Home /News /business /Mutual Funds: બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ એટલે શું? શા માટે તેની લોકપ્રિય વધી રહી છે?

Mutual Funds: બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ એટલે શું? શા માટે તેની લોકપ્રિય વધી રહી છે?

મ્યુચ્યુઅલ ફંડ (પ્રતીકાત્મક તસવીર)

Balanced Advantage Funds: BAFનો હેતુ તમને મંદીમાં નુકસાનથી બચાવવાનો અને તેજીમાં તમારા નફામાં વધારો કરવાનો છે, જેના કારણે સામાન્ય રીતે મંદીમાં BFમાં સેન્સેક્સ કરતા ઓછો ફટકો પડે છે.

નવી દિલ્હી: છેલ્લાં બે વર્ષમાં બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ (Balanced Advantage Funds)ની લોકપ્રિયતામાં જોરદાર વધારો થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ ફંડમાં 3,793 કરોડ રૂપિયાનું રોકાણ (Investment) કરવામાં આવ્યું હતું. ઇક્વિટી-ઓરિએન્ટેડ (Equity-Oriented) અને હાઇબ્રિડ ફંડ્સ (Hybrid Funds)માં તે બીજા ક્રમનું સૌથી વધુ હતું. 2021માં બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ (BAF)ની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)માં 71,587 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ તમામ ઇક્વિટી અને હાઇબ્રિડ ફંડ્સમાં AUMમાં આ સૌથી વધુ વૃદ્ધિ છે.

તમામ BAFની રણનીતિ અલગ અલગ

સ્ટોક માર્કેટમાં તેજી દરમિયાન BAF શેર વેચી નફો કરી લે છે. જેમાં ખોટની શક્યતા સાવ ઓછી હોય છે અને જ્યારે સ્ટોક માર્કેટમાં મંદી હોય ત્યારે તેઓ સ્ટોક ખરીદે છે. જોકે, બધા જ BAFનો સ્ટ્રેટેજી સમાન હોતી નથી. શેર વેચવાની બાબતમાં સમાનતા જોવા મળે પણ તેના રસ્તા વિભિન્ન હોય છે. પરિણામે તેની અસર તેમના પરફોર્મન્સ પર પડે છે. ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન શેર બજારોમાં ઘટાડો થયો હતો, ત્યારે HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સમાં 8.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો

કેટલો ઘટાડો?

આ સમયગાળા દરમિયાન ઇન્વેસ્કો ડાયનેમિક ઇક્વિટી ફંડ અને એડલવીસ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડમાં આશરે 5-5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ITI બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને DSP ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ બંનેમાં 3 ટકાથી પણ ઓછો ઘટાડો થયો હતો. ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2022ની વચ્ચે ત્રણ શ્રેષ્ઠ પરફોર્મન્સ ફંડનો સરેરાશ ઘટાડો આશરે 1.5 ટકા હતો. જ્યારે સૌથી નીચેના ત્રણ ફંડમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો.

ચાર પ્રકારના BAF

મનીકંટ્રોલના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે, 2021માં ઇક્વિટી એલોકેશનના આધારે મુખ્યત્વે ચાર પ્રકારના બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ છે. કોટક બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને DDFએ તેમના 30 ટકા નાણાં શેરમાં જાળવી રાખ્યા છે. IDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને ICICI પ્રુડેન્શિયલ બેલેન્સ્ડ ફંડે પોતાના 40 ટકા પૈસા શેરમાં મૂક્યા છે. એડલવીસ અને HDFC BAF નામના બે ફંડોએ પોતાના 60થી 70 ટકા નાણાં શેરમાં મૂક્યા છે

બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સની સ્ટ્રેટેજી

બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ (BAF) સામાન્ય રીતે ત્રણ પ્રકારની સ્ટ્રેટેજી સાથે આગળ વધે છે. જેમાંની એક સ્ટ્રેટેજી પ્રો-સાઈક્લિકલ છે. રૂપી વિધ ઋષભ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના સ્થાપક ઋષભ દેસાઇએ જણાવ્યું હતું કે, તેઓ ઊંચા સ્તરે ખરીદે કરે છે અને વધુ ઊંચા સ્તરે વેચે કરે છે. તે બુલ રનની શરૂઆતમાં વધુ શેર ખરીદે છે અને ટોચ પર વેચે છે. એડલવીસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. શેરબજાર ઊંચકાય ત્યારે એડલવીસનું એલોકેશન પણ વધી જાય છે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું?

બીજી સ્ટ્રેટેજી સૌથી વધુ લોકપ્રિય છે. જે કાઉન્ટર-સાઈક્લિકલ કહેવાય છે. આ સ્ટ્રેટેજી અપનાવનારા BAF શેર બજાર જ્યારે ટોચ પર હોય ત્યારે શેર વેચે છે અને બજાર ઘટવા લાગે ત્યારે ખરીદી કરે છે. દેસાઈએ જણાવ્યું હતું કે, અન્ય બીએએફની તુલનામાં આમાં વધઘટ ઓછી દેખાય છે અને તે મીડિયમ રિસ્ક લેનારાઓ માટે છે. ICICI પ્રુડેન્શિયલ બીએએફ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ ફંડની AUM રૂપિયા 38,000 કરોડ છે.

ત્રીજી સ્ટ્રેટેજી હાઈ ઇક્વિટી એલોકશન છે, HDFC BAFની ઇક્વિટી એલોકશન લાંબા સમયથી 65 ટકાથી વધુ છે. પરંતુ, સપ્ટેમ્બર 2021થી તેની ઇક્વિટી ફાળવણી 60 ટકાથી નીચે આવી ગઈ છે. આમ છતાં તે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ (ઓછામાં ઓછા 65 ટકા ઇક્વિટી ફાળવણી) કેટેગરીમાં આવે છે.

આ પણ વાંચો: સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ, બંનેમાંથી શેમાં રોકાણ કરવું વધુ લાભદાયક?

BAF પોર્ટફોલિયો માટે યોગ્ય છે?

BAFનો હેતુ તમને મંદીમાં નુકસાનથી બચાવવાનો અને તેજીમાં તમારા નફામાં વધારો કરવાનો છે, જેના કારણે સામાન્ય રીતે મંદીમાં BFમાં સેન્સેક્સ કરતા ઓછો ફટકો પડે છે. BAF હાઇબ્રિડ ફંડ્સ છે, તેઓ શેર અને બોન્ડ બંનેમાં રોકાણ કરે છે. જેથી તેનું પ્રદર્શન ડેટ ફંડ્સ કરતા સારું છે. આ વાતને ધ્યાને રાખી તમે BAFને પોર્ટફોલિયોમાં ઉમેરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Mutual fund, Share market

विज्ञापन
विज्ञापन