Home /News /business /Mutual fund: ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની જેમ મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતર શા માટે નથી હોતું?

Mutual fund: ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની જેમ મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતર શા માટે નથી હોતું?

મ્યુચ્યુઅલ ફંડ

Mutual Funds vs Fixed deposit: મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પર બજારની અસર, રોકાણકારે પસંદ કરેલા વિકલ્પ, ફંડ મેનેજમેન્ટ ટીમની આવડત અને રોકાણના સમયગાળા સહિતની અનેક બાબતો અસર કરે છે.

મુંબઈ: મ્યુચ્યુઅલ ફંડને રોકાણના શ્રેષ્ઠ વિકલ્પો (Investment in Mutual funds) પૈકીનું એક માનવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોમાં જ મ્યુચ્યુઅલ ફંડે ફિક્સ ડિપોઝિટ (Fixed Deposit) કે બચત ખાતા સાથે વધુ નામના મેળવી છે. લોકો ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતા (Savings account)માં પૈસા રાખવાના સ્થાને મ્યુચ્યુઅલ ફંડને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. આમ તો મ્યુચ્યુઅલ ફંડને સુરક્ષિત ગણવામાં આવે છે, પરંતુ તેમાં રોકાણ કરીને બચત ખાતા કે ફિક્સ ડિપોઝિટની જેમ ફિક્સ વળતર મેળવી શકાતું નથી. આવું શા માટે થાય છે? આવો પ્રશ્ન રોકાણકારના મનમાં ઉદભવી શકે છે. આ સવાલનો જવાબ જાણવા માટે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે તે સમજવું પડે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો (Mutual fund portfolio)માં વળતર બાબતે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પર બજારની અસર, રોકાણકારે પસંદ કરેલા વિકલ્પ, ફંડ મેનેજમેન્ટ ટીમની આવડત અને રોકાણના સમયગાળા સહિતની અનેક બાબતો અસર કરે છે.

ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતામાં મ્યુચ્યુઅલ ફંડની જેમ વળતરમાં અસમાનતા હોતી નથી. તેમાં ફિક્સ વળતર મળી શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં વળતર નિશ્ચિત સમયગાળા માટે નક્કી કરવામાં આવે છે. આ નફો અને સમયમર્યાદા રોકાણકારો દ્વારા નહીં પણ ગેરન્ટર સંસ્થા દ્વારા નક્કી કરાયો હોય છે. તમે FDમાં રોકાણ કરેલા નાણાને બેંકો લોનના રૂપમાં બિઝનેસને આપે છે. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડમાં તમે તમારા પૈસા ફંડ મેનેજમેન્ટને આપો છો અને તેઓ ફક્ત તમારા વતી બજારમાં રોકાણ કરે છે. જો બજાર તેજીમાં હોય તો તમને વળતર મળે છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ

જોકે, કોઈ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં પણ ફિક્સ ડિપોઝિટની જેમ ફિક્સ વળતર મેળવવા માંગે તો તે ડેટ મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે. જે કોમર્શિયલ પેપર્સ, ડિબેન્ચર્સ, ટી-બિલ્સ અને સરકારી સિક્યોરિટીઝ વગેરે જેવા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. આ વિકલ્પ રોકાણના સમયગાળા દરમિયાન વ્યાજ ચૂકવે છે અને મેચ્યોરિટી પર મુખ્ય રકમ આપે છે.

ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની સરખામણીએ મ્યુચ્યુઅલ ફંડમાં વિવિધ કેટેગરી હોય છે. ઇક્વિટી ફંડ્સ કેટેગરીમાં શેરોમાં રોકાણ થાય. જે ખૂબ જ વોલેટાઇલ હોય છે. જ્યારે ડેટ ફંડ્સ અને લિક્વિડ ફંડ્સ મની માર્કેટ, ગવર્નમેન્ટ બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરે છે. જે ઓછા વોલેટાઇલ છે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સ કેપિટલ પ્રોટેક્શન પ્લાન આપે છે. જ્યાં તમે અમુક ટકા સુધી ગેરંટીનું વળતર મેળવી શકો છો.

>> મ્યુચ્યુઅલ ફંડના વળતરને અસર કરનાર પાસાઓ

રોકાણ પર બજારની અસર

મ્યુચ્યુઅલ ફંડ્સ રિટર્ન બજાર સાથે સંકળાયેલ વળતર છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન્સ મૂળભૂત રીતે સ્કીમ અને કેટેગરી સાથે સંકળાયેલા જોખમ સાથે સંબંધિત છે. ઇક્વિટી, ઇન્ડેક્સ જેવા વિકલ્પમાં રોકાણ નિશ્ચિત હોતું નથી. જેથી મ્યુચ્યુઅલ ફંડમાં પણ ફિક્સ ડિપોઝિટની જેમ રોકાણ ફિક્સ રહે નહીં.

જોખમની ક્ષમતા

મોટાભાગના કિસ્સામાં મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ ડિપોઝિટ કરતા વધુ વળતર મળે છે. વધુ રિટર્નનો મતલબ વધુ જોખમ. રોકાણકારોને ખ્યાલ હોય છે કે, જ્યાં ઊંચા રિટર્નની વાત આવે ત્યાં જોખમ પણ વધુ હોય છે. ફિક્સ ડિપોઝિટમાં એકદમ નહિવત જોખમ હોય છે. બેંકો ખૂબ ઓછા કિસ્સામાં નાદાર થાય છે, જેથી ફિક્સ ડિપોઝિટના કિસ્સામાં અમુક નિશ્ચિત વળતર મળે છે.

સમયગાળો

તમે 6 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરવા માંગતા હોવ પણ તે માત્ર 5 વર્ષ માટે જ ઉપલબ્ધ હોય શકે છે. આવા કિસ્સામાં તમને પ્રથમ પાંચ વર્ષ માટે જ વળતર મળે છે. મ્યુચ્યુઅલ ફંડની સરખામણીએ ફિક્સ ડિપોઝિટમાં ટાઈમ હેરોઇઝનની અસર ઓછી હોય છે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ vs શેર: બંને વચ્ચે શું સામ્યતા અને તફાવત છે? જાણો તમામ સવાલના જવાબ

મોંઘવારી

ફિક્સ ડિપોઝિટમાં વળતર મ્યુચ્યુઅલ ફંડ કરતા ઓછું હોય છે. જેથી મોંઘવારીની અસર વધુ થાય છે. પૈસાની તાકાત ઓછી થઈ જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ જગ્યાએ રોકાણ થતું હોવાથી રિટર્ન હાઈ રહે છે. જે મોંઘવારીની અસર ઓછી કરી નાખે છે. અલબત્ત તે ફિકસ ડિપોઝિટની જેમ ફિક્સ હોતું નથી.

ફંડ મેનેજમેન્ટ ટીમની આવડત

મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણને ફંડ મેનેજર દ્વારા કંટ્રોલ કરવામાં આવતું હોય છે. જે તે ફંડ મેનેજર રિસર્ચ કરી, ટ્રેન્ડ પારખી અને જોખમને ધ્યાનમાં રાખીને નાણાં રોકે છે. જેથી સંજોગો સાથે મ્યુચ્યુઅલ ફંડના વલતરમાં પણ ચઢ ઉતર જોવા મળે છે. બીજી તરફ ફિક્સ ડિપોઝિટમાં આવે હોતું નથી.

આ પણ વાંચો: Investment: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની આદર્શ રકમ કેટલી? આટલી બાબતોનું રાખો ધ્યાન

બેંકોનો પોર્ટફોલિયો

બેંકોના પોર્ટફોલિયોમાં પણ વિવિધતા હોય શકે છે. તેઓ ફક્ત બિઝનેસને જ નહીં પરંતુ રિટેલ ગ્રાહકોને પણ લોન આપે છે. બેન્કો પાસે ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પ્રકારની લોનના વિકલ્પ છે. જેમાં પર્સનલ લોન, હોમ લોન, ટુ-વ્હીલર/ફોર-વ્હીલર લોનનો સમાવેશ થાય છે. જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સામાન્ય રીતે ટોચની 25-100 કંપનીઓમાં રોકાણ કરે છે. જેથી બંનેના રિટર્નમાં ભિન્નતા જોવા મળે છે.

આ પણ વાંચો: Mutual fundમાં રોકાણ કરવાના ફાયદા, શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ રોકાણ?

ઉલ્લેખનીય છે કે, ફિક્સ્ડ ડિપોઝિટ મોટાભાગના ભારતીય પરિવારો માટે પરંપરાગત રોકાણની પસંદગી રહી છે. જૂન 2020માં બહાર પાડવામાં આવેલા RBI રિપોર્ટ મુજબ સરેરાશ ઘર ઘરાઉ નાણાકીય સંપત્તિના 53 ટકા બેંક એફડીમાં રોકાણ કરવામાં આવે છે. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડનો ભારતમાં લાંબો ઇતિહાસ હોવા છતાં રિટેલ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા છેલ્લા 20થી 25 વર્ષમાં જ વધી છે.
First published:

Tags: Bank account, Fixed Deposit, Investment, Mutual fund, Personal finance, Savings Account

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો