અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો Gold-Silverની નવી કિંમતો, હજી ભાવ વધવાનું અનુમાન

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો Gold-Silverની નવી કિંમતો, હજી ભાવ વધવાનું અનુમાન
પ્રતિકાત્મક તસવીર

અમેરિકામાં ચૂંટણી પહેલા વધારે રાજકોષીય પ્રોત્સાહન ઉપાયોની ઉમ્મીદ અને અમેરિકા-ચીન વચ્ચે તણાવથી આગળ સોનામાં તેજી આવવાનું અનુમાન છે.

 • Share this:
  અમદાવાદઃ એક દિવસના ઘટાડા બાદ સોના-ચાંદીના (Gold-Silver price today) ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં (Gold Price today) ભાવમાં વધારો નોંધાયો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે સ્થાનિક સ્તરે તહેવારોની સિઝનના પગલે દેશણાં સોના-ચાંદીની (Silver Price today) માંગમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ અમેરિકામાં ચૂંટણી પહેલા (US Election) વધારે રાજકોષીય પ્રોત્સાહન ઉપાયોની ઉમ્મીદ અને અમેરિકા-ચીન વચ્ચે તણાવથી આગળ સોનામાં તેજી આવવાનું અનુમાન છે. વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો થતાં સોનું 1950 ડોલર અને ચાંદી પ્રતિ ઔંસ 26.50 ડોલરના સ્તરે રહ્યા હતા.

  અમદાવાદ ચાંદીનો ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 21th october 2020) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો થતાં ચાંદી ચોરસા 63,500 અને ચાંદી રૂપું 63,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, મંગળવારે એક કિલો ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

  અમદાવાદ સોનાનો ભાવ
  આ ઉપરાંત આજે અમદાવાદમાં (Gold Price Today, 21th October 2020) આ ઉપરાંત આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,800 રૂપિયાના ભાવે રહ્યું હતું. જોકે, મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદ કોલ સેન્ટર તોડ કાંડઃ વસ્ત્રાપુર પોલીસનો એક કોન્સ્ટેબલ વૈભવી 'ઠાઠ'થી જીવે છે જિંદગી, મોંઘીદાટ કાર લઈને જાય છે નોકરીએ

  દિલ્હીમાં સોનાનો ભાવ
  દેશની રાજધાની દિલ્હીમાં (Gold Price in delhi) સરાફા બજારમાં બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 512 રૂપિયા વધીને 51,415 રૂપિયા પહોંચ્યો હતો. આ પહેલા મંગળવારે 50,903 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયો હતો.

  આ પણ વાંચોઃ-નવસારીના ગણદેવીના ખેડૂતે કર્યું ડ્રેગન ફ્રૂટનું વાવેતર, 25 વર્ષ સુધી કરશે તગડી કમાણી, કેવી રીતે અને કેટલો થાય છે ખર્ચ?

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરો સાવધાન! પોલીસે બનાવી 70 માથાભારે વ્યાજખોરોની યાદી, થશે કડક કાર્યવાહી

  દિલ્હીમાં ચાંદીનો ભાવ
  દિલ્હીમાં એક કિલો ચાંદીના (Silver Pirce in Delhi) ભાવમાં 1448 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘી થઈને 64,015 રૂપિયા પહોંચી ગઈ છે. 62,567 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ રહી હતી.

  વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ
  આંતરરાષ્ટ્રીય બજારમાં સોના1921 ડોલર પ્રતિ ઔંસ પહોંચ્યો હતો. વૈશ્વિક બજારમા ચાંદીના ભાવ 25.10 ડોલર પ્રતિ ઔંસ પહોંચી હતી.  અમેરિકી ડોલર અને રૂપિયાથી ગોલ્ડની કિંમતોમાં શું અસર પડે છે?
  ભારતીય સોનાના મૂલ્યમાં ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો પ્રભાવિત થાય છે. જોકે સોનાની આંતરરાષ્ટ્રીય કિંમતો ઉપર આની અસર નથી પડતી. સામાન્ય રીતે સોનાની આયાત કરવામાં આવે છે. અમેરિકી મુદ્રાની તુલનાએ રૂપિયો કમજોર થાય તો સોનાના ભાવમાં ભારતીય મુદ્રા વધી જાય છે. આવી રીતે રૂપિયાનો ભાવ ઘટવાથી સોનાની માંગમાં વધારો થાય છે. સામાન્ય સ્થિતિમાં જ્યારે ડોલર નબળો થાય છે ત્યારે સોનું વધે છે.
  Published by:ankit patel
  First published:October 21, 2020, 18:14 pm

  ટૉપ ન્યૂઝ