Naukri : વોટ્સઅપથી ઇન્ટરવ્યૂ આપીને મેળવો નોકરી, 117 જગ્યાએ ચાલી રહી છે ભરતી

News18 Gujarati
Updated: July 31, 2020, 6:16 PM IST
Naukri : વોટ્સઅપથી ઇન્ટરવ્યૂ આપીને મેળવો નોકરી, 117 જગ્યાએ ચાલી રહી છે ભરતી
પ્રતિકાત્મક તસવીર

એનઆઇસીપીઆર દ્વારા જાહેર ભરતી સૂચના મુજબ 117 જગ્યાએ ભરતી ચાલુ છે.

  • Share this:
નેશનલ ઇન્ટીટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેંશન એન્ડ રિસર્ચ, એનઆઇસીપીઆર (National Institute of Cancer Prevention and Research, NICPR) માં ડેટા એન્ટ્રી ઓપરેટર, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ટેક્નિશિયન અને ટેક્નિકલ ઓફિસરની કુલ 117 પદો પર ભરતી ચાલી રહી છે. જે માટે નૌકરી ઇચ્છુક લોકો અરજી આપી શકે છે. આ પદો પર ઇન્ટરવ્યૂ માટે 23 એપ્રિલ થી 25 એપ્રિલની વચ્ચે ઇન્ટરવ્યૂ થવાના હતા પણ હાલની પરિસ્થિતિને જોતા સંસ્થાએ વોટ્સઅપથી ઇન્ટરવ્યૂ લેવાની વ્યવસ્થા ઊભી કરી છે.

એનઆઇસીપીઆર દ્વારા જાહેર ભરતી સૂચના મુજબ જાહેર કરવામાં આવેલા પદો માટે ઉમેદવારે અસ્થાઇ આધાર પર નિર્ધારિત સમયમાં નિયુક્ત થવું પડશે. સાથે ઉમેદવારો માટે પ્રોવિડંટ ફંડ, એચઆરએ, સીટીસી, મેડિકલ ક્લેમ, વમો જેવા વધારા લાભ પણ નહીં મળે. ત્યારે આ અંગે વધુ જાણો.

વધુ વાંચો : SBI Recuitment 2020 : એસબીઆઇમાં 3850 નોકરીઓની વેકેન્સી બહાર પડી છે, આ રીતે ઓનલાઇન કરો ચેક

Post ની જાણકારી- ડેટા એન્ટ્રી ઓપરેટર, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ટેક્નિશિયન અને ટેકનિકલ ઓફિસરના પદ પર કુલ 117 જગ્યા ખાલી છે.

ઇન્ટરવ્યૂની તારીખ
ટેક્નિકલ સ્ટાફ માટે - T : 23 એપ્રિલ 2020ટેક્નિકલ ઓફિસર -A : 25 એપ્રિલ 2020
ટેક્નિશિયન : 25 એપ્રિલ 2020
ડેટા એન્ટ્રી ઓપરેટર : 25 એપ્રિલ 2020
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ : 25 એપ્રિલ 2020

શૈક્ષણિક લાયકાત : નોકરી પર જોડાવવા ઇચ્છુક ઉમેદવારની શૈક્ષણિક યોગ્યની પૂરી જાણકારી નીચેને નોટિફિકેશ આપી છે. વિસ્તારપૂર્વક વાંચો

ઉંમર- આ માટે વધુમાં વધુ ઉમેદવારની ઉંમર 40 થી 50 વર્ષવી વચ્ચે હોવી જોઇએ. અલગ અલગ પદ માટે અલગ અલગ આયુની અવધિ છે.

આ રીતે કરો અરજી - અરજી કરવા માટે સૌથી પહેલા તેની અધિકૃત વેબસાઇટ પર જાવ અને ત્યાંથી નોટિફિકેશન વાંચો. અને દિશા નિર્દેશ મુજબ અરજીની પ્રક્રિયા પૂરી કરો. વળી ઇન્ટરવ્યૂ માટે અરજીની એક પ્રિન્ટ પોતાની પાસે પણ સુરક્ષિત રાખો.

વધુ જાણકારી માટે નોટિફિકેશન વાંચો

નિયુક્ત ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે
Published by: Chaitali Shukla
First published: July 31, 2020, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading