Home /News /business /National Pension System: એનપીએસમાં રોકાણ કરતા લોકો આનંદો, ઝડપથી બદલાશે આ નિયમ
National Pension System: એનપીએસમાં રોકાણ કરતા લોકો આનંદો, ઝડપથી બદલાશે આ નિયમ
ભારતીય લોકો પોતાના પૈસા અહીં રોકે છે.
National Pension System: PFRDA (Pension Fund Regulatory and Development Authority)ના ચેરમેન સુપ્રતિમ બંધોપાધ્યાયે મંગળવારે કહ્યુ છે કે ઝડપથી નવી પેન્શન યોજનાના ગ્રાહકોને એક વર્ષમાં રોકાણની રીતમાં ચાર વખત ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે.
નવી દિલ્હી: જો તમે ભારત સરકારની નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System)માં રોકાણ કરવા માંગો છો અથવા રોકાણ કર્યું છે તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે. હવે NPS સબ્સક્રાઇબર એક વર્ષની અંદર ચાર વખત રોકાણની પેટર્ન બદલી શકશે. PFRDA (Pension Fund Regulatory and Development Authority)ના ચેરમેન સુપ્રતિમ બંધોપાધ્યાયે મંગળવારે કહ્યુ છે કે ઝડપથી નવી પેન્શન યોજનાના ગ્રાહકોને એક વર્ષમાં રોકાણની રીતમાં ચાર વખત ફેરફાર (Change investment pattern) કરવાની મંજૂરી આપવામાં આવશે.
હાલ શું નિયમ છે?
હાલ એનપીએસ ખાતાધારકો વર્ષમાં બે જ વખત રોકાણની પેટર્ન બદલી શકે છે. આ મર્યાદામાં ફેરફાર કરવાની લાંબા સમયથી માંગ ચાલી રહી હતી. બંધોપાધ્યાયે ઉદ્યોગ મંડળ એસોચેમના એનપીએસ પર આયોજિત વેબીનારમાં જણાવ્યું કે, હાલ અંશધારક વર્ષમાં બે જ વખત રોકાણનો વિકલ્પ બદલી શકે છે. ઝડપથી અમે આ મર્યાદા વધારીને ચાર કરીશું. અમારી પાસે આ માટે અનેક રજુઆત આવી છે.
તેમણે કહ્યુ કે, પીએફઆરડીએ એ વાત પણ સ્પષ્ટ કરવા માંગે છે કે પેન્શન કોષ તૈયાર કરવા માટે એનપીએસ એક લાંબાગાળાની રોકાણ યોજના છે, તેને મ્યુચ્યુઅલ ફંડની યોજના તરીકે જોવી જોઈએ નહીં.
આવી રીતે ફેરફાર કરો
હકીકતમાં એનપીએસમાં રોકવામાં આવતી રકમનો પોર્ટફોલિયો મેનેજર કઈ કઈ જગ્યાએ ઉપયોગ અથવા રોકાણ કરશે તે પસંદ કરવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે અંશધારક એવું નક્કી કરી શકે છે કે તેની રકમમાંથી કેટલો ફાળો ઇક્વિટી, ડેટ કે પછી સરકારી ગેરંટી સ્કીમમાં રોકવામાં આવે. જોકે, અહીં એક નિયમ એવો પણ છે કે અંશધારક ઇક્વિટીમાં વધુમાં વધુ 75% રકમ રોકી શકે છે. આ સુવિધા ફક્ત ખાનગી કંપનીના કર્મીઓને જ મળે છે. સરકારી કર્મચારીઓ ઇક્વિટીમાં વધારે હિસ્સો નથી પસંદ કરી શકતા. હાલ એનપીએસ અંશધારકને વર્ષમાં બે વખત ક્યાં કેટલું રોકાણ કરવું તે નક્કી કરવાનો વિકલ્પ મળે છે. હવેથી આ છૂટ ચાર વખત મળશે.
નેશનલ પેન્શન સિસ્ટમ શું છે?
નેશનલ પેન્શન સિસ્ટમ જે વર્ષ 2009થી તમામ વર્ગના કર્મચારીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે તેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યકાળ દરમિયાન પેન્શન ખાતામાં નિયમિત રૂપે એક રકમ જમા કરી શકે છે. જમા કરેલી કુલ રકમને આ વ્યક્તિ એક જ વખતમાં પણ ઉપાડી શકે છે અને જો તેવું ન કરવામાં આવે તો તેમાં રહેલી રકમનો ઉપયોગ તે રિટાયરમેન્ટ પછી પેન્શન તરીકે મેળવીને શકે છે.
ટેક્સમાં મળતા લાભ
NPS દરેક વ્યક્તિ માટે રોકાણ કરવાની એક સારી યોજના છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને ઈનકમ ટેક્સમાં રાહત પણ મળે છે. જો કોઈ વ્યક્તિ NPSમાં રૂ. 50,000 સુધીનું રોકાણ કરે છે, તો તેને કલમ 80CCD હેઠળ આવકવેરામાં છૂટ મળી શકે છે. જો તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખની છૂટ પૂર્ણ કરી ચૂક્યા છો તો એનપીએસ તમને એક્સ્ટ્રા સેવિંગ કરવામાં પણ મદદરૂપ બનશે. આ યોજનામાં મેચ્યોરિટીની 60 ટકા સુધીની રકમના ઉપાડ પર ટેક્સ વસૂલવામાં આવતો નથી.
રોકણ માટે બે રીત:
1) એક્ટીવ મોડ
અહીં રોકાણકાર વાર્ષિક મળતા વળતરનું મુલ્યાંકન કરી શકે છે અને આ વળતરને ડેટથી ઈક્વિટી અને ઈક્વિટીથી ડેટમાં પરિવર્તિત પણ કરી શકો છે.
2) ઓટો મોડ
અહીં તમારી માટે 8 ફંડ મેનેજર હશે જે ડેટથી ઈક્વિટીમાં ફંડ પરિવર્તિત કરવા માટે કાર્યરત હશે.
NPSમાં બે પ્રકારના એકાઉન્ટ છે: ટિયર-I અને ટિયર-II. જેમાં ટિયર 1માં 60 વર્ષની વય સુધી ફંડ વિડ્રો કરી શકાતું નથી. ટિયર II NPS ખાતું એક પ્રકારના બચત ખાતા જેવું છે, જ્યાં ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર