NaMoએ વેચ્યો 5 કરોડથી વધુનો સામાન, જાણો શું-શું મળે છે અહીં

News18 Gujarati
Updated: January 10, 2019, 10:07 AM IST
NaMoએ વેચ્યો 5 કરોડથી વધુનો સામાન, જાણો શું-શું મળે છે અહીં
NaMo Merchandise

અત્યાર સુધી 15.75 લાખ યૂનિટ્સના વેચાણથી ભાજપને 5.2 કરોડ રૂપિયાની આવક થઈ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર એક હુડી પહેરેલો જોવા મળ્યા, જેની પર અંગ્રેજીમાં લખ્યું હતું- 'Namo Again.' અનુરાગ લોકોને અપીલ કરી રહ્યા હતા કે આગામી લોકસભા ચૂંટણી 2019માં પણ ભાજપને વોટ આપીને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં મદદ કરે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર અનુરાગના વખાણ કરતાં લખ્યું હતું કે, સારા લાગી રહ્યા છે અનુરાગ. આપને જણાવી દઈએ કે Namo Again લખેલી આ હુડી, નમો મર્ચન્ડાઇઝથી ખરીદવામાં આવી છે. તે નમો એપ દ્વારા ખરીદી શકાય છે. નમો એપ પર માત્ર આ હુડી નહીં પરંતુ ટી-શર્ટ અને પેન જેવી વસ્તુઓ પણ વેચાઈ રહી છે.

એક રિપોર્ટ અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં 15.75 લાખ યૂનિટ્સનું વેચાણ થયું છે. તે ખરીદીથી ભાજપ ઉત્સાહમાં આવી ગયું છે અને તેનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલાં તેમાં જોરદાર વધારો થઈ શકે છે.

આ પણ વાંચો, Budget 2019: મધ્યમ વર્ગના લોકોને મળી શકે છે આવી મોટી ભેટ

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, મોટાભાગની ખરીદી ભાજપની ઓફિસો અને દેશભરમાં પાર્ટી કાર્યકર્તાઓએ કરી છે. આ વસ્તુઓ એમેઝોન અને અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ હતી. મળતી જાણકારી મુજબ સૌથી વધુ વેચાણ ટી-શર્ટનું થયું હતું.

રિપોર્ટ મુજબ, અત્યાર સુધી 15.75 લાખ યૂનિટ્સના વેચાણથી 5.2 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં 2,64,73,321 કરોડ રૂપિયાની ટી-શર્ટ, 56,02,865 રૂપિયાની કેપ, 43,06,737 રૂપિયાની કિચેન, 37,73,843 રૂપિયાની પેન, 36,18,818 રૂપિયાના મગ અને 32,20,583 રૂપિયાની નોટબુકનું વેચાણ સામેલ છે.
First published: January 10, 2019, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading