Home /News /business /Investment: હવે સોનામાં ખરીદી ન કરો, આગામી ત્રિમાસિક ગાળામાં જોવા મળી શકે નબળાઈ: મોતીલાલ ઓસવાલના નવનીત દામાણી

Investment: હવે સોનામાં ખરીદી ન કરો, આગામી ત્રિમાસિક ગાળામાં જોવા મળી શકે નબળાઈ: મોતીલાલ ઓસવાલના નવનીત દામાણી

મોતીલાલ ઓસવાલના નવનીત દામાણી

મોતીલાલ ઓસવાલના નવનીત દામાણી (Navneet Damani) ના જણાવ્યા અનુસાર, ભૌતિક સોના સિવાય વ્યક્તિની જોખમ ક્ષમતાના આધારે એસજીબી (SGB), ઇટીએફ (ATF), એક્સચેન્જ અથવા ડિજિટલ ગોલ્ડ (Digital Gold) પર ટ્રેડિંગ જેવા વિકલ્પ પસંદ કરી શકાય

  અત્યારે સોનુ ખરીદવું (Gold buying) જોઈએ કે નહીં? તે પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે. ત્યારે મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ સલાહ આપી છે કે, વ્યાજદરમાં વધારાનું ચક્ર અને જિયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ બજાર (Market) અને આર્થિક આંકડાઓને કેવી રીતે અસર કરશે? તેનો ખ્યાલ ન આવે ત્યાં સુધી રોકાણકારોએ સોના અંગે સાવચેતીભર્યો અભિગમ અપનાવવો જોઇએ.

  તેમણે મનીકંટ્રોલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચાલુ કેલેન્ડર વર્ષે ડોમેસ્ટિક મોરચે સોનું રૂ.55,000ની સપાટી કૂદાવે તેવી શક્યતા નથી. વ્યાજના દરની વધતી અપેક્ષાઓથી ગોલ્ડને સલામત રોકાણ ગણવાની અપીલમાં ઘટાડો થઈ શકે છે.

  રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક પ્રતિબંધો અને ઉત્પાદનને નિયંત્રિત કરવાના તેલ ઉત્પાદકોના નિર્ણય જેવા પરિબળોને કારણે ક્રૂડ ઓઇલના ભાવો નજીકના ભવિષ્યમાં અસ્થિર રહેવાની ધારણા છે, તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

  ભારતમાં સોનું માત્ર ફુગાવાના હેજ અથવા મૂલ્યના સ્ટોર તરીકે જ ખરીદવામાં આવતું નથી, પરંતુ તેનો ઉપયોગ લગ્ન, તહેવારના પ્રસંગ અને જન્મદિવસમાં પણ થાય છે. જેથી ભૌતિક સોનું એ ભારતીય ઉપભોક્તા માટે પરંપરાગત અભિગમ છે. જો કે ભૌતિક સોનામાં 3 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને અન્ય ચાર્જિસ લાગે છે, જે રોકાણકારોના એકંદર ખર્ચમાં વધારો કરે છે.

  જો કોઈ રોકાણકાર 2.5 ટકા વાર્ષિક વળતર સાથે લાંબા ગાળા (8 વર્ષ) માટે હોલ્ડિંગની ક્ષમતા ધરાવે તો સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) શ્રેષ્ઠ વિકલ્પોમાંનો એક છે. બીજી તરફ, ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) પાસે પ્રવેશ અને બહાર નીકળવાનો સરળ વિકલ્પ છે અને તેનું મૂલ્ય સોનાના વાસ્તવિક ભાવ કરતા ઓછું છે.

  ભૌતિક સોના સિવાય વ્યક્તિની જોખમ ક્ષમતાના આધારે એસજીબી, ઇટીએફ, એક્સચેન્જ અથવા ડિજિટલ ગોલ્ડ પર ટ્રેડિંગ જેવા વિકલ્પ પસંદ કરી શકાય છે.

  તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. કેન્દ્રીય બેંકની પોલિસી બેઠકો આ વર્ષે મુખ્ય હાઇલાઇટ્સ હશે. માત્ર મહામારી દરમિયાન જ, યુએસ ફેડરલ રિઝર્વે 3.3 ટ્રિલિયન ડોલરની ટ્રેઝરી અને મોર્ગેજ-બેક્ડ સિક્યોરિટીઝમાં 1.3 ટ્રિલિયન ડોલરની આશ્ચર્યજનક ખરીદી કરી હતી.

  બીજી તરફ ફેડના અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે અને ફુગાવા સામે તટસ્થ પરિસ્થિતિમાં પહોંચવા માટે વ્યાજદરો ઓછામાં ઓછા 2-3 ટકાની આસપાસ રહેવાની અપેક્ષા રાખી છે.

  જિયોપોલિટિકલ ટેન્શન અને ચીનમાં કોવિડના કેસોનું માથું ઉંચકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે નીચલા સ્તરે કિંમતોને ટેકો પૂરો પાડી શકે છે, જોકે ફેડની નીતિના નિર્ણયો અને ફુગાવા પર તેની અસર આગામી કેટલાક ત્રિમાસિક ગાળા માટે સોનાના ભાવોને અસર કરનાર મુખ્ય પરિબળો રહેશે.

  વ્યાજ દરની વધતી અપેક્ષાઓ ગોલ્ડ માટે સલામતીની અપીલને ખેંચી શકે છે. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા, અમે વર્તમાન સ્તરે સોનું ખરીદવાની ભલામણ કરતા નથી.

  તેમણે વધુમાં કહ્યું કે, અક્ષય તૃતીયા દરમિયાન સોનાના ભાવ એતિહાસિક રીતે વધારે વધ્યા છે. જોકે, આ વર્ષે ફેડના આક્રમક નીતિગત વલણની વધતી જતી ધારણા વચ્ચે મેટલની કિંમતો પર થોડું દબાણ જોવા મળી શકે છે. બીજી તરફ રશિયા-યુક્રેન તણાવ સંબંધિત અપડેટ્સ વચ્ચે પણ સોનાના બુલને પૂરતી તાકાત મળી રહી નથી. આર્થિક આંકડાઓને કેવી અસર કરશે તેનો ખ્યાલ ન આવે ત્યાં સુધી સાવચેતીભર્યા અભિગમની સલાહ આપવામાં આવે છે. આથી, સ્થાનિક મોરચે રૂ.55,000ni સપાટી તોડતા ભાવો આ કેલેન્ડર વર્ષ માટે થોડા દૂરના અંતરે જણાય છે

  આ પણ વાંચોIncome Tax: મકાન વેચી મેળવ્યો છે નફો, તો સમજીલો ટેક્સનુ ગણિત, છૂટનો લાભ પણ આપે છે આવકવેરા વિભાગ

  સ્પોટ ગોલ્ડ લગભગ રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા પછી ઉચ્ચ રેન્જમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે, જે ટ્રોય ઔંસ દીઠ 1,900 ડોલરની આસપાસ મજબૂત છે. કોમેક્સ પર સોનું 12 મહિનાના પરિપ્રેક્ષ્ય માટે 1800 ડોલરથી 2050 ડૉલરની રેન્જમાં ટ્રેડ કરી શકે છે. સ્થાનિક મોરચે ભાવ વ્યાપક રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. રૂ.55,000 તરફની તેજી લોંગ પોઝિશનમાંથી બહાર નીકળવાની તકો બની રહેશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Business news, Business news in gujarati, Gold price, Latest gold price, Motilal Oswal, Stock market

  विज्ञापन
  विज्ञापन