ન્યૂઝ 18 ગુજરાતી: દેવું ન ચુકવી શકવાના કારણે મુસીબતોનો સામનો કરી રહેલી દેશની જાણીતી એરલાઇન જેટએરવેઝના ચેરમેન નરેશ ગોયલે રાજીનામું સોંપતાની સાથે જ લેણદારોના રિઝૉલ્યૂશન પ્લાનને પણ બોર્ડે મંજૂરી આપી દીધી છે. હવે લેણદારો જેટએરવેઝમાં રૂપિયા 1500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.
જેટએરવેઝના લેણદારોના દેવાને 11.4 કરોડ રૂપિયાના ઇક્વિટિ શેરમાં બદલાશે. એતિહાદના એક નૉમિની ડાયરેક્ટરે પણ રાજીનામું સોંપી દીધું છે. કંપનીના રોજબરોજના ઑપરેશન માટે એક વચગાળાના મેનેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. દેવાદાર કંપનીના શેર ઇન્વેસ્ટરોને વેચવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા જુન મહિના સુધીમાં સમાપ્ત થશે.
આ પણ વાંચો: નરેશ ગોયલ અને તેની પત્નીએ બોર્ડ છોડ્યું, જેટ એરવેઝ પર હવે બેંકનો કબજોઃ સૂત્ર
8 હજાર કરોડનું દેવુ
જેટ એરવેઝ પર 26 બેન્કોનું રૂપિયા 8 હજાર કરોડનું દેવું છે. આ બેન્કોમાં પબ્લિક સેક્ટરની બેન્ક કેનરા, બેન્ક ઑફ ઇન્ડિયા, સિન્ડિકેટ, ઇન્ડિય ઑવરસીઝ બેન્ક, અલ્હાબાદ બેન્કનો સમાવેશ થાય છે. હવે આ લિસ્ટમાં એસબીઆઈ અને પીએનબીનો ઉમેરો થયો છે. જેટના પાયલટ્સ અગાઉ ચેતવણી આપી ચુક્યા છે, જો તેમનો પગાર 31મી માર્ચ સુધી નહીં ચુકવાય તો એક પણ ફ્લાઇટ નહીં ઉડાડે
1974મમાં શરૂ થઈ હતી જેટ
જેટએરવેઝના ચેરમેન નરેશ ગોયલે ખૂબ જ મુશ્કેલી ભરેલી સ્થિતિમાં તેમના દાગીના વેચીને ટ્રાવેલ એજન્સી શરૂ કરી હતી. નરેશ ગોયલે 1967માં માતાના કાકાની એજન્સીમાં કેશિયર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. એ વખતે તેમનો પગાર રૂપિયા 3,00 હતો. આ વખતે જ તેમને રોયલ જોર્ડન જેવી કંપનીમાં કામ કરવાનો અવસર મળ્યો હતો. 1974માં તેમણે પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ કરી અને તેનું નામ જેટ એરવેઝ રાખ્યું હતું.
એજન્સી શરૂ કરવા પૈસા નહોતા
ટ્રાવેલ એજન્સી શરૂ કરવા માટે ગોયલ પાસે પૈસા નહોતા, તેમણે પોતાના માતા સાથે વાતચીત કરી અને તેમના દાગીના વેચી અને 15 હજાર રૂપિયામાં મેળવ્યા હતા. આ પૈસામાંથી રૂપિયા 10,000માં જેટની શરૂઆત થઈ હતી. વર્ષ 1991 બાદ જેટ એરવેઝ માટે રસ્તો ખૂલ્યો હતો. ભારત સરકારે ઑપન સ્કાઇ પોલિસીને ગ્રીન સિગ્નલ આપતા ગોયલે આ તક જડપી હતી અને 1993માં એરલાઇન્સની શરૂઆત કરી હતી. જ્યારે કંપની ટોચ પર હતી ત્યારે નરેશ ગોયલ દેશના ટોચના 20 વ્યક્તિઓની યાદીમાં હતા.