ઓટો સેક્ટર માટે આવી રહ્યું છે રાહત પેકેજ! જૂની કાર વેચવા પર મળશે રૂ. 20000

ઓટો સેક્ટરના શરૂઆતી અનુમાનથી ખબર પડે છે કે, વ્હીકલ પ્રોડક્શન, ઓટો એન્સિલરી અને ડિલર્સ એપ્રિલ સુધી લગભગ 3,50,000 કર્મચારીઓની છટણી કરી ચુક્યા છે.

News18 Gujarati
Updated: August 21, 2019, 5:31 PM IST
ઓટો સેક્ટર માટે આવી રહ્યું છે રાહત પેકેજ! જૂની કાર વેચવા પર મળશે રૂ. 20000
મોદી સરકારે ગત અઠવાડિયે ઓટો કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી
News18 Gujarati
Updated: August 21, 2019, 5:31 PM IST
દેશની અર્થવ્યવસ્થાને રફ્તાર આપવા માટે સરકાર ઓટો સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. CNBC આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, ઓટો સેક્ટરને લઈ સરકાર 5 પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. મોદી સરકારે ગત અઠવાડિયે ઓટો કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હવે માનવામાં આવી રહ્યું છે કે, સરકાર જૂની ગાડીઓ માટે સ્કૈપેજ પોલિસીની જાહેરાત કરી શકે છે. 10 વર્ષ જૂની કોમર્શિયલ ગાડીઓ વેચવા પર 50 હજાર રૂપિયા સુધીની છૂટ પણ આપવાની તૈયારી છે. તો, 7 વર્ષ જુના ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વેચવા પર 5000 રૂપિયાની છૂટ આપવામાં આવી શકે છે. આ સિવાય નવી ગાડીઓ ખરીદવા પર પણ છૂટ આપવામાં આવી શકે છે.

1 - પ્રસ્તાવ - જૂની ગાડીઓ માટે એક સ્ક્રૈપેજ પોલિસી આવી શકે છે. સૂત્રો અનુસાર, 10 વર્ષ જૂની કોમર્શિયલ ગાડીઓ વેચવા પર 50 હજાર રૂપિયાની છૂટ મળશે. 10 વર્ષ જૂની પેસેન્જર કાર વેચવા પર 20 હજાર રૂપિયાની છૂટ આપવાનો પ્રસ્તાવ છે. જ્યારે 7 વર્ષ જુના ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વેચવા પર 5000 રૂપિયાની છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ આ છૂટ નવી ગાડીઓ ખરીદવા પર જ મળશે.

2 - પ્રસ્તાવ - સૂત્રોનુ માનીએ તો, વન ટાઈમ રજિસ્ટ્રેશન ચાર્જિસમાં કરવામાં આવેલો વધારો માર્ચ 2020 સુધી ટાળી શકાય છે. તમને જણાવી દઈએ કે, પેટ્રોલ ડિઝલ વાળી નવી કારની રજિસ્ટ્રેશન ફી 600થી વધારી 5000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ હતો. પેટ્રોલ ડીઝલવાળી જૂની કારનો રજિસ્ટ્રેશન રિન્યૂવલ ચાર્જ વધારી 15000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ હતો.

3 - પ્રસ્તાવ - સરકાર માર્ચ 2020 સુધી 15 ટકાનું એડિશનલ ડેપ્રિસિએશન આપવા પર વિચાર કરી શકે છે. આનાથી ઓટો કંપનીઓને મળનારી ટેક્સ છૂટનો વિસ્તાર વધી જશે.

4 - પ્રસ્તાવ - સરકાર ઓટો સેક્ટર માટે જીએસટીના દર 28 ટકાથી ઘટાડવાનો પણ વિચાર કરી શકે છે.

5 - પ્રસ્તાવ - ઈલેક્ટ્રિક ગાડીઓને જરૂરી કરવાની તજવીજ પણ વધારવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં સળંગ 9મા મહિને ઘટાડો નોંધાયો છે. વેચાણ માટે જુલાઈનો મહિનો વિતેલા 18 વર્ષમાં સૌથી ખરાબ રહ્યો. આ દરમિયાન વેચાણમાં 31 ટકા ઘટાડો નોંધાયો.
Loading...

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબિલ મેન્યુફેક્ચર્સ અનુસાર, જુલાઈમાં વિતેલા નવ મહિના જરમિયાન સૌથી ઓછુ 2,00,790 વાહનોનું વેચાણ થયું. સિયામના મહાનિર્દેશન વિષ્ણુ માથુર કહે છે કે, આ ઈન્ડસ્ટ્રીઝને તુરંત એક રાહત પેકેજની જરૂરત છે. તેમનું કહેવું છે કે, જીએસટીના દરમાં અસ્થાયી કટોતીથી પણ ઈન્ડસ્ટ્રીઝને થોડી રાહત મળી શકે તેમ છે.

કાર અને મોટરસાઈકલના વેચાણમાં ઘટાડાથી ઓટો સેક્ટરમાં મોટા પાયે નોકરીઓમાં ઘટાડો થઈ શકે છે. કેટલીએ કંપનીઓ પોતાના કારખાના બંધ કરવા માટે મજબૂર થયા છે. ઈન્ડસ્ટ્રીના શરૂઆતી અનુમાનથી ખબર પડે છે કે, વ્હીકલ પ્રોડક્શન, ઓટો એન્સિલરી અને ડિલર્સ એપ્રિલ સુધી લગભગ 3,50,000 કર્મચારીઓની છટણી કરી ચુક્યા છે.

લક્ષ્મણ રોય, ઈકોનોમિક-પોલિસી એડિટર, CNBC અવાજ
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...