Home /News /business /

Share Bazaarમાં કમાણી માટે થઈ જાવ તૈયાર, જાણીતા દિગ્ગજે કહ્યું - 'ટૂંકમાં જ બનાવશે નવો હાઈ'

Share Bazaarમાં કમાણી માટે થઈ જાવ તૈયાર, જાણીતા દિગ્ગજે કહ્યું - 'ટૂંકમાં જ બનાવશે નવો હાઈ'

નવી કુલકર્ણીએ કહ્યું કે પ્રાઈમરી માર્કેટ રિકવર થવામાં કેટલોક સમય લાગશે.

Share Market will hit new high: ભારતીય માર્કેટમાં છેલ્લા 6 મહિનાથી અનેક ઉતાર ચઢાવ આવ્યા છે અને જેના કારણે ઘણાં નાના રોકાણકારો કે પછી કોરોનાકાળ બાદ માર્કેટમાં આવેલા નવા રોકાણકારો ખૂબ જ મુંઝાયેલા છે. જોકે દિગ્ગજ નિષ્ણાત માને છે કે ભારત હજુ પણ દુનિયાભરમાં સૌથી આકર્ષક માર્કેટ પૈકી એક છે અને મીડિયમ ટર્મમાં તે ખૂબ જ સારુ પ્રદર્શન કરશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય માર્કેટ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ઉતાર ચઢાવમાં પસાર થઈ રહ્યું છે ત્યારે Axis Securitiesના નવીન કુલકર્ણી તમામ રોકાણકારો માટે આશાના કિરણ સમાન આગાહી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રુપિયામાં સતત ધોવાણ ચિંતાનો વિષય છે પરંતુ તેને લઈને બહુ ચિંતા કરવાની જરુર નથી. રુપિયો હવે આનાથી વધુ તૂટશે નહીં કારણ કે હવે ગ્લોબલ માર્કેટની દિશા મંદી તરફ ખસી રહી છે. જોકે ભારત માટે આ સમાચાર સારા છે કારણ કે વૈશ્વિક માર્કેટ ભલે મંદી તરફ જાય પરંતુ ભારતમાં આગામી 2-3 વર્ષ સુધી મંદી આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. જેનો અર્થ એ છે કે આગામી સમયમાં આપણને રુપિયામાં સ્થિતરતા જોવા મળશે.

  Stock Market Today: આજે બજારમાં કેવો ટ્રેન્ડ રહેશે તે માટે આ 10 બાબતો જાણી લેવી જોઈએ

  તેમનું એવું પણ માનવું છે કે આરબીઆઈ પોતાની આગામી પોલિસી મીટમાં વ્યાજદરોમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. પરંતુ તેનાથી વધારે વધારો તમામ ગ્લોબલ ફેક્ટર પર નિર્ભર કરશે. કારણ કે ભારત છેવટે દુનિયાના પ્રભાવથી બચીને રહી શકે નહીં. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળા અંગે વાત કરતા નવીન કુલકર્ણીએ કહ્યું કે હાલમાં આવેલા જુદી જુદી કંપનીઓના પહેલા ક્વાર્ટરના પરિણામો આશાસ્પદ રહ્યા છે. કન્ઝ્યુમર સેક્ટરમાં સારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે ઇકોનોમી મજબૂત બની રહી હોવાનો સંકેત છે.

  MC30 Smallcap: આ સ્મોલકેપ ફંડે ભારે જોખમ છતા કરાવી તગડી કમાણી, શું તમે પણ કર્યું છે રોકાણ?

  આઈપીઓ બજાર અંગે જણાવતા તમેણે કહ્યું કે પ્રાઈમરી માર્કેટને રિકવરી થવામાં હજુ સમય લાગી શકે છે. ગત વર્ષનો બેંચમાર્ક ખૂબ જ ઊંચો હતો અને હવે તેને પરત મેળવવો થોડું મુશ્કેલ છે. આ વર્ષે આઈપીઓ માર્કેટમાં ગત વર્ષની તુલનામાં સુસ્તી નજર આવશે. તેમજ FMCG સેક્ટર અંગે વાત કરતા તેમણે કહ્યું કે સમગ્ર મહામારીના કાળમાં આ સેક્ટર અંડરપરફોર્મર રહ્યું હતું. તેવામાં જ્યારે હવે આર્થિક ગતિવિધિઓ પૂરા જોર સાથે આગળ વધી રહી છે ત્યારે આ સેક્ટર સારું પ્રદર્શન કરે તો કોઈ નવાઈ નથી.

  Home Loan: શું તમે ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આ બેંક આપે છે 7 ટકાથી ઓછા દરે લોન

  માર્કેટમાં આવી રહેલી રિકવરી વચ્ચે શું બેન્ચમાર્ક ઇન્ડેક્સ દિવાળી પહેલા નવો હાઈ બનાવશે? આ સવાલના જવાબમાં નવીન કુલકર્ણીએ કહ્યું કે હા શક્ય છે કે માર્કેટ નવો હાઈ બનાવે પરંતુ તેના માટે કોઈ સમય સીમા બાંધી શકાય નહીં. ભારત હજુ પણ દુનિયાભરના માર્કેટમાં સૌથી આકર્ષક જગ્યા છે અને ભારતીય શેરબજારો આગામી 2થી 3 વર્ષ એટલે કે મીડિયમ ટર્મમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Investment tips, Share market, Stock market Tips, શેરબજાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन