Home /News /business /

Tech Stock: રાકેશ ઝુનઝુનવાલાના સ્ટૉકમાં મ્યુચ્યુઅલ ફંડો અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે વધાર્યો હિસ્સો, શું તમારી પાસે છે?

Tech Stock: રાકેશ ઝુનઝુનવાલાના સ્ટૉકમાં મ્યુચ્યુઅલ ફંડો અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે વધાર્યો હિસ્સો, શું તમારી પાસે છે?

ભારતીય શેર બજાર

Rakesh Jhunjhunwala portfolio: નઝારા ટેક્નોલોજિસની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 32,94,310 શેર હતા. આ પહેલાના ક્વાર્ટર દરમિયાન પણ તેમની પાસે આટલા જ શેર હતા.

    મુંબઈ. Rakesh Jhunjhunwala portfolio: દિગ્ગજ રોકાણકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને અનેક લોકો અનુસરતા હોય છે. ડિસેમ્બર ક્વાર્ટરની વાત કરીએ તો બિગ બુલે નઝારા ટેક્નોલોજિસ (Nazara Technologies)માં પોતાના હિસ્સામાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, આ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડો અને FPI (Foreign Portfolio Investors) તરફથી આ ગેમિંગ કંપનીના સ્ટૉકમાં રોકાણ વધારવામાં આવ્યું છે. નઝારા ટેક્નોલોજિસની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 32,94,310 શેર હતા. આ પહેલાના ક્વાર્ટર દરમિયાન પણ તેમની પાસે આટલા જ શેર હતા.

    મ્યુચ્યુઅલ ફંડોએ વધાર્યો હિસ્સો

    શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે મ્યુચ્યુઅફ ફંડોએ નઝારા ટેક્નોલોજિસના શેરમાં પોતાનો હિસ્સો 4.02 ટકાથી વધારીને 4.07 ટકા કર્યો છે. જ્યારે FPI તરફથી હિસ્સો 8.29 ટકાથી વધારીને 11.10 ટકા કરવામાં આવ્યો છે.

    રાકેશ ઝુનઝુનવાલાનો હિસ્સો (Rakesh Jhunjhunwala stake n Nazara Technologies)

    ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક દરમિયાન બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પાસે નઝારા ટેક્નોલોજિસના 32,94,310 શેર હતા. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન પણ બિગ બુલ પાસે કંપનીના આટલા જ શેર હતા. આથી એવું કહી શકાય કે રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં પોતાનો હિસ્સો વધાર્યો કે ઘટાડ્યો નથી.

    મ્યુચ્યુઅલ ફંડો અને FPI એ હિસ્સો વધાર્યો

    ડિસેમ્બર ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે નઝારા ટેક્નોલોજિસમાં મ્યુચ્યુઅલ ફંડો 13,26,896 શેર અથવા 4.07 ટકો હિસ્સો ધરાવતા હતા. આ પહેલાના ક્વાર્ટરમાં દરમિયાન મ્યુચ્યુઅલ ફંડો આ કંપનીના 12,24,779 શેર અથવા 4.02 ટકા હિસ્સો ધરાવતા હતા.

    મ્યુચ્યુઅલ ફંડોની જેમ FPI ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નઝારા ટેક્નોલોજિસના 36,21,018 શેર અથવા 11.10 ટકા હિસ્સો ધરાવતા હતા. આ પહેલાના ક્વાર્ટરમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ નઝારા ટેક્નોલોજિસના 25,24,926 શેર અથવા 8.29 ટકા હિસ્સો ધરાવતા હતા.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala: ભારતના 'વોરન બફેટે' ડિસેમ્બર ત્રિમાસિકમાં આ ચાર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે આ કંપનીના શેર?

    નઝારા ટેક્નોલોજિસના શેરની કિંમત

    ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નઝારા ટેક્નોલોજિસે રોકાણકારોને ઝીરો રિટર્ન આપ્યું છે. શેરની કિંમત ઘટીને 2,292 રૂપિયાથી (30 સપ્ટેમ્બર, 2021) ઘટીને 2289 રૂપિયા (31 ડિસેમ્બર, 2021) સુધી પહોંચી ગઈ હતી. શુક્રવારે આ શેર 52 અઠવાડિયાની ઊંચી સપાટીથી આશરે 25 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આ શેર હાલ તેના 52 વીક લૉથી આશરે 75 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. 8 ઓક્ટોબર, 2021ના રોજ નઝારા ટેક્નોલોજિસનો શેર 3122.55 રૂપિયા (NSE)ની સપાટી પર પહોંચ્યો હતો.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Mutual funds, Rakesh jhunjhunwala, Share market

    આગામી સમાચાર