Home /News /business /

કાર-બાઇક ચલાવનારાઓ માટે મોટા સમાચાર, રજિસ્ટ્રેશન સાથે જોડાયેલો છે નિયમ

કાર-બાઇક ચલાવનારાઓ માટે મોટા સમાચાર, રજિસ્ટ્રેશન સાથે જોડાયેલો છે નિયમ

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે પેટ્રોલ અને ડીઝલ કારની નોંધણી મોંઘી કરી દીધી છે. 15 વર્ષથી વધુ જૂની કારનું રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવા માટે હવે વધુ ફી આપવાની જરૂર પડશે.

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે પેટ્રોલ અને ડીઝલ કારની નોંધણી મોંઘી કરી દીધી છે. 15 વર્ષથી વધુ જૂની કારનું રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવા માટે હવે વધુ ફી આપવાની જરૂર પડશે.

    ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે પેટ્રોલ અને ડીઝલ કારની નોંધણી મોંઘી કરી દીધી છે. 15 વર્ષથી વધુ જૂની કારનું રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવા માટે હવે વધુ ફી આપવાની જરૂર પડશે. હવે જૂની કાર માટે દર 6 મહિનાનું ફિટનેસ પ્રમાણપત્ર લેવું પડશે. પહેલા વર્ષમાં એક વખત ફિટનેસ સર્ટિફિકેટ મળતુ હતુ. તે જ સમયે ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશ અને રિન્યૂ સંપૂર્ણપણે મફત થશે.

    કેટલી થઇ નોંધણી ફી- હવે ટુ-વ્હીલર (નવી) ની નોંધણી ફી 1000 રૂપિયા અને ટુ-વ્હીલર (જૂની) ની નોંધણી ફી 2000 રૂપિયા હશે. ઇમ્પોર્ડેટ વાહનની વાત કરીએ તો તમારે ટુ-વ્હીલર (નવું) 5000 રૂપિયાની નોંધણી ફી આપવી પડશે.

    જૂના ઇમ્પોર્ટેડ ટુ-વ્હીલર પર રજિસ્ટ્રેશન ફી 10000 રુપિયા રહેશે. કારની વાત કરીએ તો નવી કાર પર 5000 રૂપિયા અને જૂની કાર પર 15,000 રુપિયા રજિસ્ટ્રેશન ફી લાગુ થશે. તે જ સમયે નવી ઇમ્પોર્ટેડ કાર માટે 20,000 રૂપિયા અને જૂની ઇમ્પોર્ટેડ કાર પર 40000 રૂપિયાની નોંધણી ફી લાગુ થશે.

    ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ કાઉન્સિલની અહમ બેઠકમાં બેટરી સંચાલિત કાર અને સ્કૂટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ઇલેક્ટ્રિક વાહનો પરના જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નવા દર 1 લી ઓગસ્ટથી લાગુ થશે.આ પ્રસ્તાવ ગત જીએસટી કાઉન્સિલની બેઠકમાં પણ આવ્યો હતો. જીએસટી કાઉન્સિલની 36 મી બેઠક પહેલા 25 મી જુલાઈએ બપોરે 3.30 વાગ્યે યોજાવાની હતી, પરંતુ આ દિવસે નાણામંત્રીની વ્યસ્તતાને કારણે બેઠક ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી હતી.

    Image

    જીએસટી કાઉન્સિલની બેઠકનો નિર્ણય- જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ચાર્જર પરનો જીએસટી દર 18% થી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે. નવા દરો 1 પહેલી ઓગસ્ટથી લાગુ થશે. આ ઉપરાંત સ્થાનિક ઓથોરિટી દ્વારા 12 મુસાફરોથી વધુની ક્ષમતાવાળી ઇલેક્ટ્રિક બસની ખરીદી પર જીએસટીમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business, Electric vehical, GST, Hike registration fees, Narendra modi government, Two wheeler

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन