Home /News /business /Nazara Tech: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં રોકાણ કરવું, હોલ્ડ કરવું કે બહાર નીકળી જવું?
Nazara Tech: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં રોકાણ કરવું, હોલ્ડ કરવું કે બહાર નીકળી જવું?
રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)
નઝારા ટેકમાં તેજીની આશા રાખી રહેલા બ્રેકરોજ ફર્મમાં હવે પ્રભુદાસ લીલાધર પણ સામેલ થઈ ચૂકી છે. પ્રભુદાસ લીલાધર તરફથી Nazara Techને Buy રેટિંગ આપવામાં આવ્યું છે.
મુંબઈ: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી (Rakesh Jhunjhunwala portfolio) ગેમિંગ કંપની નઝારા ટેક્નોલૉજીસ (Nazara Tech)નું ખૂબ શાનદાર લિસ્ટિંગ થયું હતું. જોકે, છેલ્લા પાંચ મહિનામાં કંપનીનું પ્રદર્શન બહું સારું નથી રહ્યું. ET પ્રમાણે અમુક બ્રોકરેજ પેઢીઓએ Nazara Techના શેરનું કવરેજ શરૂ કર્યું છે, જેના પગલે તે બુલિશ (Bullish) બની રહ્યો છે. ટેક્નિકલ ચાર્ટ પર પણ Nazara Tech મજબૂત નજરે પડી રહી છે. રાકેશ ઝુનઝુનવાલા આ કંંપનીમાં આશરે 10.80% ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Nazara Technologies) ધરાવે છે.
નઝારા ટેકમાં તેજીની આશા રાખી રહેલા બ્રેકરોજ ફર્મમાં હવે પ્રભુદાસ લીલાધર પણ સામેલ થઈ ચૂકી છે. પ્રભુદાસ લીલાધર તરફથી Nazara Techને Buy રેટિંગ આપવામાં આવ્યું છે. કુલ પાંચ બ્રોકરેજ ફર્મમાંથી ચારે Nazara Techના શેરની ખરીદીની સલાહ આપી છે, જ્યારે એક તરફથી વેચવાની સલાહ આપવામાં આવી છે.
Nazara Tech શેર ટાર્ગેટ
ફન્ડામેન્ટલ નિષ્ણાતોના કહેવા પ્રમાણે નઝારા ટેકના શેરનો ટાર્ગેટ 2150 રૂપિયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ શેર મજબૂત લેવલથી 17% સુધી ઉપર જઈ શકે છે.
ટેક્નિકલ ચાર્ટ પર Nazaa Techનો ચાર્ટ જોઈએ તો માલુમ પડે છે કે શેરમાં તેજીની આશા છે. આ શેર 2500 રૂપિયા સુધી જઈ શકે છે. બ્રેકઆઉટના આધાર પર નિષ્ણાતો વર્તમાન લેવલથી ભાવમાં 36% તેજી આવશે તેવી આશા રાખી રહ્યા છે. શુક્રવારે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ Nazara Techનો શેર 1.19% ઘટીને 1816.80 રૂપિયા પર બંધ રહ્યો હતો. જે કંપનીના ઇશ્યૂ ભાવથી 67% ઉપર છે. જોકે, શુક્રવારે બંધ ભાવ લિસ્ટિંગ ભાવથી 7% નીચે છે.
Nazara Tech તરફથી ગત અઠવાડિયે OpenPlayના અધિગ્રહણની જાહેરાત કરી હતી. કંપની રિયલ-મની ગેમિંગ સેગમેન્ટમાં દબદબો બનાવવાનો પ્રયાસ કરશે. હાલ નઝારા ટેકની વાર્ષિક આવકમાં રિયલ મની ગેમનો ફક્ત 2% હિસ્સો છે.
દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોમાં સામેલ Fortis Healthcareનો સ્ટૉક 1 સપ્ટેમ્બરના રોજ 6.60% તૂટી ગયો છે. પ્રૉફિટ બુકિંગને કારણે Fortis Healthcareના શેરમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તાજેતરમાં આવેલી રેલીમાં Fortis Healthcareના શેરમાં 13%નો ઉછાળો જોવા મળ્યો છે. આથી બજાર નિષ્ણાતો કહી રહ્યા છે કે જો આ શેરનો ભાવ ઘટે છે તો તેમાં રોકાણ કરવું જોઈએ. Fortis Healthcareના શેરમાં ટૂંકા ગાળામાં 330 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, આ સાથે 270 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવાની સલાહ આપવામાં આવી છે. બીજી સપ્ટેમ્બરના રોજ બપોરે 1.10 વાગ્યે Fortis Healthcareનો શેર 2.25% નીચે 278 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર