટોક પણ થયો છે. જોકે પાછલા કેટલાક સત્રોમાં આ સ્ટોકમાં ફરી ખરીદારી જોવા મળી છે, જેના કારણે આ સ્ટોકમાં તેજી પરત આવી છે. એટલું જ નહીં આ પુલબેક મૂવને ભારી વોલ્યુમનો પણ સપોર્ટ મળી રહ્યો છે જે આ સ્ટોક માટે એક સારો સંકેત છે. જોકે જ્યાં સુધી આ સ્ટોક પોતાના મહત્વના નજીકના સમયગાળાના અવરોધ સ્તરને પાર નથી કરતો ત્યાં સુધી આ તેજીને પુલબેક જ સમજવામાં આવશે. શોર્ટ ટર્મમાં આ પુલબેક સ્ટોકને તેના '200-ડે ઈએમએ' (Exponential Moving Average) ની તરફ લઈ જઈ શકે છે જે 800 રુપિયાની આસપાસ છે.
જો આ સ્ટોકમાં કોઈ ઘટાડો આવે છે તો નીચેની તરફ 645 રુપિાયની આસપાસ તેનો પહેલો સપોર્ટ છે જ્યારે તેનાથી નીચે 600 રુપિયાની આસપાસ તેનો બીજો સપોર્ટ છે. તેવામાં આ સ્ટોકમાં 800 રુપિયાના લક્ષ્ય સાથે 645-600 રુપિયાના સ્ટોપલોસ સાથે ખરીદદારી કરી શકાય છે.
આ સ્ટોકની ચાલ પર નજર નાખીએ તો સવારે 10.17ની આસપાસ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર નાઝરા ટેક્નોલોજીનો શેર 16.75 રુપિયા એટલે કે 2.38 ટકાના ઘટાડા સાથે 686.15 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આ સ્ટોકનો આજના દિવસનો હાઈ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં 695.95 રુપિયા છે, જ્યારે નીચલો ભાવ 671.00 રુપિયા છે. જ્યારે સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 1678.00 રુપિયા છે અને 52 સપ્તાહનો લો 475.00 રુપિયા છે. વર્તમાનમાં સ્ટોકનું વોલ્યુમ 1,486,046 શેર છે. કંપનીનું માર્કેટ કેપ 4,507 કરોડ રુપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર