અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.1000નો ઉછાળો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળીએ કેટલું રહેશે સોનું?

અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.1000નો ઉછાળો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળીએ કેટલું રહેશે સોનું?
પ્રતિકાત્મક તસવીર

કેટલાક યૂરોપીયન દેશોમાં લોકડાઉનનો નવો દોર શરૂ થઈ ગયો છે. તેના કારણે સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં તેજી આવી છે.

 • Share this:
  અમદાવાદઃ અત્યારે નવરાત્રીનો (Navratri 2020) પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. અને આજે ત્રીજું નોરતું પણ છે. આ સાથે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે. જેના પગલે સ્થાનિક સ્તરે સોના-ચાંદીમાં (Gold-Silver Rate) ખરીદી જોવા મળી રહી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાના પગલે રોકાણકારો સોના-ચાંદીમાં સુરક્ષિત રોકાણ જોતા બંને કિંમતી ધાતુઓના ભાવમાં વાધારો જોવા મળ્યો હતો. આજે સપ્તાહના પહેલા દિવસે અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) ચાંદીના (Silver Price today) ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત સોનું (Gold Price today) પાછળા બંધ ભાવે સ્થિર રહ્યું હતું.

  અમદાવાદમાં ચાંદીનો ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 19th october 2020) આજે નવલા નોરતાનો ત્રીજો દિવસ છે. ત્રીજા નોરતે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો જોવા મળતા એક કિલો ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જોકે, શનિવારે એક દિવસે ચાંદીના પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાના ભાવે સ્થિર રહી હતી. નવરાત્રી પૂર્વે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની ભાવે પહોંચી હતી.

  અમદાવાદમાં સોનાનો ભાવ
  આ ઉપરાંત આજે સોમવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 19th october 2020) પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યું હતું. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. 10 ગ્રામ હોલમાર્કના દાગીનાના ભાવમાં પણ કોઈ ફેરફાર ન થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 51450 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-Navratri 2020: અંબાજી મંદિરમાં દર્શનનો સમય વધારાયો, દિવસમાં ત્રણ વખત ભક્તો કરી શકશે માતાજીના દર્શન

  સોનાનો ડિસેમ્બર વાયદો 0.2 ટકા ઘટીને રૂ 50,437 પર
  અઠવાડિયાના પ્રથમ દિવસે કૉમોડિટી એક્સચેન્જમાં (MCX Multi Commodity Exchange) પર સોનાનો ડિસેમ્બર વાયદો 0.2 ટકા ઘટીને રૂ 50,437 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીનો વાયદો 0.7 ટકા તૂટી રૂ .61,250 પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. ગત સત્રમાં સોનાના ભાવમાં 0.3 ટકાનો કડાકો બોલ્યો હતો અને ચાંદીમાં 0.2 ટકાનો કડાકો બોલ્યો હતો.

  આ પણ વાંચોઃ-સુરતઃ ઘરનો દરવાજો ખુલ્લો મૂકી પાળતુ કૂતરાને ફરવા લઈ જવું ભારે પડ્યું, ઘરે આવી જોયું તો રોવાનો વારો આવ્યો

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવી

  કેમ વધે છે ભાવ?
  એચડીએફસી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટિઝ) તપન પટેલે શુક્રવારે દિલ્હી શર્રાફા બજારમાં બંને કિમતી ધાતુઓ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાથી અનિશ્ચિતતા વધી ગઈ છે. કેટલાક યૂરોપીયન દેશોમાં લોકડાઉનનો નવો દોર શરૂ થઈ ગયો છે. તેના કારણે સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં તેજી આવી છે.  સમીકરણો બદલાયા
  નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિવક બજારમાં સોનાની કિંમતમાં મામૂલી બદલાવ સાથે 1898 ડૉલર પ્રતિ ઔસના સ્તર પર આવી ગયું છે. મજબૂત અમેરિકન ડૉલરે સોના પર દબાણ બનાવી રાખ્યું છે પરંતુ દુનિયાના સૌથી મોટા ટ્રેડિંગ એક્સચેન્જમાં શુક્રવારે એસડીપીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ શુક્રવારે 0.27% ઘટીને 1,272.56 ટન રહ્યું હતું.
  Published by:ankit patel
  First published:October 19, 2020, 19:06 pm

  ટૉપ ન્યૂઝ