સરકારી કર્મચારીઓને મળી મોટી ગિફ્ટ, સરકારે પેન્શન સ્કિમને લઈ કરી મોટી જાહેરાત

News18 Gujarati
Updated: February 18, 2020, 10:20 PM IST
સરકારી કર્મચારીઓને મળી મોટી ગિફ્ટ, સરકારે પેન્શન સ્કિમને લઈ કરી મોટી જાહેરાત
પ્રતિકાત્મક તસવીર

1 જાન્યુઆરી 2004 અથવા તે પહેલા નોકરી શરૂ કરી છે. હવે તે જુની પેન્શન સ્કિમ યોજનાનો પણ ફાયદો ઉઠાવી શકશે

  • Share this:
સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલી પેન્શન સ્કિમને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. નવા નિર્ણય હેઠળ, સરકારે નેસનલ પેન્શન સ્કિમ સાથે જોડાયેલા કર્મચારીઓને જુની પેન્શન સ્કિમમાં સામેલ થવાની છૂટ આપી છે. આને સરળ શબ્દોમાં કહીએ તો, કેન્દ્રીય કર્મચારીઓ જેમણે 1 જાન્યુઆરી 2004 અથવા તે પહેલા નોકરી શરૂ કરી છે. હવે તે જુની પેન્શન સ્કિમ યોજનાનો પણ ફાયદો ઉઠાવી શકશે. ભલે તેમનું અપોઈમેન્ટ આ તારીખ બાદ થયું હોય. આવા તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જુની પેન્શન સ્કિમ એપીએસ એ યોજના હતી જેમાં પેન્શન અંતિમ ડ્રોન સેલરીના આધાર પર બનતી હતી. ઓપીએસમાં મોંઘવારી દર વધવાની સાથે મોંઘવારી ભથ્થુ પણ વધી જતુ હતું. જો સરકાર નવું પગાર પંચ લાગુ કરે તો પણ આ પેન્શનમાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રમાં OPSને પહેલી જાન્યુઆરી 2004થી લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ નવી પેન્શન યોજના આવી. જોકે, સરકારી કર્મચારી તેનાથી સંતુષ્ટ ન હતા. તે જુની પેન્શન યોજનાને સારી માને છે.

શું છે મામલો - સરકારી સેવામાં રિક્રૂટમેન્ટનું રિઝલ્ટજો 1 જાન્યુઆરી 2004 પહેલા ડિક્લેયર થઈ ગયું છે પરેતુ એપોઈમેન્ટ અથવા જોઈનિંગ પોલિસ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામના કારણે લેટ થઈ હોય તો, તેના માટે કર્મચારી જવાબદાર નથી. આ એડમિનિસ્ટ્રેટિવની ખામી છે. જેથી આવા કર્મચારીઓને One time ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. તે પેન્શન વિભાગને આ મુદ્દે લખે અને જુની પેન્શન યોજનાનો લાભ લે. તેના માટે સરકારે 31 મે 2020 સુધીનો સમય આપ્યો છે.

જુની પેન્શન NPS કરતા વધારે ફાયદાકારક છે. કેમ કે, તેમાં બેનિફિટ વધારે છે. તેમાં પેન્શનર સાથે તેનો પરિવાર પણ સુરક્ષિત રહે છે. કર્મચારીને OPSનો ફાયદો મળે છે તો, તેનાથી તેનું રિટાયરમેન્ટ સિક્યોર થઈ જાય છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, OPS માટે એલિઝિબલ થયા બાદ આ કર્મચારીઓનું NPS ખાતુ બંધ કરી દેવામાં આવશે. સરકારે તમામ વિભાગોથી આ આદેશને લાગુ કરવાનું કહ્યું છે.

એનપીએસ શું છે - 1 જાન્યુઆરી 2004થી નવી પેન્શન યોજના NPS લાગુ કરવામાં આવી છે. તો કેટલાક રાજ્યોમાં પહેલી એપ્રિલ 2004થી NPS લાગુ થઈ. ખાસ વાત એ છે કે, NPSમાં નવા કર્મચારીને રિટાયરમેન્ટના સમયે જુના કર્મચારીઓની જેમ પેન્શન અને પારિવારિક પેન્શનનો બેનિફિટ નહી મળે. આ યોજનામાં નવા કર્મચારીઓ પાસેથી વેતન અને મોંઘવારી ભથ્થાના 10% Contribution લેવામાં આવે છે. જ્યારે સરકાર 14% Contribution કરે છે.

કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004માં નવી પેન્શન યોજના લાગુ કરી હતી. આ હેઠળ નવી પેન્શન યોજનાના ફંડ માટે અલગથી ખાતા ખોલવામાં આવ્યા અને રોકાણ માટે ફંડ મેનેજર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો પેન્શન ફંડનું શેર બજાર, કે બોન્ડમાં કરેલા રોકાણનું રિટર્ન સારૂ રહ્યું તો PF અને પેન્શનની જુની સ્કિમની તુલનામાં નવા કર્મચારીઓને રિટાયરમેન્ટ પર સારૂ રિટર્ન પણ મળી શકે છે.
First published: February 18, 2020, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading