અમદાવાદઃ નવરાત્રીના પહેલા નોરતે સોના-ચાંદીમાં કેવો થયો ફેરફાર? ફટાફટ જાણી લો આજના નવા ભાવ

News18 Gujarati
Updated: October 17, 2020, 6:01 PM IST
અમદાવાદઃ નવરાત્રીના પહેલા નોરતે સોના-ચાંદીમાં કેવો થયો ફેરફાર? ફટાફટ જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

કેટલાક યૂરોપીયન દેશોમાં લોકડાઉનનો નવો દોર શરૂ થઈ ગયો છે. તેના કારણે સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં તેજી આવી છે.

  • Share this:
અમદાવાદઃ સપ્તાહના વચ્ચેના ત્રણ દિવસ સતત ઘટાડા બાદ નવરાત્રી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. જોકે, આજે સપ્તાહના છેલ્લા દિવસે અને આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આજે નવરાત્રીના (Navratri 2020) પહેલા નોરતે અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) કોઈ ફેરફાર ન થતાં શુક્રવારના ભાવે સ્થિર રહ્યા હતા.

જોકે, નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના વાયરસ (coronavirus) મહામારીને લઈ અનિશ્ચિતતા ચાલુ જ છે. યુરોપિયન દેશોમાં એકવાર ફરી લોકડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો.

અમદાવાદમાં ચાંદીનો ભાવ

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 17th october 2020) આજે નવરાત્રીનો શુભારંભ થયો છે. આજે પહેલા નોરતાના દિવસે ચાંદીના પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાના ભાવે સ્થિર રહી હતી. જોકે, નવરાત્રી પૂર્વે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

અમદાવાદમાં સોનાનો ભાવઆ ઉપરાંત આજે શનિવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 17th october 2020) પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યું હતું. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. 10 ગ્રામ હોલમાર્કના દાગીનાના ભાવમાં પણ કોઈ ફેરફાર ન થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 51450 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા.

આ પણ વાંચોઃ-ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ શેરી કે સોસાયટીમાં ગરબા કરવાનું વિચારી રહ્યા છો તો ચેતજો, 110 ટીમો રાખશે બાજ નજર, થશે કડક કાર્યવાહી

દિલ્હી સોનાની નવી કિંમત
દિલ્હી બજાર આજે શનિવારે બંધ હોવાથી શુક્રવારે દિલ્હી શર્રાફા બજારમાં સોનાના ભાવ 324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યા. ત્યરબાદ રાજધાની દિલ્હીમાં હવે સોનાના ભાવ વધીને 51,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. આ પહેલા કારોબારી દિવસે આ 51,380 રૂપિયા પર બંધ રહ્યા હતા.કેમ વધે છે ભાવ?
એચડીએફસી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટિઝ) તપન પટેલે શુક્રવારે દિલ્હી શર્રાફા બજારમાં બંને કિમતી ધાતુઓ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાથી અનિશ્ચિતતા વધી ગઈ છે. કેટલાક યૂરોપીયન દેશોમાં લોકડાઉનનો નવો દોર શરૂ થઈ ગયો છે. તેના કારણે સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં તેજી આવી છે.
Published by: ankit patel
First published: October 17, 2020, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading