National pension system: નેશનલ પેન્શન સિસ્ટમમાં કેટલું વળતર મળશે તેનો આધાર ફંડ મેનેજર અને તમારા તરફથી પસંદ કરવામાં આવેલી રોકાણની પસંદગી પર રહેલી છે. તમે વર્ષ દરમિયાન ફંડ મેનેજર અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પણ બદલી શકો છો.
નવી દિલ્હી: નેશનલ પેન્શન સિસ્ટમ (National pension system) એક એવી સ્કીમ છે જેમાં નિવૃત્તિ બાદ વ્યક્તિને દર મહિને નિયમિત એક ચોક્કસ રકમ (Pension) મળતી રહે છે. આ સ્કીમ માટે તમારે નોકરી દરમિયાન થોડી થોડી રકમ જમા કરાવવાની હોય છે. નિવૃત્તિ (Retirement) બાદ આ રકમમાંથી અમુક રકમ એક સાથે ઉપાડી શકાય છે અને અન્ય રકમનું રોકાણ કરી શકાય છે. તમને કેટલું પેન્શન મળશે તેનો આધાર તમે કેટલી રકમનું રોકાણ કરો છો તેના પર રહેલો છે. આ લેખમાં એનપીએસ એટલે શું? તેમાં કઈ રીતે રોકાણ કરી શકાય? તેમાં રોકાણ કરવાથી શું ફાયદો થાય? એનપીએસમાં રોકાણ પર ટેક્સ બેનિફિટ મળે કે નહીં? વગેરે અંગે માહિતી મેળવીએ.
એનપીએસ એટલે શું?
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક એવી યોજના છે, જેના અંતર્ગત રિટાયર્ડમેન્ટ પછી ઘડપણ માટેની ફાઈનાન્શિયલ સિક્યોરિટી ઊભી કરી શકાય છે. રિટાયરમેન્ટ પ્લાનિંગની દ્રષ્ટીએ નેશનલ પેન્શન સ્કીમ (National pension scheme) એક સારો વિકલ્પ ગણી શકાય છે. આ યોજનાની શરૂઆત જાન્યુઆરી 2004માં માત્ર સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2009માં આ સ્કીમ તમામ વર્ગના કર્મચારીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. સરકાર દ્વારા સંચાલિત આ સ્કીમમાં વર્ષ 2019 મે મહિના સુધી 55 લાખથી વધુ લોકો રોકાણ કરી ચુક્યા છે. નેશનલ પેન્શન સિસ્ટમમાં કેટલું વળતર મળશે તેનો આધાર ફંડ મેનેજર અને તમારા તરફથી પસંદ કરવામાં આવેલી રોકાણની પસંદગી પર રહેલી છે. તમે વર્ષ દરમિયાન ફંડ મેનેજર અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પણ બદલી શકો છો.
આ રીતે સમજો એનપીએસમાં રોકાણના ફાયદા
માની લો કે તમે 30 વર્ષની ઉંમરથી NPSમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે. 60 વર્ષની ઉંમર સુધી તેમાં તમે દર મહિને રૂ. 5000નું રોકાણ કર્યું છે. હવે તેના પર મળતા લાભની ગણતરી જોઈએ.
NPS દરેક વ્યક્તિ માટે રોકાણ કરવાની એક સારી યોજના છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને ઈન્કમ ટેક્સમાં રાહત પણ મળે છે. જો કોઈ વ્યક્તિ NPSમાં રૂ. 50,000 સુધીનું રોકાણ કરે છે, તો તેને કલમ 80CCD હેઠળ આવકવેરામાં છૂટ મળી શકે છે. જો તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખની છૂટ પૂર્ણ કરી ચૂક્યા છો તો એનપીએસ તમને એક્સ્ટ્રા સેવિંગ કરવામાં પણ મદદરૂપ બનશે. આ યોજનામાં મેચ્યોરિટીની 60 ટકા સુધીની રકમના ઉપાડ પર ટેક્સ વસૂલવામાં આવતો નથી. NPSમાં રોકાણ કરવા માટે બે રીત છે.
1) એક્ટિવ મોડ : અહીં રોકાણકાર વાર્ષિક મળતા વળતરનું મુલ્યાંકન કરી શકે છે અને આ વળતરને ડેટથી ઈક્વિટી અને ઈક્વિટીથી ડેટમાં પરિવર્તિત પણ કરી શકો છે. એટલે કે રોકાણકાર નક્કી કરે છે કે ફંડ મેનેજર તેની રકમનું રોકાણ કેવી રીતે કરે.
2) ઓટો મોડ : અહીં રોકાણકાર કોઈ સૂચના આપતો નથી પરંતુ તેના વતી ફંડ મેનેજર નક્કી કરે છે કે ક્યાં કેટલું રોકાણ કરવું.
NPS એકાઉન્ટના પ્રકાર
NPSમાં બે પ્રકારના એકાઉન્ટ છે: ટિયર 1 અને ટિયર 2. જેમાં ટિયર 1માં 60 વર્ષની વય સુધી ફંડ વિડ્રો કરી શકાતું નથી. ટિયર II NPS ખાતું એક પ્રકારના બચત ખાતા જેવું છે, જ્યાં ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડી શકે છે.
રોકાણની પેટર્ન બદલવા માટે તમારે NSDLની અધિકારિક વેબસાઇટ https://cra-nsdl.com/CRA/ પર જવાનું રહેશે. અહીં Login કરો. લોગીન ID તમારું PRAN એટલે કે પર્મેનેન્ટ રિટાયરમેન્ટ નંબર હશે. ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ચેન્જ કરવા માટે તમારે 'TRANSACT ONLINE' ટેબ પર જવાનું રહેશે. જ્યાં તમે CHANGE SCHEME PREFERENCE વિકલ્પ પસંદ કરીને ઑટો ચોઈસની જેમ કન્ઝર્વેટિવ/મોડરેટ અને એગ્રેસિવ એમ કોઈ એક વિકલ્પની પસંદગી કરી શકો છો. વિકલ્પ પસંદ કર્યાં બાદ તમે રિક્વેસ્ટ સબમિટ કરી શકો છો.
જો તમે પોર્ટફોલિયો મેનેજરમાં ફેરફાર કરવા માંગો છો તો તમારે ટ્રાન્ઝેક્ટ ઑનલાઇન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જે બાદમાં ચેન્જ પોર્ટફોલિયો મેનેજર વિકલ્પ પસંદ કરો. જે બાદમાં તમને સ્ક્રીન પર પોર્ટફોલિયો મેનેજરની યાદી દેખાશે. જેમાંથી તમે કોઈ એકની પસંદગી કરી શકો છો.