મોટો નિર્ણય: હેકર્સ તમારી બેંકમાંથી પૈસા ઉપાડી લે તો બેંક જવાબદાર રહેશે!

ન્યૂઝ18 ક્રિએટિવિટી.

રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જજ સી વિશ્વનાથે ક્રેડિટ કાર્ડના હેકિંગને કારણે એક એનઆરઆઈ મહિલા સાથે થયેલી છેતરપિંડી માટે બેંકને જવાબદારી ઠેરવી હતી.

 • Share this:
  નવી દિલ્હી: રાષ્ટ્રીય ગ્રાહક કમિશન (National Consumer Commission) તરફથી એક મહત્ત્વો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. કમિશન તરફથી ચુકાદો આપતા કહેવામાં આવ્યું છે કે હેકર્સ (hackers) કે અન્ય કોઈ કારણથી ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે કે પછી છેતરપિંડી કરવામાં આવે છે તો તેમાં ગ્રાહકની કોઈ બેદરકારી નથી. આ પ્રકારના કેસમાં બેંક મેનેજમેન્ટ (Bank management)ની જવાબદારી બને છે. રાષ્ટ્રીય ગ્રાહક કમિશને એક ખાનગી બેંકને હેકર્સ દ્વારા ઉઠાંતરી કરવામાં આવેલા પૈસાની સાથે સાથે કેસનો ખર્ચ અને માનસિક પીડા સહન કરવાનું પણ વળતર આપવાનો આદેશ કર્યો છે. ગત વર્ષે 20 જુલાઈના રોજ મોદી સરકારે નવો ગ્રાહક સુરક્ષા કાયદો-2019 (Consumer Protection Act, 2019) લાગૂ કર્યો છે. આ એક્ટ લાગૂ થયા બાદ દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે, જેમાં રાષ્ટ્રીય ગ્રાહક કમિશને બેંક મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે.

  બેંકની જવાબદારી આ રીતે નક્કી થશે

  રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જજ સી વિશ્વનાથે ક્રેડિટ કાર્ડના હેકિંગને કારણે એક એનઆરઆઈ મહિલા સાથે થયેલી છેતરપિંડી માટે બેંકને જવાબદારી ઠેરવી હતી. જજે HDFC બેંક તરફથી દાખલ કરવામાં આવેલા અરજીને રદ કરતા આદેશ કર્યો કે પીડિત મહિલાને 6,110 ડૉલર એટલે કે 4.46 લાખ રૂપિયા 12 ટકા વ્યાજ સાથે પરત કરે.

  આ પણ વાંચો: રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

  પીડિતાને આ રીતે વળતર મળ્યું

  આ સાથે ગ્રાહક તકરાર નિવારણ કમિશને એવો આદેશ પણ આપ્યો કે પીડિતાને માનસિક પીડાના વળતર તરીકે 40 હજાર રૂપિયા અને ખર્ચ પેટે પાંચ હજાર રૂપિયા આપવામાં આવે. કમિશનનું કહેવું હતું કે બેંક તરફથી એક પણ એવો પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો જેનાથી માલુમ પડે કે પીડિતાનું ક્રેડિટ કાર્ડ કોઈએ ચોરી કરી લીધું હતું. બીજી તરફ પીડિત મહિલાએ દાવો કર્યો હતો કે કોઈ હેકર્સે તેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે તેમજ બેંકની ઇલેક્ટ્રૉનિક બેન્કિંગ સિસ્ટમમાં ખામી છે.

  આ પણ જુઓ-

  હેકિંગની શક્યતાનો ઇન્કાર નહીં

  ગ્રાહક તકરાર નિવારણ કમિશને એવું પણ કહ્યું કે આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડના હેકિંગથી ઇન્કાર ન કરી શકાય. આથી ગ્રાહકના ખાતાની સુરક્ષાની જવાબદારી બેંક મેનેજમેન્ટની છે. બેંક મેનેજમેન્ટે ગ્રાહકના ખાતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
  Published by:Vinod Zankhaliya
  First published: