Home /News /business /યૂપીએના સમયમાં ભારત થંભી ગયું હતું, મનમોહન સિંહ નિર્ણયો લઈ શકતા નહોતા: નારાયણ મૂર્તિએ કર્યો મોટો દાવો

યૂપીએના સમયમાં ભારત થંભી ગયું હતું, મનમોહન સિંહ નિર્ણયો લઈ શકતા નહોતા: નારાયણ મૂર્તિએ કર્યો મોટો દાવો

નારાયણ મૂર્તિ (ફાઈલ ફોટો)

Narayan Murthy on UPA: ઈન્ફોસિસના સહ સંસ્થાપક નારાયણ મૂર્તિ યૂપીએ સરકાર પર આડકતરી રીતે પ્રહારો કરતા તે સમયના વડાપ્રધાન મનમોહન સિંહ પર પ્રહારો કર્યા હતા.

    અમદાવાદ: ઈન્ફોસિસના સહ સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિએ શુક્રવારે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ સરકારના સમયે, જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા, ભારતમાં આર્થિક પ્રવૃતિ અટકી ગઈ હતી અને નિર્ણય નહોતો લેવાઈ રહ્યા. અમદાવાદમાં IIM-Aમાં યુવા બિઝનેસમેન અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન મૂર્તિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, યુવાન દિમાગ ભારતને ચીનનું એક યોગ્ય હરીફ બનાવી શકે છે.

    તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, હું લંડનમાં (2008 અને 2012ની વચ્ચે) એચએસબીસીના બોર્ડમાં હતો. પહેલા થોડા વર્ષોમાં, જ્યારે બોર્ડરૂમ (બેઠકો દરમિયાન) મેં ચીનનો બેથી ત્રણ વાર ઉલ્લેખ કર્યો, તો ભારતનું નામ એક વાર આવતું હતું. મૂર્તિએ આગળ કહ્યું કે, પણ દુર્ભાગ્યથી મને નહોતી ખબર કે બાદમાં ભારત સાથે શું થયું. (પૂર્વ પીએમ) મનમોહન સિંહ એક અસાધારણ વ્યક્તિ હતા અને મારા મનમાં તેમના માટે ખૂબ જ સન્માન છે. પણ યૂપીએના સમયમાં ભારત અટકી ગયું હતું. નિર્ણય નહોતા લેવાઈ રહ્યા.

    આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી: પાર્ટી અધ્યક્ષ બનવા માટે મુખ્યમંત્રી પદની બલી આપશે ગેહલોત, બે પદ પર ન્યાય ન થઈ શકે!

    જ્યારે તેમણે એચએસબીસી (2012માં ) છોડ્યુ તો, બેઠક દરમિયાન ભારતનું નામ ભાગ્યે જ ક્યારેક આવતું હતું, જ્યારે ચીનનું નામ લગભગ 30 વાર લેવાતું હતું. મૂર્તિએ કહ્યું કે, આજે દુનિયામાં ભારત માટે સન્માનનો ભાવ છે અને દેશ હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ભવિષ્યમાં ભારતને ક્યાં જુઓ છો, તો તેમણે જવાબ આપ્યો કે, આ આપની એટલે કે યુવાન પેઢીની જવાબદારી છે કે તે જ્યારે પણ કોઈ બીજા દેશ, ખાસ કરીને ચીનનું નામ લે છે તો સાથે ભારતનું નામ અવશ્ય લે. મને લાગે છે કે, આપ લોકો આવું કરી શકશો. મૂર્તિએ આગળ કહ્યું કે, ચીની અર્થવ્યવસ્થા ભારતથી 6 ગણી મોટી છે. 1978થી 2022ની વચ્ચે આ 44 વર્ષોમાં ચીને ભારતને બહુ વધારે પછાડી દીધું છે. જો આપ લોકો મહેનત કરશો તો ભારત પણ એવું જ સન્માન મેળવશે, જેવું આજે ચીનને મળે છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ex PM Manmohan Singh, Narayana Murthy, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन