Home /News /business /

અમદાવાદ : ગુજરાતની જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ 'તિરુપતિ' ઓઇલના માલિકનું નિધન

અમદાવાદ : ગુજરાતની જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ 'તિરુપતિ' ઓઇલના માલિકનું નિધન

નિલેશ પટેલ.

રવિવારે બપોર પછી નિલેશ પટેલને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, હૉસ્પિટલ લઈ જતી વખતે તેમનું અવસાન થયું.

    અમદાવાદ : ગુજરાતની ખૂબ જાણીતી તેલની બ્રાન્ડ તિરુપતિ ઓઇલ (Tirupati Oil)ના માલિકનું રવિવારે બપોર બાદ નિધન થયું છે. તિરુપતિ ઓઇલ અને એન.કે.પ્રોટિન્સ (N K Proteins)ના માલિક નિલેશ પટેલ (Nilesh Patel)ને હૃદયરોગનો હુમલો (Heart Attack) આવ્યો હોત. જે બાદમાં તેઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, હુમલો એટલો ગંભીર હતો કે તેઓ હૉસ્પિટલ પહોંચી શક્યા ન હતા અને રસ્તામાં જ નિધન થયું હતું.

    મળતી માહિતી પ્રમાણે નિલેશ પટેલે વર્ષ 1992માં એન.કે. પ્રોટિન્સ કંપનીની શરૂઆત કરી હતી. તેઓ એન.કે. પ્રોટિન્સ ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. કંપનીને આટલી ઊંચાઈ પર પહોંચાડવામાં તેમનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલું છે. શરૂઆતના તબક્કામાં નિલેશ પટેલ ઓઇલની ગુણવત્તા અને ઉત્પાદન સંબંધિત કામ સંભાળી રહ્યા હતા. કંપનીને ટેક્નોલોજી ક્ષેત્ર અપગ્રેડ કરવામાં પણ તેમનો સિંહફાળો રહેલો છે. કંપનીની કોર્પોરેટ અને રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે. જ્યારે ઉત્પાદન યુનિટ મહેસાણાના કડી ખાતે આવેલું છે.

    અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં નિલેશ પટેલ પર 900 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચરવાનો આક્ષેપ લાગ્યો હતો. જેમાં સેબીએ તેઓની પૂછપરછ પણ કરી હતી. આ ઉપરાંત તેઓએ જેલમાં પણ જેવું પડ્યું હતું. જોક, 2013ના વર્ષમાં તેઓનો જામીન પર છૂટકારો થયો હતો.

    નીચે વીડિયોમાં જુઓ : આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર

    કંપની વિશે :

    કંપનીની વેબસાઇટ પ્રમાણે કંપનીની શરૂઆત 27 માર્ચ, 1992ના રોજ મારુતિ પ્રોટિન્સ નામ થઈ હતી. હાલમાં કંપની એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાય છે. કંપનીની તિરુપતિ તેલ બ્રાન્ડ આખા દેશમાં જાણીતી છે. કંપનીની શરૂઆત નિલેશ પટેલ અને નિમિષ પટેલે કરી હતી. હાલમાં કંપની દરરોજ 1550 M.T. ખાદ્યતેલનું ઉત્પાદન કરે છે. એન.કે. પ્રોટિન્સ ભારતની પ્રથમ એવી એડીબલ ઓઇલ કંપની છે જેણે ISO 22000:2005 મેળવ્યું હોય.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Edible oil, Heart attack, ખોરાક, ગુજરાત

    આગામી સમાચાર