Nazara tech IPO: રોકાણકારો થયા માલામાલ, 79% પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયો શેર

Nazara tech IPO: રોકાણકારો થયા માલામાલ, 79% પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયો શેર
પ્રતિકાત્મક તસવીર

આ કંપનીમાં બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ પણ રોકાણ કરેલું છે. જેના કારણે આ શેર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. પરિણામે રોકાણકારોએ આ ઈશ્યુને 176 ગણો સબસ્ક્રાઇબ કર્યો હતો

  • Share this:
    આજે ગેમિંગ અને સ્પોર્ટ્સ મીડિયા પ્લેટફોર્મ નઝારા ટેક્નોલોજીના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. તમને જણાવી દઈએ કે BSE અને NSE પર કંપનીના શેરનું 79% પ્રિમીયમ સાથે 1971ના ભાવે લિસ્ટિંગ થયું છે. જોકે, નઝારા ટેકનો પ્રાઇસ બેન્ડ 1100-1101 રૂપિયા નક્કી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે 17થી 19 માર્ચ દરમિયાન ખુલેલા આ IPOથી કંપનીએ 583 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

    આ કંપનીમાં બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ પણ રોકાણ કરેલું છે. જેના કારણે આ શેર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. પરિણામે રોકાણકારોએ આ ઈશ્યુને 176 ગણો સબસ્ક્રાઇબ કર્યો હતો. આ ઈશ્યુની લોટ સાઈઝ 13 શેરની હતી, જે મુજબ આ IPOમાં ઓછામાં ઓછા 14313 રૂપિયા લગાવવાના હતા.



    જાણો, રાકેશ ઝુનઝુનવાળાનો ભાગ કેટલો છે?

    નઝારા ટેકમાં સપ્ટેમ્બર 2020 ત્રિમાસિક સુધીમાંરાકેશ ઝુનઝુનવાલાની હિસ્સેદારી 11.51 ટકા છે. ઉલ્લેખનીય છે કે, કંપની ભારત સહીત આફ્રિકા અને નોર્થ અમેરિકામાં પણ પોતાનો કારોબાર ધરાવે છે.

    આ પણ વાંચો - જો તમારી પાસે 1, 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો તમે બનશો લખપતિ! મળશે રૂ. 25 લાખ, બસ કરો કામ

    જાણો, કંપનીના કારોબાર વિશે

    Nazara tech ડાઇવર્સીફાઈડ ગેમિંગ અને સ્પોર્ટ્સ મીડિયા પ્લેટફોર્મ છે. આ કંપની ભારત, આફ્રિકા અને નોર્થ અમેરિકા જેવા ઘણા દેશોમાં પોતાનો કારોબાર ધરાવે છે. આ કંપની વલ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપ, છોટા ભીમ, મોટું પતલુ સિરીઝ ગેમ્સ માટે જાણીતી છે. મહત્વનું છે કે તેની સબ્સિડરી કંપની નોડવિન ગેમિંગ સમગ્ર દેશમાં તમામ ગેમિંગ ઈવેન્ટ્સનું આયોજન પણ કરે છે.

    આ પણ વાંચો - અબજોપતિ છે આ કલાકારો, આ સ્ટાર્સની કમાણીના આંકડા જોઈ આંખો ખુલ્લી રહી જશે

    મહત્વનું છે કે, આ કંપની ભારત, આફ્રિકા, નોર્થ અમેરિકા, મિડલ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ સહિતના 60થી વધુ દેશોમાં પોતાનો બિઝનેસ ચલાવે છે. આ કંપનીની સ્થાપના વર્ષ 2000માં Nitish Mittersainએ કરી હતી. તેઓ પ્રસિદ્ધ ગેમર છે. આ કંપનીએ વિશ્વમાં પોતાનું એક આગવું નેટવર્ક બનાવ્યું છે.
    Published by:News18 Gujarati
    First published:March 30, 2021, 18:34 IST

    ટૉપ ન્યૂઝ