સોનાના ઘરેણાં ખરીદવાનો પ્લાન છે તો થોડી રાહ જુઓ, બદલાશે નિયમો

પ્રતિકાત્મક તસવીર

અત્યારે દેશભરમાં લગભર 800 હૉલમાર્કિંગ કેન્દ્ર છે. અને માત્ર 40 ટકા દાગીનાને જ હૉલમાર્કિંગ કરવામાં આવે છે. ભારત પ્રતિ વર્ષ 700-800 ટન સોનાની આયાત કરે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતીઃ જો તમે સોનાના દાગીના (Gold Jewellery) ખરીદવા જઇ રહ્યા છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કારણ કે સરકાર સોનાના દાગીનાની ખરીદીના નિયમો બદલવાની તૈયારી કરી રહી છે. જેની જ્વેલરી ઇન્ડસ્ટ્રી (Jewelry Industries) ઉપર મોટી અસર પડી શકે છે. જોકે, ગ્રાહકોને આનાથી ફાયદો થશે.

  ઉલ્લેખનીય છે કે, ઉપભોક્તા બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને (Ram Vilas Paswan, Cabinet Minister of Consumer Affairs) શુક્રવારે કહ્યું હતું કે, વાણિજ્ય મંત્રાલયે સોનાના દાગીના માટે બીઆઇએસ હૉલમાર્કિંગને (BIS)(Hallmarking) ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને જાણ કર્યા પછી જ લાગુ કરવામાં આવશે.

  હવે શું થશે? રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે વાણિજ્ય વિભાગે પહેલી ઓક્ટોબરે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેને લાગુ કરવા માટે પહેલા WTOના સંદર્ભમાં કેટલિક ટૅકનિકલ સમસ્યા છે. જેને વહેલીતકે ઉકેલવામાં આવશે.

  અત્યારે દેશભરમાં લગભર 800 હૉલમાર્કિંગ કેન્દ્ર છે. અને માત્ર 40 ટકા દાગીનાને જ હૉલમાર્કિંગ કરવામાં આવે છે. ભારત સોના માટે સૌથી મોટો આયાતકાર દેશ છે. જે મુખ્યરૂપથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીની માંગને પૂરી કરે છે. ભારત પ્રતિ વર્ષ 700-800 ટન સોનાની આયાત કરે છે.

  આ પણ વાંચોઃ-ખેડૂતોને દિવેલાના સારા ભાવ આપવા માટે ગુજકોમાસોલ ખરીદી કરશે: દિલીપ સંઘાણી

  WTO તરફથી નક્કી કરવામાં આવેલા નિયમો અંતર્ગત આ મામલે પહેલા તેમને જાણ કરવી પડશે. આ પ્રક્રિયામાં લગભગ બે મહિના જેટલો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, સોનાની હૉલમાર્કિંગનો મતલબ સોનાની શુદ્ધતાનું પ્રમાણ છે. અત્યારના સમયમાં હૉલમાર્કિંગ સ્વૈચ્છિક આધાર પર લાગુ કરવામાં આવ્યું છે. WTO તરફથી મંજૂરી મળ્યા બાદ હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-પેટ્રોલથી મોંઘા ટામેટા: જાણો ક્યાં પહોંચ્યો ભાવ

  ઉપભોક્તા મામલાના મંત્રાલય તરફથી ભારતીય માનક બ્યૂરોની (BIS)(Indian Standards Bureau)પાસે હૉલમાર્કિંગ માટે પ્રશાસનિક અધિકાર છે. જેમાં ત્રણ ગ્રેડ છે 14 કૅરૅટ, 18 કૅરૅટ અને 22 કૅરૅટના સોના માટે હૉલમાર્કિંગ માટે ધારાધરોણ નક્કી કરાયા છે.

  આ પણ વાંચોઃ-ભારતમાં Samsung Galaxy Foldનું પ્રી-બૂકિંગ શરુ, જાણો કિંમત

  ગ્રાહકોને મળશે સીધો ફાયદો
  અત્યારે દેશમાં સોનાના ઘરેણાં ઉપર હૉલમાર્કિંગ કરના સ્વૈચ્છિક છે. જોકે આ નિયમને લાગું થયા બાદ દરેક જ્વેલર્સે દાગીના વેચતા પહેલા હૉલમાર્કિંગ કરવાવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી દેશમાં સોનાના દાગીનામાં સોનાની ગુણવત્તાને લઇને કોઇ કડકતા ન્હોતી. આવી સ્થિતિમાં અજાણ ગ્રાહકોને અનેક જગ્યાએ 22 કૅરૅટની જગ્યાએ 21 કૅરૅટ અથવા તો આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના માપદંડથી ઓછા કૅરૅટ સોનું વેચવામાં આવે છે. જોકે ભાવ વધારે ગુણવત્તાવાળા સોનાનો વસૂલવામાં આવે છે. હૉલમાર્કિંગ યોગ્ય ન થઇ હોવાની સ્થિતિમાં પહેલા તબક્કે નોટિસ આપવામાં આવશે.

  શું હોય છે હૉલમાર્કિંગ
  હૉલમાર્કિંગથી દાગીનામાં સોનું કેટલું વાપવામાં આવ્યું છે અને અન્ય ધાતુઓની માત્રા કેટલી છે. એના આધારે સચોટ નિર્ધારણ અને આધિકારીક રેકોર્ડ હોય છે. નવા નિયમો અંતર્ગત સોનાના દાગીનાની હૉલમાર્કિંગ કરવી ફરજિયાત હશે. જેના માટે જ્વેલર્સને લાઇસન્સ લેવાનું રહેશે.
  Published by:ankit patel
  First published: