તો હવે 10 લાખ રુપિયાથી વધારે પૈસા ઉપાડવા પર આપવો પડશે ટેક્સ!

News18 Gujarati
Updated: June 11, 2019, 12:52 PM IST
તો હવે 10 લાખ રુપિયાથી વધારે પૈસા ઉપાડવા પર આપવો પડશે ટેક્સ!
જો આવું થાય તો રોકડમાં મોટા વેપારીને ઓળખવા વધુ સરળ બનશે.

મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર એક વર્ષમાં 10 લાખ રુપિયાથી વધુ પૈસા ઉપાડવા પર ટેક્સ લગાવવાનું વિચાર કરી રહી છે.

  • Share this:
જો તમે એક વર્ષમાં 10 લાખ રુપિયાથી વધુ રોકડ ઉપાડો છે, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. સીએનબીસી આવાઝના સુત્રો અનુસાર કેન્દ્રની મોદી સરકાર એક વર્ષમાં 10 લાખ રુપિયાથી વધારે કેશ ઉપાડવા પર ટેક્સ લગાવવાની વિચારણા કરી રહી છે. આ પાછળનો હેતુ ફિઝિકલ ચલણ એટલે કે પેપર નોટનો ઉપયોગ ઘટાડવાનો છે. ઉપરાંત બ્લેકમની પર પણ મજબૂત બનાવવાનો છે. આ પગલાથી દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી જશે.

જોકે, સરકાર હજુ પણ આ અંગે વિચારણા કરી રહી છે. સરકારે હંમેશાં કહ્યું છે કે તે એવું કંઈ કરવા માંગતી નથી કે નિયમોનું પાલન કરીને, મધ્યમ વર્ગ અને ગરીબો માટે બોજ બની જાય છે. યુપીએ સરકારે 10 વર્ષ પહેલાં બેન્ક રોકડ ટ્રાંઝેક્શન ટેક્સ રજૂ કર્યો હતો. પરંતુ થોડા વર્ષો પછી વિપક્ષના વિરોધના કારણે તેને પાછો ખેંચી લીધો હતો.

આધારને ફરજિયાત કરવા પર વિચાર

મોદી સરકાર રોકડ ઉપાડ માટે આધારને ફરજિયાત બનાવવાની વિચારણા કરી રહી છે. જો આવું થાય તો રોકડમાં મોટા વેપારીને ઓળખવા વધુ સરળ બનશે. ઉપરાંત કેશ લેણદેણના ઇનકમ ટેક્સ રિટર્નમાં પણ સરખાવવું સરળ રહેશે. હાલ 50 હજારથી વધુ રોકડ જમા કરવા માટે પણ પેન આપવામાં આવે છે.આ રજૂઆત પર ચર્ચા બજેટ પહેલા જ થઈ રહી છે જેથી તે 5 જુલાઈના રોજ બજેટમાં રજૂ કરી શકાય. જો કે, સરકારના સ્રોતો કહે છે કે આ પગલું હજી સુધી નક્કી કરાયું નથી.મનરેગાનો લાભ લેનારાઓને આધારનો ઉપયોગ કરવા પર ઓંથેટિકેટ રસીદની જરૂર છે પરંતુ જો કોઈ 5 લાખ રુપિયા ઉપાડે છે તો તો તેના માટે આ વસ્તુ કરવાની આવશ્યકતા નથી.

આ પણ વાંચો: LICમાં રોજ જમા કરાવો રૂ. 121, દીકરીનાં લગ્ન સમયે મળશે રૂ. 27 લાખ
First published: June 11, 2019, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading