મ્યુચ્યુઅલ ફંડ SIPમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે કરાય રોકાણ, જાણો - બધુ જ

 • Share this:
  એસઆઈપી એટલે કે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનની ચર્ચા છેલ્લા ઘણા સમયથી જોર પર છે. આના વિશે આજકાલ તમામ લોકો જાણવા માંગે છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં રોકાણ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.

  એસઆઈપી શું છે?
  સિપ अથવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન તમને દર મહિને એક નિષ્ચિત રકમને તમારી પસંદગીની સ્કીમમાં નાખવાનો ્વસર આપે છે. આ સામાન્ય રીતે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં શરૂ કરવામાં આવે છે.

  કેમ શરૂ કરવું જોઈએ?
  રોકાણમાં અનુશાસન ખુબ જરૂરી છે. એસઆઈપી તમારા અનુશાસનને કાયમ રાખે છે. સૌથી મોટી વાત એ છે કે આમાં કમ્પાઉન્ડીંગનો ફાયદો છે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો છો અને રિટર્ન કમાઓ છો તો તમારા રિટર્ન પર પણ તમને રિટ્રન મળે છે, ત્યાં સુધી જ્યાં સુધી તમે રકમ નીકાળી ન લો. આનાથી અંતમાં તમને એક મોટી રકમ મળી શકે છે.

  સિપ શરૂ કરવા કેટલી રકમ જોઈએ?
  તમે માત્ર કોઈ પણ સ્કીમમાં માત્ર રૂ. 500થી પણ શરૂ કરી શકો છો.

  સિપને ચાલુ રાખી શકાય છે?
  પર્સનલ ફાયનાન્સ સિપમાં રોકાણકાર પાસે નક્કી કરેલ રકમને ઘટાડવા-વધારવાનો વિકલ્પ હોય છે. એલર્ટ સીપ દ્વારા આની સૂચના પણ મળે છે. દીર્ઘકાલીન સીપમાં રોકાણકારોને સમાપ્તીની તારીખ પસંદ કરવાની જરૂરત નથી રહેતી. એકવાર તમારા રોકાણનું લક્ષ્ય પુરૂ થઈ જાય, ત્યારે તમે ફંડ હાઉસને એક સૂચના આપી તેને બંધ કરાવી શકો ચો.

  શું છે રોકાણની પ્રક્રિયા?
  જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો એસઆઈપી શરૂ કરવા માટે. આમાં પાનકાર્ડ, એડ્રેસપ્રુફ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને ચેકબુક શામેલ છે. હવે 31 માર્ચથી આધારકાર્ડ પણ મ્યુચ્યુઅલ ફંડ સાથે જોઈન કરવાનું ફરજીયાત થઈ ગયું છે.

  કેવાયસી જરૂરી છે
  કેવાયસી જરૂરી છે. તમારૂ નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે જાણકારી આપવી પડશે.

  મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ પર જાઓ
  જ્યારે તમારી કેવાઈસી પુરી થઈ જાય તો તમે ફંડ હાઉસની વેબસાઈટ પર જાઓ, જેની સ્કીમમાં તમે રોકાણ કરવા માંગતા હોવ. રજિસ્ટર્ડ નાઉ સર્ચ કરો અથવા ન્યૂ ઈન્વેસ્ટર લિંક પર જાઓ. આમાં એક સિંગલ ફોર્મ મળશે જેમાં બેસીક જાણકારી ભરવાની રહેશે. આ બાદ તમે યૂજર નેમ અને પાસવર્ડ સેટ કરી ઓનલાઈન રોકાણ કરી શકો છો. આમાં તમારા બેંક ખાતાની ડિટેલ પણ પૂછવામાં આવે છે. દર મહિને કેટલું રોકાણ કરવા માંગો છો, તે પણ બતાવે છે. તમે તમારી સુવિધા અનુસાર એસઆઈપી માટે તારીખ નક્કી કરો છો.
  Published by:kiran mehta
  First published: