Home /News /business /

આજથી 10 લાખથી વધારે બેંકકર્મી હડતાલ પર, તમને આવી મુશ્કેલીઓ નડી શકે

આજથી 10 લાખથી વધારે બેંકકર્મી હડતાલ પર, તમને આવી મુશ્કેલીઓ નડી શકે

આજથી દેશની સરકારી બેંકોના 10 લાખથી વધારે કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારી યુનિયને વેતન વૃદ્ધિની માંગ નહીં સંતોષવામાં આવતા હડતાલની જાહેરાત કરી છે. બેંકોના યુનિયન પ્રમાણે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન તેમના વેતનમાં ફક્ત બે ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. બેંક કર્મીઓની હડતાલને પગલે દેશને કરોડોનું નુકસાન થઈ શકે છે. જાણો બેંકની હડતાલથી તમને શું અસર પહોંચી શકે છે.

- બેંક હડતાલને કારણે બેંકની તમામ સેવાઓને અસર પહોંચશે. બેંક બંધ રહેવાને કારણે તમે બેંક સાથે જોડાયેલી કોઈ પણ સેવાનો લાભ નહીં ઉઠાવી શકો.

- જો કોઈ સરકારી બેંકમાં તમારું લોકર છે તો તમે તેને ઓપરેટ નહીં કરી શકો.
- બેંક બે દિવસ બંધ રહેવાને કારણે એટીએમ ખાલી થઈ શકે છે, આથી રોકડની તંગીનો અનુભવ થઈ શકે છે.

- સૌથી વધારે પરેશાની નોકરિયાતવર્ગ અને તેમના પરિવારે સહન કરવી પડશે. કારણ કે ખાનગી અને સરકારી કર્મચારીઓના ખાતામાં મહિનાના અંતમાં પગાર જમા થતો હોય છે. હડતાલને કારણે પગાર ટ્રાન્સફર નહીં થઈ શકે. કર્મીઓને નિશ્ચિત સમય કરતા આ મહિને પગાર મોડો મળી શકે છે.

- અઠવાડિયાની વચ્ચે બેંકકર્મીઓની હડતાલને કારણે કરોડોના ચેક અને ડ્રાફ્ટનું ક્લિયરિંગ અટકી જશે.

- દેશના અમુક વિસ્તારમાં થોડા અઠવાડિયાથી રોકડની તંગી હતી. ખાસ કરીને ગામડાઓમાં વધારે મુશ્કેલી હતી. હવે બેંકકર્મીઓની હડતાલને કારણે આ સમસ્યા વધારે વિકરી શકે છે.

- બેંકોની હડતાલને કારણે એક દિવસમાં ઇન્ડ્રસ્ટ્રીને કરોડોનો ચૂનો લાગતો હોય છે, કારણ કે હડતાલને પગલે મોટાભાગની લેવડદેવડ ઠપ્પ થઈ જતી હોય છે.

- કેશથી થતા વ્યવહાર પર બેંક હડતાલની ખૂબ ખરાબ અસર પડે છે. કારણ કે, દૂધ, શાકભાજી જેવી વસ્તુઓમાં કેશથી જ લેવડદેવડ થતી હોય છે.

- આવા પ્રકારની હડતાલથી દેશની અર્થવ્યવસ્થા પર પણ મોટું નુકસાન થયું હોય છે. એકંદરે એવું કહી શકાય કે બે દિવસની હડતાલથી કરોડો નોકરિયાતવર્ગ અને ધંધાદારીઓએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.
First published:

Tags: Bank, હડતાલ

આગામી સમાચાર