Home /News /business /NPS: બદલવા જઈ રહ્યા છે વિથડ્રોલ નિયમો! જાણો કોને કોને થશે ફાયદો અને કોને લાગશે ફટકો
NPS: બદલવા જઈ રહ્યા છે વિથડ્રોલ નિયમો! જાણો કોને કોને થશે ફાયદો અને કોને લાગશે ફટકો
કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2021માં NPS ધારકો દ્વારા પોતાની ઈચ્છાથી આંશિક ઉપાડ માટેની ઑનલાઇન વિનંતીને મંજૂરી આપી હતી
NPS: NPSમાંથી રૂપિયા ઉપાડવા સંબંધે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જે બદલાવ 1 જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવશે. અહીં જાણો કે શું બદલાવ આવ્યો છે અને હવે કોને લાભ પ્રાપ્ય નથી.
NPS Rules Change: નેશનલ પેન્શન સિસ્ટમના ગ્રાહકો માટે રૂપિયા ઉપાડવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. તેની અસર સરકારી ક્ષેત્રના ગ્રાહકો પર પણ પડશે. PFRDA દ્વારા જાહેર કરાયેલા નિયમોને કારણે કેન્દ્ર સરકારના સબસ્ક્રાઇબર, રાજ્ય સરકાર અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના ગ્રાહકોને લાભ નહીં મળે. જ્યારે, બિન-સરકારી ક્ષેત્રના NPS ધારકો માટે આંશિક ઉપાડની સુવિધા ચાલુ રહેશે.
પેન્શન રેગ્યુલેટરએ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2021માં NPS ધારકો દ્વારા પોતાની ઈચ્છાથી આંશિક ઉપાડ માટેની ઑનલાઇન વિનંતીને મંજૂરી આપી હતી. હવે રોગચાળાને લગતી મુશ્કેલીઓ દૂર કરવાની સાથે PFRDAએ તેને રોકવાનું કહ્યું છે. પેન્શન રેગ્યુલેટરે કહ્યું છે કે એનપીએસમાંથી સ્વ-ઈચ્છીત ઑનલાઇન આંશિક ઉપાડની સુવિધા 1 જાન્યુઆરી 2023 થી બદલાઈ રહી છે. નવા વર્ષથી સરકારી ક્ષેત્રના ગ્રાહકો માટે આ સેવા ઉપલબ્ધ રહેશે નહીં.
પેન્શન રેગ્યુલેટરે જાન્યુઆરી 2021માં એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં તેણે NPS હેઠળ આંશિક ઉપાડની મંજૂરી આપી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કોવિડ રોગચાળાનો સામનો કરવા માટે વિશેષ છૂટછાટ તરીકે ગ્રાહકો માટે સ્વ-ઈચ્છીત આંશિક ઉપાડની મંજૂરી આપવામાં આવી રહી છે. આ સાથે, ગ્રાહકોની ઓનલાઈન વિનંતીઓ તાત્કાલિક બેંક એકાઉન્ટ વેરિફિકેશન પછી સીઆરએ સિસ્ટમમાં સીધી માન્ય કરવામાં આવી હતી.
પેન્શન રેગ્યુલેટરે જણાવ્યું છે કે સ્વ-ઈચ્છીત પ્રક્રિયા દ્વારા આંશિક ઉપાડની સુવિધા બિનસરકારી NPS ધારકોને ઉપલબ્ધ હશે. નિયમનકારે જણાવ્યું હતું કે NPS ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ નાગરિકો અને કોર્પોરેટ ધારકો આ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર