ઈ-કોમર્સની જાયન્ટ વેબસાઈટ Myntraએ પોતાનો લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. મુંબઈની (Mumbai) એક મહિલા કાર્યકર્તાએ સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી કે, કંપનીના લોગોથી મહિલાઓની ગરિમાને નુકસાન પહોંચે છે અને તેઓનું અપમાન થાય છે. મુંબઈની આ મહિલા કાર્યકર્તાનું નામ નાઝ પટેલ (Naaz Patel) છે. ડે અવેસ્ટા ફાઉન્ડેશન એનજીઓ (Avesta Foundation NGO)માં કાર્યરત છે. તેણે Myntraની સામે ડિસેમ્બર 2020માં ફરીયાદ કરી હતી. મહિલાએ મિંત્રાના આ લોગોને હટાવવાની માગી કરી હતી અને સાથે સાથે કંપનીની સામે એક્શન લેવા માટે પણ માંગ કરી હતી.
કંપની લોગો બદલશે
મુંબઇ પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપી રશ્મિ કરનાદિકરે આ અંગે જણાવ્યું છે કે, અમને જાણવા મળ્યું છે કે, Myntraનો આ લોગો મહિલાઓ માટે અપમાનજનક છે. ફરિયાદ પછી અમે કંપનીને એક ઇમેઇલ મોકલ્યો અને તેમના અધિકારીઓ અમને મળવા આવ્યા. અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ એક મહિનાની અંદર કંપનીનો લોગો બદલી નાંખશે.
ફરીયાદ બાદ કંપનીએ પોતાની વેબસાઈટ એપ અને પેકેજિંગ સહિતની વસ્તુઓ પરથી લોગો બદલવાનો નિર્ણય લીધો છે. નવા પેકેજિંગ મટિરિયલ પણ નવા લોગો સાથે જ પ્રિન્ટ કરવા આદેશ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. એક મહિલાની ફરિયાદે દિગ્ગજ કંપનીને પણ પોતાનો લોગો બદલવા માટે મજબૂર કરી દીધી છે. મુંબઈની આ મહિલા કાર્યકરનું નામ નાઝ પટેલ છે. જે અવેસ્ટા ફાઉન્ડેશનની એનજીઓમાં કાર્યરત છે. તેણે ડિસેમ્બર 2020 માં Myntra સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ માત્ર મન્ત્રાનો આ લોગો હટાવવાની માંગ કરી નથી, પરંતુ કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
તમને જણાવી દઈએ કે Myntra, જેની સ્થાપના 2007માં કરવામાં આવી હતી, ફ્લિપકાર્ટ દ્વારા વર્ષ 2014માં ખરીદી હતી. ત્યારબાદ, 2016માં, ફ્લિપકાર્ટે ફેશન ઇ-રિટેલર જબોંગ પણ ખરીદી લીધી હતી. ત્યારથી તે દેશની સૌથી મોટી ઓનલાઇન ઇકોમર્સ વેબસાઇટ બની ગઈ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર