Gold-Silverની કિંમતોમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો અમદાવાદમાં આજના નવા ભાવ

News18 Gujarati
Updated: October 22, 2020, 5:56 PM IST
Gold-Silverની કિંમતોમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો અમદાવાદમાં આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક અનિશ્ચતતાના પગલે ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી હતી.

  • Share this:
અમદાવાદઃ એક દિવસની તેજી બાદ આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક અનિશ્ચતતાના પગલે ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Silver Price today) ઘટાડાની અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી હતી.

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સોના-ચાંદીના ભાવમાં (Gold Price today) ઘટાડો નોંધાયો હતો. મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે દેશમાં 2019માં ચાંદીની કુલ માંગ 5,598 ટન હતી. જ્યારે 2020માં 1,468 ટન ચાંદીની આયાત થી છે. અચાનક ચાંદીની આયાતમાં થયેલા ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે.

અમદાવાદ ચાંદીનો ભાવ

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 22th october 2020) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ચાંદી ચોરસા 63,000 રૂપિયા અને ચાંદી રૂપું 63,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જ્યારે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો થતાં ચાંદી ચોરસા 63,500 અને ચાંદી રૂપું 63,300 રૂપિયાના પહોંચી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરો સાવધાન! પોલીસે બનાવી 70 માથાભારે વ્યાજખોરોની યાદી, થશે કડક કાર્યવાહી

અમદાવાદ સોનાનો ભાવઆ ઉપરાંત આજે અમદાવાદમાં (Gold Price Today, 22th October 2020) આ ઉપરાંત આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! 'તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે વિધિ કરવી પડશે', પરિણીતા પાસેથી રૂ.70 હજાની મતા લઈ કિન્નરો ફરાર

આ પણ વાંચોઃ-બેંકમાં ઘૂસ્યા હથિયારબંદ પાંચ લૂંટારું, લૂંટની આખી ઘટના cctvમાં કેદ, જુઓ live video

જોકે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,800 રૂપિયાના ભાવે રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં હોલમાર્ક દાગીનાના ભાવમાં પણ 100 રૂપિયાનો નજીવો ઘટાડો થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 51,840 રૂપિયા થયો હતો.





300 ટન ચાંદીનો સ્ક્રેપ દર મહિને બજારમાં આવી રહ્યો છે
ઈન્ડ્રસ્ટ્રીયલ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ચાંદીનો સ્ક્રે દેશણાં શૂન્ય હતો. પરંતુ આ વર્ષે બજારમાં દર મહિને આશરે 300 ટન ચાંદીનો સ્ક્રેપ્ટ બજારમાં આવી રહ્યો છે. હિન્દુસ્તાન ઝિંક પ્રતિ મહિને 40-50 ટન ચાંદી બજારમાં વેચે રહી છે. બીજી તરફ 2011માં ચાંદીમાં ઈન્વેસ્ટ કરનારા લોકો ભાવ વધવાના કારણે હવે ચાંદીને વેચીને નફો કમાઈ રહ્યા છે.
Published by: ankit patel
First published: October 22, 2020, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading