દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ NSEના ચેરમેન અશોક ચાવલાનું રાજીનામું

News18 Gujarati
Updated: January 11, 2019, 10:16 PM IST
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ NSEના ચેરમેન અશોક ચાવલાનું રાજીનામું
News18 Gujarati
Updated: January 11, 2019, 10:16 PM IST
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ નેશનલ સ્ટોક એક્સચેંજના ચેરમેન પદ પરથી અશોક ચાવલાએ રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 27 માર્ચ 2019ના રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. અશોક ચાવલાને વર્ષ 2016માં નેશનલ સ્ટોક એન્સચેંજના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચો Freeમાં મળશે Honorનો 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન, બસ કરવાની છે એક કોમેન્ટ

ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેઓએ પ્રાઇવેટ સેક્ટર બેંક યસ બેંકના ગેર કાર્યકારી ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય એવિએશન કંપની જેટ એરવેઝના બોર્ડમાં પણ અશોક ચાવલા સામેલ હતા.

કોણ છે અશોક ચાવલા

અશોક ચાવલા ગુજરાત કેડરના આઇએએસ છે, તેઓ એનએસઇના ચેરમેન બન્યા પહેલા ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ નાણા સચિવ અને નાગર વિમાનન સચિવ સહિત અન્ય પદો પર કામગીરી નિભાવી ચૂક્યા છે.

13 મે 2009થી 31 જાન્યુઆરી 2011 સુધી સરકારી બેંક એસબીઆઇના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, તેઓ LICના ડાયરેક્ટર પદ પર પણ રહી ચૂક્યા છે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...