દિવાળી પહેલા Gold-Silver ખરીદવું વધારે સસ્તું થયું, ફટાફટ જાણી લો અમદાવાદમાં સોના-ચાંદીના નવા ભાવ

News18 Gujarati
Updated: October 26, 2020, 6:25 PM IST
દિવાળી પહેલા Gold-Silver ખરીદવું વધારે સસ્તું થયું, ફટાફટ જાણી લો અમદાવાદમાં સોના-ચાંદીના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

હવે નજર અમેરિકાના રાહત પેકેજ ઉપર ટકેલી છે. વૈશ્વિક અનિશ્ચતતાના પગલે ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી હતી.

  • Share this:
અમદાવાદઃ અમેરિકી ડોલરમાં  (American dollar) આવેલી મજબૂતીના કારણે આંતરરાષ્ટ્રી સ્તર ઉપર સોનાની કિંમતોમાંઘટાડો આવ્યો છે. કોમેક્સ ઉપર સોનાના ભાવમાં ઘટાડો 2 સપ્તાહના નિચલા સ્તરે આવી ગયો છે. જેના કારણે આજે ઘરેલું બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી માર્કેટમાં સોમવારે 10 ગ્રામ સોનના ભાવમાં (Gold Rate Today) ઘટાડો થઈને 51,000 રૂપિયા સ્તર ઉપર આવી ગયો હતો. જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 753 રૂપિયાનો (Silver Rate Today)ઘટાડો નોંધાયો છે. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) બંને કિંમતી ધાતુઓમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં આજે પણ ભાવો સ્થિર રહ્યા હતા.

વેપારીઓનું કહેવું છે કે હવે નજરો અમેરિકાના રાહત પેકેજ ઉપર ટકેલી છે. યુએસ હાઉસના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું કે ત્રણ નવેમ્બરે થનારા ચૂંટણી પહેલા એક તરફ કોરોના વાયરસ આર્થિક પેકેજ આપી રહી છે ત્યારે દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા ગોલ્ડ ઈટીએપમાં એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિગ શુક્રવારે 0.14 ટકા ઘટીને 1,263.80 ટન રહ્યું હતું.

અમદાવાદ ચાંદીનો ભાવ

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 26th october 2020) આજે સોમવારે સપ્તાહના છેલ્લા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ સ્થિર રહી હતી. શનિવારે પણ ચાંદીની કિંમતોમાં કોઈ ફેરફારન નોંધાયો નહતો. શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાના ભાવે પહોંચી હતી.

આ પણ વાંચોઃ-માવતર લજવાયુંઃ પૈસા માટે માતાએ સગિર પુત્રીના કરાવ્યા ત્રીજીવાર લગ્ન, રૂ.80,000માં કર્યો સોદો

અમદાવાદ સોનાનો ભાવઆ ઉપરાંત આજે સોમવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 26th october 2020) પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના લેવલે સ્થિર રહ્યું હતું. શનિવારે સોનાના ભાવમાં પમ કોઈ ફેરફાર નોંધાયો ન હતો. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનામાં 100 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે

દિલ્હીમાં સોનાનો ભાવ
સોમવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 59 રૂપિયાનો ઘટાડો થયો હતો. આમ દિલ્હીમાં સોનાના નવા ભાવ 51,034 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ પહેલાના કારોબારી શત્રમાં સોનાના ભાવ 51,093 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ નોકરો રાખતા માલિકો ચેતજો! આંજણા ફાર્મમાં આવેલા ખાતામાંથી ત્રણ નોકરોએ લાખોની મતાની કરી ચોરી

દિલ્હીમાં ચાંદીનો ભાવ
દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સોમવારે ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 51,093 રૂપિયા થયો હતો. આ પહેલા 61,761 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો.આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીના ભાવ
વૈશ્વિક બજારમાં સોનાના નવા ભાવ 1901 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. જ્યારે ગ્લોબલ માર્કેટમાં પ્રતિ ઔંસ ચાંદીનો ભાવ 24.26 ડોલરના સ્તરે રહ્યો હતો.
Published by: ankit patel
First published: October 26, 2020, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading