એક દશકના સૌથી નીચા સ્તર પર પહોંચી નેચરલ ગેસની કિંમત! સસ્તો થઈ શકે છે CNG-LPG-PNG

News18 Gujarati
Updated: August 16, 2020, 7:48 PM IST
એક દશકના સૌથી નીચા સ્તર પર પહોંચી નેચરલ ગેસની કિંમત! સસ્તો થઈ શકે છે CNG-LPG-PNG
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી સીએનજી, એલપીજી અને પીનજીની કિંમતો ઘટશે.

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી સીએનજી, એલપીજી અને પીનજીની કિંમતો ઘટશે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં પ્રાકૃતિક ગેસના ભાવોમાં મોટો ઘટાડો આવી શકે છે. તેનાથી ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી ગેસ ઉત્પાદક કંપનીઓની કમાણી પર ખરાબ અસર પડી શકે છે. અનુમાન અનુસાર, ભારતમાં ઓક્ટોબરથી પ્રાકૃતિક ગેસની કિંમત ઘટીને 1.90 ડોલર પ્રતિ એમએમબીટીયૂ પર આવી શકે છે. આ દેશમાં એક દશકથી વધારે સમયમાં પ્રાકૃતિક ગેસની કિંમતોનું સૌથી નીચુ સ્તર હશે. તમને જણાવી દઈએ કે, આ સમયમાં દેશમાં ગેસ ઉત્પાદક કંપનીઓ પહેલાથી ભારે નુકશાનમાં છે. જોકે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી સીએનજી, એલપીજી અને પીનજીની કિંમતો ઘટશે.

ગેસની નિકાસ કરતા દેશોની બેન્ચમાર્ક દરોમાં ફેરફારથી ઘટશે કિંમત
સૂત્રો અનુસાર, 1 ઓક્ટોબર 2020થી પ્રાકૃતિક ગેસની કિંમતોમાં સંશોધન થવાનું છે. ગેસ નિકાસ કરતા દેશોની બેન્ચમાર્ક દરોમાં ફેરફારના હિસાબે ગેસનો ભાવ ઘટીને 1.90થી 1.94 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ રહી જશે. જો આવું થયું તો, એક વર્ષમાં આ પ્રાકૃતિક ગેસની કિંમતોમાં સળંગ ત્રીજો ઘટાડો હશે. આ પહેલા એપ્રિલમાં નેચરલ ગેસની કિંમતોમાં 26 ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેનાથી નેચરલ ગેસના ભાવ ઘટીને 2.39 ડોલર પ્રતિ એમએમબીટીયૂ રહી ગયા હતા.

આ પણ વાંચોરશિયાને નથી કોઈની પરવાહ, શરૂ કરી દીધુ Corona વેક્સીનનું ઉત્પાદન, 20 દેશોએ ઓર્ડર આપ્યા

પ્રાકૃતિક ગેસનો ઉપયોગ ઉર્વરક અને વીજળી ઉત્પાદનમાં થાય છે. આ સિવાય તેને સીએનજીમાં બદલવામાં આવે છે, જેનો ઉપયોગ વાહનોમાં કરવામાં આવે છે. સાથે તેને રસોઈ ગેસ તરીકે પણ ઉપયોગમાં લાવવામાં આવે છે. ગેસના ભાવ છ મહિનાના અંતરાલ પર 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવે છે. સૂત્રો અનુસાર, ગેસની કિંમતોમાં ઘટાડાનો મતલબ છે કે, દેશની સૌથી મોટી તેલ અને ગેસ ઉત્પાદક કંપની ઓએનજીસીનું નુકશાન વધશે. ઓએનજીસીને 2017-18માં ગેસ વ્યાપારમાં 4272 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં તેનાથી વધીને 6000 કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે.

હાલમાં એક દશકના નીચલા સ્તર પર છે નેચરલ ગેસની કિંમતઓએનજીસીને પ્રતિ દિવસ 6.5 કરોડ ઘનમીટર ગેસના ઉત્પાદન પર નુકશાન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે નવેમ્બર, 2014માં નવું ગેસ મૂલ્ય ફોરમ્યૂલા રજૂ કર્યું હતું. આ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા ગેસ અધિશેષવાળા દેશોના મૂલ્ય કેન્દ્રો પર આધારિત છે. આ સમયે ગેસનો ભાવ 2.39 ડોલર પ્રતિ યુનિટ છે, જે છેલ્લા એક દશકથી વધારે સમયમાં સૌથી ઓછી છે.

દર છ મહિના પર સંશોધનની વ્યવસ્થા બાદ ઘટતા ગયા ભાવ
ઓએનજીસી અને ઓઈલ ઈન્ડીયાને ગેસ ઉત્પાદક માટે 3.818 ડોલર પ્રતિ યુનિટનો ભાવ મળે છે. તેમાં 10 ટકા રોયલ્ટી જોડ્યા બાદ ગ્રાહકો માટે તેનો ખર્ચ 4.20 ડોલર બેસતો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકારે એક નવા મૂલ્ય ફોર્મ્યૂલાને મંજૂરી આપી હતી, જેનું ક્રિયાન્વયન 2014થી થવાનું હતું. તેનાથી ગેસના ભાવ વધી જતા. ત્યારબાદ ભાજપા નેતૃત્વવાળી એનડીએ સરકારે આ ફોર્મ્યૂલા રદ કરી, નવી ફોર્મ્યૂલા રજૂ કરી. તેના દ્વારા પહેલા સંશોધન સમયમાં ગેસના ભાવ 5.05 ડોલર પ્રતિ યુનિટ રહ્યા. ત્યારબાદ છ માસિક સંશોધનમાં ગેસના ભાવ નીચે આવતા રહ્યા.
Published by: kiran mehta
First published: August 16, 2020, 7:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading