Home /News /business /

દેશની બીજી સૌથી ધનિક મહિલા બની ફાલ્ગુની નાયર, 57 હજાર કરોડનું સામ્રાજ્ય

દેશની બીજી સૌથી ધનિક મહિલા બની ફાલ્ગુની નાયર, 57 હજાર કરોડનું સામ્રાજ્ય

દેશની બીજી સૌથી ધનિક મહિલા બની ફાલ્ગુની નાયર

Nykaaનો IPO વર્ષ 2020માં આવ્યો હતો. આ પ્રથમ ઈન્ડિયન યૂનિકોર્ન છે, જે કોઈ મહિલા દ્વારા ચાલી રહી છે. Nykaaના લિસ્ટીંગથી નાયરની સંપત્તિમાં 963%નો વધારો થયો છે.

    દિલ્હી: Nykaaની બોસ ફાલ્ગુની નાયર ખુદની મહેનતથી ભારતની બીજી સૌથી અમીર મહિલા બની ગઈ છે. તેમણે બાયોકોનની ફાઉન્ડર અને CEO કિરણ મજૂમદારના શોને પાછળ છોડી દીધા છે. Kotak Private Banking Hurun Leading Wealthy Women List 2021 અનુસાર નાયકાની ફાલ્ગુની નાયર (Falguni Nayar)ની કુલ સંપત્તિ રૂ. 57,520 કરોડ છે. Nykaaના લિસ્ટીંગથી નાયરની સંપત્તિમાં 963%નો વધારો થયો છે.

    ફાલ્ગુની નાયર ભારતની બીજા નંબરની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા છે. જ્યારે દુનિયામાં 10મા નબર પર છે. Nykaaનો IPO વર્ષ 2020માં આવ્યો હતો. આ પ્રથમ ઈન્ડિયન યૂનિકોર્ન છે, જે કોઈ મહિલા દ્વારા ચાલી રહી છે.

    HCL Techની રોશની નાદર નંબર વન

    HCL Techની ચેયરપર્સન રોશની નાદર મલ્હોત્રા રૂ. 84,330 કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી અમીર મહિલા બની ગઈ છે. ‘કોટક પ્રાઈવેટ બેન્કિંગ હુરૂન- લીડિંગ વેલ્થી વુમન લિસ્ટ’ના ત્રીજા એડિશન અનુસાર નાદર સતત બીજા વર્ષે સૌથી અમીર મહિલા બની છે. આ લિસ્ટ 31 ડિસેમ્બર, 2021 સુધી મહિલાઓની નેટવર્થના આધાર પર બનાવવામાં આવ્યું છે.

    રિપોર્ટ અનુસાર, નાયકાની ફાલ્ગુની નાયરે રૂ. 57,520 કરોડની સંપત્તિ સાથે બાયોકોનની કિરણ મજૂમદારના શોને પાછળ છોડીને ભારતની બીજા નંબરની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બની ગઈ છે.

    પ્રેસ રિલીઝ અનુસાર, રિપોર્ટ 2021ના એડિશનમાં ભારતની એ મહિલાઓ પર ભાર મુકવામાં આવ્યો છે, જેમણે કોર્પોરેટ વર્લ્ડની ઊંચાઈઓમાં ખુદને સ્થાપિત કરી છે. આ લિસ્ટમાં 25 નવા ચહેરાઓએ જગ્યા બનાવી છે, જે માટે રૂ. 300 કરોડનું કટઓફ નક્કી કરવામાં આવ્યું હતું. આ મર્યાદા વર્ષ 2020માં રૂ. 100 કરોડ હતી.

    લિસ્ટમાં શામેલ અમીર મહિલાઓની સરેરાશ સંપત્તિ રૂ. 4,170 કરોડ

    રિપોર્ટની અન્ય વિશેષતા છે કે, વર્ષ 2021માં મહિલાઓની સરેરાશ સંપત્તિ વધીને રૂ. 4,170 કરોડ થઈ ગઈ છે. અગાઉના એડિશનમાં આ આંકડો રૂ. 2,725 કરોડ હતો. ઉપરાંત જેટસેટગોની 33 વર્ષીય કનિકા ટેકરીવાલ લિસ્ટમાં સૌથી યુવા સેલ્ફ મેડ વુમન રહી છે. આ 20 મહિલાઓમાં 9 મહિલાઓની ઉંમર 40થી પણ ઓછી હતી.

    આ છે ભારતની ટોપ-10 અમીર મહિલાઓ





































































    રેન્કનામકંપનીસંપત્તિ
    1રોશની નડાર મલ્હોત્રાHCLરૂ.84,330 કરોડ
    2ફાલ્ગુની નાયરનાયકારૂ.57,520 કરોડ
    3કિરણ મજૂમદાર શોબાયોકોનરૂ.29,030 કરોડ
    4નિલિમા મોટાપર્તીDivi's Laboratoriesરૂ.28,180 કરોડ
    5રાધા વેમ્બુZohoરૂ.26,260 કરોડ
    6લીના ગાંધી તિવારીUSVરૂ.24,280 કરોડ
    7અનુ આગા અને મહેર પુદુમ્જીThermaxરૂ.14,530 કરોડ
    8નેહા નારખેડેConfluentરૂ.13,380 કરોડ
    9વંદના લાલDr Lal PathLabsરૂ.6,810 કરોડ
    10રેણુ મુંજાલHero FinCorpરૂ.6,620 કરોડ



    આ લિસ્ટમાં ફાર્મા અને હેલ્થકેર સેક્ટરનો દબદબો

    સેક્ટરની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં 12 મહિલાઓ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાંથી હતી. ત્યારબાદ 11 મહિલાઓ હેલ્થકેર સેક્ટરમાંથી અને 9 મહિલાઓ કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રમાંથી હતી.

    કોટક મહિન્દ્રા બેન્કના CEO ઓશ્રય દાસે જણાવ્યું કે, ‘તમામ મહિલાની સફર વિશેષ છે. પ્રતિબદ્ધતા અને સફળતા પ્રત્યે ઝનૂન હોવું તે આ તમામ મહિલાઓમાં સામાન્ય વાત છે. વર્ષોથી આ ભારતીય મહિલાઓ પોતાના જ્ઞાન, એક્સીલેન્સ ઝનૂનની મદદથી પોતાની સફળતાના રસ્તા તૈયાર કરે છે.’

    લોકેશનના આધાર પર વાત કરવામાં આવે તો 25 મહિલાઓ સાથે દિલ્હી NCR મુંબઈને પછાડીને આગળ વધી ગયું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Business news, Indian women, Richest Indian

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन