મોદી સરકારની પેન્શન સ્કીમમાં 5 ફેરફારોને મંજૂરી, નિવૃત્તિ બાદ મળશે ટેક્સ ફ્રી પેન્શન

News18 Gujarati
Updated: December 10, 2018, 5:14 PM IST
મોદી સરકારની પેન્શન સ્કીમમાં 5 ફેરફારોને મંજૂરી, નિવૃત્તિ બાદ મળશે ટેક્સ ફ્રી પેન્શન
પ્રતીકાત્મક તસવીર

નવી પેન્શન સ્કીમને EEEનો દરજ્જો મળશે, NPSમાં ફેરફાર આગામાી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2019થી લાગુ ગશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેબિનેટે નવી પેન્શન સ્કીમમાં 5 ફેરફારોને મંજૂરી આપી દીધી છે. CNBCTV18ને સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, નવી પેન્શન સ્કીમને EEEનો દરજ્જો મળશે, NPSમાં ફેરફાર આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2019થી લાગુ થશે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (એનપીએસ)માં સરકારનું યોગદાન વધીને 14 ટકા કરી દીધું. તે હાલમાં 10 ટકા છે.

40 ટકા વધાર્યું યોગદાન
સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ભેટ આપી છે. સરકારે નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં પોતાનું યોગદાન વધારીને મૂળ પગારના 14 ટકા કરી દીધું. તે હાલ 10 ટકા છે. જોકે, કર્મચારીઓનું ઓછામાં ઓછું યોગદાન 10 ટકા ચાલુ રહેશે. મંત્રીમંડળના કર્મચારીઓએ 10 ટકા સુધી યોગદાન માટે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ પ્રોત્સાહનને પણ મંજૂરી આપી. હાલ સરકાર અને કર્મચારીઓનું યોગદાન એનપીએમાં 10-10 ટકા છે.

શું હોય છે EEE દરજ્જો?
આપને જણાવી દઈએ કે પીપીએફની જેમ એનપીએસને પણ EEE દરજ્જો મળશે. તેનો અર્થ એવો થાય છે કે ત્રણેય મોર્ચે-રોકાણના સમયે, વ્યાજ પર અને પરિપક્વતા પર-પીપીએફમાં ટેક્સથી રાહત મળે છે. કોઈ પણ વ્યક્તિ પીપીએફ ખાતું ખોલાવી શકે છે અને તેમાં પૈસા જમા કરાવી ટેક્સ સેવિંગ કરી શકે છે.

 આ પણ વાંચો, શેર બજારમાં હાહાકાર: સેન્સેક્સમાં 713 પોઇન્ટનું ગાબડું, રોકાણકારોએ 2.64 લાખ કરોડ ગુમાવ્યાકલમ 80C હેઠળ ટેક્સ છૂટને પણ મંજૂરી
મંત્રીમંડળના કર્મચારીઓને 10 ટકા સુધીના યોગદાન માટે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ છૂટને પણ મંજૂરી આપવામાં આવી. હાલ સરકાર તથા કર્મચારીઓનું યોગદાન એનપીએમાં 10-10 ટકા છે. કર્મચારીઓનું ન્યૂનતમ યોગદાન 10 ટકા જ રહેશે જ્યારે સરકારનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરી દેવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં મંત્રીમંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને કુલ ફંડમાંથી 60 ટકા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી જે હાલ 40 ટકા છે. સૂત્રોએ કહ્યું કે સાથોસાથ કર્મચારીઓની પાસે નિશ્ચિત આવક ઉત્પાદ કે શેર ઈક્વિટીમાં રોકાણનો વિકલ્પ હશે.
First published: December 10, 2018
વધુ વાંચો
अगली ख़बर